________________
૧૨૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
સાગરમાં ગોથાં ખાઓ છો તે જે ધર્મનૌકાનો આશ્રય લે તે તમે પણ કેઈ દિવસે સંસારસાગરને તરી જશે.
ગીતામાં કુરુક્ષેત્ર અને ધર્મક્ષેત્ર વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતાનું રહસ્ય ગંભીર છે. કુરુક્ષેત્રને સામાન્ય અર્થ ખરાબ સ્થાન થાય છે. અર્થાત આ શરીર મલમૂત્રથી ભરેલું હોવાને કારણે કુરુક્ષેત્ર છે. આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર બનાવવું જોઈએ, અર્થાત્ શરીરને ઉપયોગ આત્માને ઉદ્ધાર કરવામાં કરવો જોઈએ. આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર બનાવવા માટે હમેશાં યુદ્ધ કરવું પડે છે. કામ, ક્રોધ, માન, માયા, લેભ, મેહ આદિ શત્રુઓ સાથે આત્માએ હમેશાં યુદ્ધ કરવું પડે છે. જે શરીરને ગુલામ નથી તે આધ્યાત્મિક યોદ્ધો આ કુરુક્ષેત્રમાં કેવાં આત્મિક સાધન દ્વારા જીવનસંગ્રામ ખેડે છે તેને માટે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે –
सद्ध नगरं किच्या, तवसंवरमग्गलं । खन्ती निरुणपागारं, तिगुत्तं दुप्पधंसयं ॥ ध' परकम किच्चा, जीवं च इरियं सया। घिई च केयणं किच्चा, सच्चेण पलिमन्थप ॥ तवनारायजुत्तेण, भित्तूण कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाभो परिमुच्चए ।
-૩૦ ૨-૨૦-૨૨-૨૨ નમિ રાજર્ષિ દેવેન્દ્રને જીવનસંગ્રામ કેવી રીતે ખેલવો જોઈએ તે બાબતમાં કહે છે કે – શ્રદ્ધારૂપી નગર, સંવર-સંયમરૂપી ભાગોળ, ક્ષમારૂપી સુંદર ગઢ, ત્રણ ગુપ્તિરૂપી દુર્જય કિલ્લે, પુરુષાર્થરૂપી ધનુષ્ય, ઈર્યાસમિતિરૂપી દેરી અને ધીરજરૂપી ભાથું બનાવીને સત્યદ્વાર પરિમંથન કરવું જોઈએ. કારણ કે, તપશ્ચર્યારૂપી બાણેથી યુક્ત મુનિરાજ કર્મરૂપી બખ્તરને ભેદીને સંગ્રામમાં વિજય પામે છે અને ભવ-સંસારનાં બંધનમાંથી મુક્ત થાય છે.
ઉપર વર્ણવેલાં આધ્યાત્મિક શદ્વારા જે કર્મશત્રુઓ સાથે યુદ્ધ કરવામાં આવે તે આધ્યાત્મિક શો આગળ પાશવિક શસ્ત્રો નિષ્ફળ નીવડે તેમાં કોઈ શક નથી. આધ્યાત્મિક શક્તિ આગળ પાશવિક શક્તિ હમેશાં પરાસ્ત પામે છે. આધ્યાત્મિક શક્તિ એ દૈવી સંપદા છે અને પાશવિક શક્તિ એ દાનવી સંપદા છે. દૈત્યો હમેશાં દે આગળ પરાસ્ત થયા છે એવું જે પૌરાણિક કથાઓમાં સાંભળવામાં આવે છે તેનું રહસ્ય એ જ છે કે, દૈવીશક્તિઆધ્યાત્મિક શક્તિ આગળ પાશવિક શક્તિ પરાસ્ત થાય છે. તમે પણ આધ્યાત્મિક શસ્ત્રોદ્વારા પાવિક શસ્ત્રોને પરાજય કરશે તો તેમાં કલ્યાણ જ છે. અહિંસા, ક્ષમા, તપશ્ચર્યા આદિ આધ્યાત્મિક શસ્ત્રો છે અને દેધ, માન, માયા, લોભ, મોહ, મત્સર આદિ પાશવિક શસ્ત્રો છે. આધ્યાત્મિક શસ્ત્રો શક્તિમૈયાનાં આયુધો છે અને પાશવિક શાસ્ત્રો એ પાશવિક શક્તિનાં આયુધો છે. તમે પણ આધ્યાત્મિક શસ્ત્રો હાથમાં લઈ જીવન સંગ્રામમાં કર્મશત્રુઓની સાથે યુદ્ધ ખેડી તેમને પરાસ્ત કરે તો તેમાં કલ્યાણ જ છે.
શરીર જીર્ણશીર્ણ થતું હોવાને કારણે નાશવંત છે અને આત્મા અજરઅમર હોવાને કારણે અવિનાશી છે. આત્મા દેહી છે અને શરીર દેહ છે. આત્મા દેહરૂપી ગૃહમાં