________________
ચાતુર્માસ ]
સમ્યકત્વ પરાક્રમ–૩૮ મો બોલા [૧૨૫ - જ્યારે શરીરના ત્યાગ વિષે પ્રશ્ન ચાલી રહ્યો છે ત્યારે જે વસ્તુને ત્યાગ કરવાનું કહેવામાં આવે છે તે શરીર શું છે? તેમાં કેટલાં પ્રકારે છે? તે વિષે પણ થોડો વિચાર કરવો આવશ્યક છે.
જેને સ્વભાવ જ જીર્ણશીર્ણ થવાનો છે તે શરીર છે. આ શરીરનાં પાંચ પ્રકાર છે. ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર. સંક્ષેપમાં શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીર એમ બે પ્રકારનું છે. સૂક્ષ્મ શરીર અર્થાત કામણ શરીરમાં બધાં સંસ્કાર વિદ્યમાન રહે છે, જે પ્રમાણે એક સજીવ ખીજમાં આખું વૃક્ષ વિદ્યમાન રહે છે. બીજ તે વૃક્ષથી પૃથક થઈ નીચે પડી જાય છે તે પણ તે બીજમાં વૃક્ષનાં બધાં સંસ્કારો રહે જ છે. આ બીજને પૃથ્વી-પાણ આદિને સંયોગ પ્રાપ્ત થતાં જ વિકસિત થઈ જાય છે અને ક્રમશઃ તે નાનકડું બીજ જ વૃક્ષનું રૂપ ધારણ કરે છે. આ જ પ્રમાણે મમતાપૂર્વક શરીરને ત્યાગ કરવા છતાં સૂક્ષ્મ કાર્પણું શરીર તે આત્માની સાથે રહે છે અને તે સૂક્ષ્મ કાર્મણશરીરમાં જીવનાં બધાં સંસ્કાર વિદ્યમાન રહે છે અને સંગ પ્રાપ્ત થતાં જ શારીરિક સ્વરૂપ ધારણ કરે છે. જે પ્રમાણે વટવૃક્ષનું બીજ પ્રમાણમાં તે બહુ નાનું હોય છે પરંતુ તે બીજમાં વિશાલકાય વટવૃક્ષનાં બધાં સંસ્કારે વિદ્યમાન હોય છે. બાહ્ય દૃષ્ટિએ તે બીજમાં વટવૃક્ષનું સ્વરૂપ જોવામાં આવતું નથી પરંતુ પૃથ્વી–પાણી આદિનાં સંયોગો પ્રાપ્ત થતાં જ તે નાનકડું બીજ જે વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરે છે. આ જ પ્રમાણે કાર્મણ શરીરમાં પણ છવનાં બધાં સંસ્કારે રહે છે.
હવે કોઈ એમ પૂછે કે, કાર્મણ શરીર કયાં છે અને તેમાં જીવનાં બધાં સંસ્કાર ક્યાં રહેલાં છે? તો આ પ્રશ્ન પૂછનારને એ જ ઉત્તર આપી શકાય કે, જ્યારે અષ્ટસ્પશ વડના બીજમાં રહેલાં વૃક્ષનાં સંસ્કારો જોવામાં આવતાં નથી તો પછી ચતુઃસ્પૃશ કાર્મણ શરીરમાં જીવનાં સંસ્કાર કેવી રીતે જોવામાં આવી શકે ? એટલા માટે કાર્મણ શરીરને પ્રત્યક્ષ જોવાનો દુરાગ્રહ અસ્થાને છે. વળી આપણું સ્થૂલ દૃષ્ટિએ તે સૂક્ષ્મ કામણ શરીર દૃષ્ટિગોચર પણ થઈ શકે નહિ.
હવે કેઈએમ કહે કે, જ્યારે પૂર્વનાં કર્મસંસ્કારે અમારી સાથે જ છે તો પછી તે કર્મ-સંસ્કારને નષ્ટ કરવાનો પુરુષાર્થ કરવાથી શું લાભ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કર્મનું સંક્રમણ થઈ શકે છે. જે પ્રમાણે વૃક્ષમાં સુધાર થઈ શકે છે તે જ પ્રમાણે કર્મ-સંસ્કારોને પણ બદલી કે સુધારી શકાય છે. પુણ્ય-પાપકર્મમાં પણ સંક્રમણ થઈ શકે છે. કર્મની રસ– પ્રકૃતિ આદિને ઘાત પણ થઈ શકે છે. કેવલ નિકાચિત કર્મમાં સ્થિતિઘાત તથા રસઘાત થતો નથી, અને શેષ કર્મોમાં ઘાત થાય છે. સંક્ષેપમાં કહેવાનો આશય એ છે કે, કર્મોનું પરિવર્તન તથા સંક્રમણ થઈ શકે છે. જે પ્રમાણે બીજમાં સારી શક્તિ હોવા છતાં પણ અસાવધાની રાખવાને કારણે તે બીજની શક્તિ નષ્ટ થઈ જાય છે અથવા ખરાબ થઈ જાય છે, આથી વિપરીત બીજમાં સારી શક્તિ ન હોવા છતાં સાવધાની રાખવાને કારણે તથા પ્રયત્ન કરવાને કારણે બીજમાં ઉત્પાદન શક્તિ સારી આવી જાય છે, તે જ પ્રમાણે સારાં કર્મો પણ પ્રમાદ તથા અસાવધાનીને કારણે ખરાબ કર્મો બની જાય છે અને સાવધાની તથા સતર્કતા રાખવાથી ખરાબ કર્મો પણ સારા કર્મો બની શકે છે. વૃક્ષોનો સુધાર કેવી રીતે વિજ્ઞાનદ્વારા થઈ શકે છે એ વિષે કદાચ તમે સાંભળ્યું હશે. સાંભળ્યું છે કે, કબીનું શાક