SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ મેરખી ભોજનમાં અસાવધાની રાખવાને કારણે અનેક લેકે મરણને શરણ થાય છે. કેટલાક લેકે તપ-ઉપવાસ તો કરી લે છે પરંતુ પછી તેમને ભોજન ઉપર સંયમ રાખવો દુષ્કર જણાય છે. ભજનને વિષે વિવેક તથા સંયમ રાખનાર તથા રસાસ્વાદની લેલુપતાને વશમાં રાખનાર લેકે વિરલ જ જોવામાં આવે છે. કેટલાક લોકો એવા પણ જોવામાં આવે છે કે જેઓ તપ કર્યા બાદ ભોજન કરવામાં સાવધાની રાખતા નથી અને જ્યારે તેનું પરિણામ સારું આવતું નથી ત્યારે તપશ્ચર્યાદ્વારા હાનિ થઈ એમ કહે છે. પરંતુ એ વાત હમેશાં હૃદયમાં ધારી રાખવી જોઈએ કે, તપશ્ચર્યાથી ત્રિકાલમાં હાનિ થવાનો સંભવ નથી. શરીરને જે હાનિ થાય છે તે તપશ્ચર્યાથી નહિ, પણ ભોજન કરવામાં અસાવધાની રાખવાને કારણે જ થાય છે. શરીર અને કાયામાં અંતર છે અને એટલા જ માટે તે બન્ને વિષે જુદા જુદા પ્રશ્ન કરવામાં આવ્યો છે. કાય એ શક્તિવિશેષનું નામ છે અને ઈન્દ્રિયો તથા મન જેમાં રહે છે અથવા જેને વ્યવહાર ઈન્દ્રિયો તથા મનદ્વારા ચાલે છે તે શરીર છે. કેટલાક લેકે શરીરને ક્ષેત્ર પણ કહે છે. જ્ઞાનીજને કહે છે કે, જ્યારે આત્મા શરીરરહિત થઈ જાય છે ત્યારે શરીરની સાથે જે વિકાર રહે છે તે વિકારથી પણ નિવૃત્ત થઈ જાય છે. જ્ઞાનીજને શરીરના પ્રત્યાખ્યાન (ત્યાગ ) વિષે કહે છે. પરંતુ શરીરને ત્યાગ કેવી રીતે કરવો જોઈએ એ વિષે પણ વિચાર કરવો આવશ્યક છે. શરીરને ત્યાગ કરે એટલે કાંઈ ફાંસી ખાઈને શરીરનો ત્યાગ કરી દે એવો અત્રે કહેવાનો આશય નથી. આમ કરવાથી તે આત્મહત્યા થઈ જાય. ફાંસી ખાઈને મરી જવું એનું નામ કાંઈ શરીર–પ્રત્યાખ્યાન નથી. પ્રત્યાખ્યાન શબ્દ નિવમા ઉપસર્ગ લગાવીને હવા ધાતુ ઉપરથી નિષ્પન્ન થયેલ છે. આ શબ્દનો અર્થ એ છે કે, કોઈ વસ્તુને એવી રીતે ત્યાગ કરવો કે જેથી તછ ગએલ વસ્તુ પ્રત્યે પછી મમત્વ જ ન રહે. ઉદાહરણ તરીકે ધનને ત્યાગ બે રીતે થાય છે. એક તો દાને આપવામાં ધનનો ત્યાગ થાય છે અને બીજું, બીજાને ઉધાર આપવામાં ધનનો ત્યાગ કરવો પડે છે. આ બન્ને પ્રકારના ધન-ત્યાગમાં ઘણું અંતર રહેલું છે. દાનાદિમાં ધનનો જે ત્યાગ કરવામાં આવ્યો છે તેમાં મમત્વ રહેતું નથી, પરંતુ ઉધાર આપવામાં આવેલ ધનનું મમત્વ રહે છે. એટલા માટે દાનાદિ સત્કાર્યમાં વાપરવામાં આવેલ ધનની પાછળ મમત્વ ન હોવાને કારણે તે ધનનો ત્યાગ સાચે છે. જ્યારે ઉધાર આપવામાં આવેલ ધનની પાછળ અધિક ધન મેળવવાની મમત્વબુદ્ધિ હોવાને કારણે તે ધનનો ત્યાગ સાચો ત્યાગ નથી. એમાં તે ધનમોહ છે. જ્યાં મેહ-મમત્વ હોય છે ત્યાં ત્યાગ કે પ્રત્યાખ્યાન થઈ શકતાં નથી. શરીર ઉપરના મેહ-મમત્વને ત્યાગ કરવો તેનું નામ જ શરીર પ્રત્યાખ્યાન છે. આખરે શરીરન બધાએ ત્યાગ કરવો જ પડે છે. શરીર અસ્થિર છે એટલે શરીર હમેશાંને માટે ટકી રહેતું નથી. પરંતુ જે આત્મા શરીરની અસ્થિરતા સમજીને શરીર ઉપરને મેહ-મમત્વભાવ ઉતારી નાંખી શરીરનો ત્યાગ કરી દે છે, તેઓ નિર્મોહી શરીરત્યાગી આત્મા વિદેહી બની સિદ્ધત્વનાં ગુણોને પ્રાપ્ત કરે છે અને સિદ્ધ ભગવાનની સમાન કેટિમાં આવે છે. નિર્મોહી બની શરીરને ત્યાગ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શરીર–ત્યાગથી જીવન્મુક્તિ પામવાનો અપૂર્વ લાભ મળે છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy