SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~ ~~~~ ૧૨૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મેરખી પહેલાં કટુ-કડવું થતું હતું, પરંતુ વિજ્ઞાનદ્વારા તેમાં શોધન કરવામાં આવ્યું ત્યારે આજે કડવું શાક પણ મિષ્ટ બની ગયું. કેરી પણ આજે હરેક મોસમમાં મળે છે તેનું શું કારણ છે ? તેનું કારણ કેવળ વિજ્ઞાન-સુધાર જ છે. શાસ્ત્ર સ્પષ્ટ રૂપે કહે છે કે, પ્રત્યેક વસ્તુનો ઉપક્રમ થાય છે. ઉપક્રમ બે પ્રકારે થાય છે. એક તો વસ્તુને પરિક્રમ અર્થાત સુધાર અને બીજું વસ્તુવિનાશ. આ બન્ને પ્રકારના ઉપક્રમ દ્વિપદ, ચતુષ્પદ તથા અપદ–આ ત્રણેયને થાય છે. વૃક્ષ અપદ છે એટલા માટે તેને પણ ઉપક્રમ થાય છે. આજે ભારતવર્ષમાં વસ્તુ-વિનાશની તરફ જેટલું લક્ષ્ય આપવામાં આવે છે તેટલું લક્ષ્ય વસ્તુના પરિક્રમ ઉપર આપવામાં આવતું નથી. આથી વિપરીત પરદેશના લેકે વિજ્ઞાનદ્વારા વસ્તુનો પરિક્રમ-સુધાર કરતા જ રહે છે. સાંભળ્યું છે કે, અમેરિકામાં લઈ જવામાં આવેલી ભારતની ગાય પ્રતિદિન ૧૬૦ રતલ દૂધ આપે છે. ભારતમાં ભારતીય ગાય જ આટલું દૂધ શા માટે આપતી નથી ? આનું પ્રધાન કારણ એ જ છે કે, ભારતના લકાનું લક્ષ્ય વસ્તુને પરિક્રમ કરવા તરફ ગયું નથી. આજે વિદેશોએ જે વૈજ્ઞાનિક ઉન્નતિ કરી છે તેનું પ્રધાન કારણ તે લેકેનું વસ્તુના પરિક્રમ કરવા તરફ લક્ષ્ય જ છે. ભારતીય પણ જે વસ્તુને પરિક્રમ વૈજ્ઞાનિક ઢબે કરે તે ભારત પણ ઉન્નત બની શકે એમ છે. કહેવાનો આશય એ છે કે, અન્ય વસ્તુઓની માફક કર્મનો પણ ઉપક્રમ થઈ શકે છે. જે કર્મનો ઉપક્રમ થઈ શકત જ ન હોત તો કઈ મેણે પણ જઈ શકત નહિ. કર્મોને નષ્ટ કરી શકાય છે અને એટલા જ માટે ભગવાને કહ્યું છે કે, ચૌદમા ગુણસ્થાને પહોંચીને આત્મા અશરીરી બની સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થાય છે. કેટલાક લેકે એમ કહે છે કે, આત્મા સિદ્ધ થયા બાદ શૂન્યાવસ્થાને પામે છે, અર્થાત સિદ્ધ થયા બાદ આત્મા સિદ્ધગતિમાં શૂન્ય જેવો થઈ જાય છે. પરંતુ આ વાત ભ્રામક તથા ભૂલભરેલી છે. સિદ્ધ થયા બાદ તે આત્મા પૂર્ણ જ્ઞાની બની જાય છે અને ઈન્દ્રિય, શરીર આદિ ન હોવા છતાં તે સિદ્ધ થઈને રહે છે. સિદ્ધનું સ્વરૂપ કેવું હોય છે એને માટે શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે – से न दीहे, न हस्से, न वट्टे, न तंसे, न चउरंसे, न परिमंडले, न कण्हे, न नीले, न लोहिए, न हलिद्दे, न सुकिले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कहुए, न कसाए, न अंबिले, न महुरे, न कक्खडे, न मउए, न गरुए, न लहुए, न સૌs, દે, ન સુણે, ન વ ન દે, ન હો, ન ફુથી, પુસેિ , परिन्ने सन्ने । उवमा न विज्जइ अरूवी सत्ता अपयस्स पयं नस्थि । અર્થાત–“તે લાંબો નથી, ટુંકે નથી, ગોળ નથી, ત્રાંસે નથી, ચેરસ નથી, મંડળાકાર નથી, કાળ નથી, લીલે નથી, રાતે નથી, પીળો નથી, ધળો નથી, સુગંધી નથી, દુર્ગધી નથી, તી નથી, કડવો નથી, કસાયેલ નથી, ખાટે નથી, મધુર નથી, ખુરદ નથી, કમળ નથી, ભારે નથી, હલકે નથી, ઠંડો નથી, ઉનો નથી, લૂખે નથી, ચોપડ્યિો નથી, રૂક્ષ નથી, ચીકણે નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક પણ નથી. તે જ્ઞાતા છે, વિજ્ઞાતા છે, તેને કશી ઉપમા નથી. તે અરૂપી સત્તા છે, તે શબ્દાતીત હેવાથી તેને કશી ઉપમા નથી.”
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy