SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-૩૮ મે બેલ [૧૨૩ પ્રશ્ન શા માટે કરવામાં આવ્યો? આ વિચારણીય પ્રશ્નને સ્પષ્ટ ઉત્તર તો કઈ મહાપુરુષ જ આપી શકે, છતાં હું મારી અલ્પ બુદ્ધિ અનુસાર આ પ્રશ્નનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરું છું. મારી સમજમાં તે જ્ઞાનીજનોએ શરીર અને કાયામાં અંતર જોયું હોય તેમ જણાય છે. આ વાતનું પ્રમાણ એ છે કે, શાસ્ત્રમાં જ્યાં દશ પ્રાણનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે ત્યાં ઈન્દ્રિયબલપ્રાણને તથા કાયબલને પણ એક પ્રાણ તરીકે માનવામાં આવેલ છે. પરંતુ જ્યારે કાયબલને પ્રાણ કહેવામાં આવેલ છે ત્યારે ઈન્દ્રિયબલને પણ પ્રાણ તરીકે ગણવાની શી આવશ્યકતા હતી ? કાયબલની તથા ઈન્દ્રિયબલની જુદા જુદા પ્રાણ તરીકે ગણના કરવામાં આવી છે એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, જ્ઞાનીજનોએ ઈન્દ્રિયબલમાં તથા કાયાબલમાં જરૂર કાંઈ અંતર જોયું તથા જાણ્યું છે. ઈન્દ્રિો બે પ્રકારની છે. બેન્દ્રિય અને ભાવેન્દ્રિય. બેન્દ્રિય હોવા છતાં જે ભાવેન્દ્રિય ન હોય તે દ્રવ્યેન્દ્રિય નિરર્થક નીવડે છે. આ પ્રમાણે જ્ઞાનીજનોએ ઈન્દ્રિોમાં તથા કાયામાં ભિન્નતા જોઈ છે અને તે કારણે જ બન્નેને જુદા જુદા પ્રાણ તરીકે ગણવામાં આવેલ છે. આ જ પ્રમાણે જ્ઞાનીઓએ શરીર તથા કાયામાં પણ અંતર જોયું છે, અને તે કારણે જ ગ–પ્રત્યાખ્યાનની સાથે જ શરીર–પ્રત્યાખ્યાન વિષે જુદો પ્રશ્ન કર્યો છે. અત્રે હવે એ જોવાનું છે કે, જ્ઞાનીજને ઈન્દ્રિયદમન કરવાનું કહે છે તેને શું અર્થ છે? ઈન્દ્રિયદમન કરવું એટલે શું ઈન્દ્રિયોને નષ્ટ કરી દેવી? જ્ઞાનીઓ ઈન્દ્રિયદમન કરે એટલે ઈન્દ્રિયોને નષ્ટ કરી નાંખે એમ કહેતા નથી, પરંતુ ઈન્દ્રિને દુષ્પવૃત્તિમાંથી પૃથફ કરી સસ્પ્રવૃત્તિમાં નિજિત કરવાનું કહે છે. જે પ્રમાણે ઘેડાનું દમન કરવા માટે કહેવામાં આવે તે તેનો અર્થ એ નથી કે ઘડાનાં પગ કાપી નાંખવા, પરંતુ ઘોડે ખરાબ ચાલ ન ચાલે એવી રીતે તેને કેળવવો એ તેનો અર્થ થાય છે. આ જ પ્રમાણે ઈન્દ્રિયદમન કરવાનો અર્થ પણ ઈન્દ્રિયોને નાશ કરવો એવો નહિ પણ ઇન્દ્રિયને ખરાબ માગે જતી અટકાવી સસ્પ્રવૃત્તિમાં નિયજિત કરવી એવો થાય છે. કહેવાનો આશય એ છે કે, શરીર તથા કાયામાં જ્ઞાનીઓએ ડું અંતર જોયું છે અને તે કારણે જ યોગ-પ્રત્યાખ્યાનના પ્રશ્ન પછી શરીર પ્રત્યાખ્યાન વિષે પ્રશ્ન પૂછે છે. શરીરની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, શીતે તિ શરીર અર્થાત-જે પ્રતિક્ષણ શીર્ણ થતું જાય છે તે શરીર છે. પ્રતિક્ષણ બદલતા રહેવું એ શરીરનો સ્વભાવ છે. આજના વૈજ્ઞાનિકે પણ કહે છે કે, બાર વર્ષમાં શરીરનાં સમસ્ત પરમાણુઓ બદલી જાય છે. આજના વૈજ્ઞાનિક તો બાર વર્ષમાં શરીરના પરમાણુઓ બદલી જવાનું કહે છે, પરંતુ જ્ઞાનીજનો તે શરીરનાં પરમાણુઓ પ્રતિક્ષણ બદલતા રહે છે એમ કહે છે. શરીરનું પરિવર્તન પણ અનુકૂલ અને પ્રતિકૂલ એમ બે પ્રકારે થાય છે. ઉદાહરણ તરીકે એક જ પ્રકારનું ભોજન કેઈક વાર તે અનુકુલ ગુણ આપે છે તે કોઈક વાર પ્રતિકૂલ ગુણ પણ આપે છે. જો ભોજન કરવામાં સાવધાની રાખવામાં આવે તો ભેજન શરીરને અનુકૂલ ગુણ આપે છે, નહિ તો તે જ ભોજન શરીરને હાનિકારક નીવડે છે, અર્થાત પ્રતિકૂલ ગુણ આપે છે. એક અનુભવીનું કથન છે કે, ભૂખને કારણે લેકે એટલા પ્રમાણમાં મૃત્યુ પામતા નથી કે જેટલા પ્રમાણમાં લોકે અતિભેજન, અનિષ્ટભોજન તથા અભક્ષ્ય ભેજનને કારણે મૃત્યુ પામે છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy