SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મારખી વિવેકહીન મનુષ્ય કરતાં તેા ઉદ્યમશીલ મધમાખીએ અનેકગણી સારી છે. મધમાખીના ઉદ્યમશીલ જીવનમાંથી એક શિક્ષા તે અવશ્ય ગ્રહણ કરવા યેાગ્ય છે. આ શિક્ષા જીવનને ઉદ્યમશીલ બનાવવા વિષેની છે. કહ્યું પણ છે કે: ચેતાવું તને રે, માખીએ મધ કીધું, ન ખાધું ન દાન દીધું; લૂંટનારે લૂંટી લીધું રે, પામર પ્રાણી, ચેત તા મધમાખીઓ પરિશ્રમ કરીને મધ બનાવે છે અને તેના સંગ્રહ કરે છે. તે પાતે મધ ખાતી નથી તેમ ક્રાઇĂ તે આપતી પણ નથી. છતાં શું તેમણે બનાવેલું મધ પડ્યું રહે ? લૂંટનારા લેાકેા આવે છે અને મધમાખીઓનું પરિશ્રમપૂર્વક કરેલું મધ લૂટી જાય છે. અનેક લક્રે। આનંદપૂર્વક મધ ખાય છે પરંતુ મધ ક્યાંથી આવે છે તે વિષે કો વિચાર કરતા નથી. અને મધમાખીઓનું સંગ્રહિત મધ લૂટીને પોતાના શરીરને પુષ્ટ બનાવે છે. પરંતુ જે પ્રમાણે તેએ ખીજાની ચીજ લૂંટીને ખાય છે તે પ્રમાણે શું ખીજા લોકા તેમને લૂંટી નહિ જાય તેની શી ખાત્રી? કહ્યું પણ છે કેઃ કાસ વૈતાલ કી ધાક તિહું લેાક મેં, દેવ દાનવ ઘરે રેલ લાવે. અર્થાત્ કરાલ કાળ બધાંના માથે ભમી રહ્યો છે. એ ભયંકર કાળના પંજામાંથી કાઈ છટકી શક્યું નથી. જ્યારે બધા લેાકા કાળના મુખમાં સપડાએલા જ છે. તેા પછી લા। અભિમાન શા માટે કરે છે? અભિમાન કરવાથી આખરે પશ્ચાત્તાપ કરવાના જ વખત આવે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને અભિમાનને ત્યાગ કરવા જોઈએ અને શરીરને સદુપયેાગ કરવા જોઈએ. માનવજીવન અસ્થિર છે. આયુષ્ય એ જલના તર`ગ સમાન ચલિત છે. કવિએ ઠીક જ કહ્યું છે કેઃ વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તેા જલનાં તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણિક પ્રસંગ. જીવનની આવી અસ્થિરતામાં મનુષ્ય જો અભિમાન કરે તે તે તેની મૂર્ખતા જ છે, મનુષ્ય અભિમાન કરીને ઘણીવાર પેાતાની મૂર્ખ`તાનું પ્રદર્શન કરે છે. માતા કે, એક દેડકાંતે કાઈ સાપે પકડી લીધા છે. દેડકાનું અડધું મેઢું તે સાપના મુખમાં સપડાએલું છે અને આખું મેઢું બહાર છે. છતાં તે દેડકા મેઢુ ફાડીને માખીએને પકડવા ચાહે છે. જો તમે દેડકાને આ પ્રમાણે કરતાં જુએ તે તેને મૂખ'ની ઉપાધિ આપી દે છે. પરંતુ તમે પોતે કરાળ કાળના મુખમાં સપડાએલા હોવા છતાં અભિમાન કરે છે. તો મૂર્ખતા હિ તે ખીજાં શું છે? મનુષ્યને વિવેકજ્ઞાન મળેલ છે એટલા માટે તે સારાસાર, હિતાહિતના વિવેક કરી શકે છે. તમે પણ તમારા વિવેકજ્ઞાનતા સદુપયોગ કરે તે તેમાં કલ્યાણ જ છે,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy