________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
છે. ભારે તિર્યંચ પણ પરમાત્માના શરણે આવી શકે છે તો પછી મનુષ્ય પરમાત્માના શરણે કેમ જઈ શકે?
ભગવાન વીતરાગ તથા વીતષ છે, બધા પ્રાણીઓ ઉપર સમભાવ રાખે છે. તેમની આગળ નાના-મોટા, સશક્ત-અશક્ત, ઊંચ-નીચ વગેરેને જરાપણ ભેદભાવ નથી. જે પ્રમાણે માતાના હૃદયમાં પિતાના સબલ કે નિર્બળ પુત્રમાં એક સરખો પ્રેમભાવ હોય છે, કેઈ પ્રકારને ભેદભાવ હેત નથી તે પ્રમાણે પરમપિતા પરમાત્મા પણ બધા જીવો ઉપર સમભાવ રાખે છે. જ્યારે માતા પણ પોતાના પુત્રામાં ભેદભાવ રાખતી નથી તો પછી જગતપિતા પરમાત્મા જગનો પ્રત્યે ભેદભાવ રાખી જ કેમ શકે? પરમાત્મામાં પણ ભેદભાવના હોય તો પછી તેઓ જગતપિતા બની શકે નહિ. માટે વીતરાગ પરમાત્માને શરણે નિઃસંકેચ થઈને જવું જોઈએ. હું પાપી છું, અશક્ત છું, નીચ છું એવો વિચાર કરી પરમાત્માના શરણે જે જી જતા નથી તે જીવે ભૂલ કરે છે. ગમે તેવા સંજોગોમાં છે તે પણ પરમાત્માના શરણે જવામાં કલ્યાણ જ છે. પરમાત્મા અશરણના શરણ હોવાથી શરણુગતનું રક્ષણ જ કરે છે. પરમાત્માના શરણે જવામાં સ્થાન કે કાલનું પણ કાંઈ બંધન હોતું નથી. એટલા માટે ગમે તે સ્થાને તથા ગમે તે સમયે પરમાત્માના શરણે જઈ આત્મ કલ્યાણ સાધી શકાય છે. પરમાત્માના શરણે જવાથી આત્માનું કલ્યાણ કેવી રીતે સાધી શકાય છે એ વાત હવે શાસ્ત્રદ્વારા સમજાવું છું સમ્યકત્વ પરાક્રમ–બેલ ૩૯ મો.
શરીર-પ્રત્યાખ્યાન વિષે કાલે વિચાર કરવામાં આવ્યો છે. આજે શરીરનો ત્યાગ કરવા માટે જીવાત્માએ પરાવલંબનને ત્યાગ કરી સ્વાવલંબી બનવું જોઈએ તે વિષે વિચાર કરવામાં આવે છે. સ્વાવલંબી બનવા માટે અને પરાવલંબનને ત્યાગ કરવા માટે જીવાત્માએ બીજાની સહાયતાને ત્યાગ કરવો આવશ્યક છે. બીજાની સહાયતાનો ત્યાગ કરવાથી છવાત્માને શું લાભ થાય છે ? એ વિષે ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે
ઓગણચાલીસ બેલ (३९) सहायपञ्चक्खाणेणं भन्ते ! जीवे किं जणयइ ?
અર્થાત– હે ભગવાન ! સહાયતાને ત્યાગ કરવાથી જીવાત્માને શું લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું છે કે –
सहायपञ्चक्खाणेणं एगीभावं जणयइ, एगीभावभूए वियणं जीवे एगग्गं मावेमाणे अप्पझंझे अप्पकलहे अप्पकसाए अप्पतुंतुमे संजमबहुले संवर बहुले સના ચાવિ મા ! રૂ8 |
અથ-સહાયેના પ્રત્યાખ્યાનથી જીવાત્મા એકત્વભાવને પામે છે અને એકત્વભાવને પામેલ છવ અ૫કષાયી, અલ્પફ્લેશી તથા અલ્પભાષી થઈ સંયમ, સંવર તથા સમાધિમાં
દઢ થાય છે.