SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારી છે. કાર્ય સદ્ગુણીનાં સદ્ગુણુ જોઈ પ્રમાદ પામવાને બદલે તેના તરફ દ્વેષ કરવા અને એ સદ્દગુણીને નીચે પાડવાનેા પ્રયત્ન કરવા એ પણ હિંસા જ છે. મા બધાં આત્માનાં અપરાધા છે. સૂત્રમાં આઠ પ્રકારનાં મદાનું અભિમાનનું વર્ણન કરવામાં આવ્યું છે. જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, લાભમદ, તપમદ, સૂત્રમદ અને સત્તામદ. આ માઠેય પ્રકારનાં મદ્દેથીઅહંકારાથી પાપની પ્રવૃત્તિ થાય છે. માટે પરમાત્માની શિક્ષાના પાત્ર બનવા માટે તથા તેમની પ્રાર્થનાની ચેાગ્યતા મેળવવા માટે આ આઠેય મોમાંથી કાઈ પણ મદ હાવે ન જોઇએ. આત્મા અનંતકાળથી અભિમાનને કારણે જાણી જોઈને ભૂલ કરી રહ્યા છે; અને ભૂલ કરવાના કારણે તે સંસારની ભૂલભૂલામણીમાં ભટકી રહ્યો છે. સંસારની ભૂલભૂલામણીમાંથી બહાર નીકળવા માટે જ સરળ આત્મા પરમાત્માને સંખાધીને પ્રાર્થના કરે છે કે, “ હું પ્રભા ! તું જગદ્દારક છે, તે મારા પણ ઉદ્ઘાર કર. હું અધમેહારક! હું અધમ છું, પાપાત્મા છું, મારા પાપ સામું ન જોતાં મારો ઉદ્ધાર કર. સાચા અન્તઃકરણથી કરવામાં આવેલી પરમાત્મ–પ્રાČના ફળ્યા વગર રહેતી નથી. પરમાત્માના શરણે જવાથી પાપાત્મા પણ પવિત્ર બની જાય છે. જો આત્માનું કલ્યાણ કરવું હોય તેા પેાતાની સંપૂર્ણ શક્તિ પરમાત્માના ચરણે ધરી દેવી જોઇએ. પરમાત્માના શરણે જવામાં જ આત્માનું શ્રેય તથા કલ્યાણ રહેલું છે. આત્માનું કલ્યાણ કેવી રીતે થાય છે. એ વાત હવે શાઅદ્બારા સમજાવું છુંઃ— ܕܙ સમ્યક્ત્વ પરાક્રમ-બાલ ૩૮ મા કાલે યાગ—પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્માને શે। લાભ થાય છે એ વિષે વિચાર કરવામાં આવ્યા હતા. યાગ—પ્રત્યાખ્યાન બાદ હવે શરીર–પ્રત્યાખ્યાન વિષે વિચાર કરવામાં આવે છે. ગૌતમ સ્વામી શરીર પ્રત્યાખ્યાન વિષે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કેઃ— આડત્રીશમા એલ (૨૮) સીરપચવવાળાં મતે ! લીવે દિ નાવરૂ ? અર્થાત—હે ભગવાન ! શરીરના પ્રત્યાખ્યાન ( ત્યાગ )થી જીવાત્માને શેા લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કેઃ— सरीरपच्चक्खाणेणं सिद्धातिसयगुणकित्तणं निव्वत्तेर, सिद्धातिसयगुणसंपन्ने य णं जीवे लोगग्गमुवगए परम सुही भवइ ॥ ३८ ॥ અર્થાત્—શરીરના પ્રત્યાખ્યાન ( ત્યાગ )થી જીવાત્મા સિદ્ધના અતિશય ( ઉચ્ચ ) ગુણભાવને પામે છે, અને સિદ્ધના અતિશય ગુણથી સંપન્ન થઇ તે જીવાત્મા લેાકના અગ્રભાગમાં જઈ પરમ સુખ પામે છે અર્થાત્ સિદ્ધ ( સ કમ થી મુક્ત ) થાય છે. અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થઇ શકે છે કે, જ્યારે યાગના પ્રત્યાખ્યાન વિષે વિચાર કરવામાં આવ્યેા ત્યારે એ વાત સ્પષ્ટ રીતે બતાવવામાં આવી છે કે, યાગમાં મન, વચન તથા કાયા એ ત્રણેયને સમાવેશ થાય છે, તેા પછી અત્રે શરીરના પ્રત્યાખ્યાન વિષે જુદે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy