________________
[ ૧૨૧
ચાતુર્માસ ]
પ્રાર્થના-વિચાર. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ શ્રાવણ વદી ૩ રવિવાર
પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહેબા, દીનદયાલ દેવાતણુ દેવ કે; તરણ તારણ પ્રભુ મે ભણી, ઉજજવલ ચિત્ત સમરું નિત્યમેવ કે.
શ્રી મુનિસુવ્રત સાહબા
-શ્રી વિનયચંદ્રકૃત વીશી | મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ઉચ્ચકોટિની પ્રાર્થનામાં આત્મા અને પરમાત્માની એકતાની જ ભાવના હોય છે. આ પ્રાર્થનામાં પણ આત્મા અને પરમાત્માની શુદ્ધ નિશ્ચયરૂપે એક્તા બતાવી પરમાત્મા અને આત્મા વચ્ચે જે ભિન્નતા છે તેને દૂર કરવાને ઉપાય બતાવવામાં આવ્યો છે. શુદ્ધ નિશ્ચયનયની દ્રષ્ટિએ આત્મા અને પરમાત્મા એક જ હોવા છતાં આત્મામાં એવાં દુર્ગણે આવી ગયાં છે કે જાણે આત્મા પરમાત્માથી સર્વથા ભિન્ન છે એવો આભાસ લાગે છે. આત્મા અનંતકાળથી પરમાત્માને ભૂલી રહ્યો છે અને દુર્ગાને સદ્દગુણ માની અપનાવી રહ્યો છે, જ્ઞાનીજને જે વસ્તુને ત્યાજ્ય ગણે છે તે જ વસ્તુને અપનાવીને આત્મા અભિમાન કરે છે. જે પ્રમાણે કુતરે મોઢામાં સૂકું હાડકું પકડીને એમ વિચારે છે કે મારા મોઢામાં શ્રેષ્ઠ પદાર્થ છે અને તે કારણે તે અભિમાન પણ કરે છે; તે જ પ્રમાણે આત્મા પણ ત્યાજ્ય પદાર્થોને અપનાવી અભિમાન કરે છે. આત્મા સ્વવસ્તુને ત્યાગ કરી પરવસ્તુના પ્રલોભનમાં પડી ગયો છે. આ તેની ગંભીર ભૂલ છે. આ ભૂલને કારણે જ આત્મા ભવભ્રમણ કરી રહ્યો છે. જો આત્મા પોતાની ભૂલને સુધારી લે તો તેને ભવભ્રમણ બહુ કરવું ન પડે. ભક્તજનો આ વાતને ધ્યાનમાં રાખીને પરમાત્માની પ્રાર્થના કરતાં કહે છે કે –
“હું અપરાધી અનાદિને, જનમ જનમ ગુના કિયા ભરપૂર છે;
લંટિયા પ્રાણુ છ કાયના, સેવિયા પાપ અઢોર ઘર કે.”
અર્થાત–હે પરમાત્મા ! હું અપરાધી છું. જન્મ–જન્માંતરમાં મેં અનેક પ્રકારનાં પાપકર્મો કર્યા છે. મેં ષકાય જીવોનાં પ્રાણ હણ્યાં છે અને આવી જ રીતે અઢાર પ્રકારનાં પાપોનું સેવન પણ કર્યું છે. આ પ્રમાણે ભગવાનનો ભક્ત તે પોતાની ભૂલને કબુલ કરે છે અને થએલી ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે સક્રિય પ્રયત્ન કરે છે, પરંતુ સંસારની મેહજાળમાં ફસાએલે આત્મા થએલી ભૂલને પણ ભૂલ માનતો નથી. આ આત્માનું મિથ્યા અભિમાન- છે. અભિમાનને કારણે જ આત્મા ભૂલને પાત્ર બને છે.
આત્મા ભલે ઉપરથી દેખાતી હિંસા કરતા ન હોય તે પણ એને એવું મિથ્યાભિમાન હેય કે, “હું હિંસા કરતો જ નથી” તો એવું મિથ્યાભિમાન પણ હિંસા છે. આ જ પ્રમાણે આત્મા ભલે ઉપરથી જૂઠું બોલતો ન હોય પણ “હું જૂઠું બોલતો જ નથી” એવું અભિમાન હોય તે તે અભિમાન પણ એક પ્રકારનું અસત્ય જ છે અને તે પણ હિંસા જ