________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૩૭ મા એલ
| ૧૧૯
કેટલાક લેાકેા વિક્ષિપ્તાવસ્થામાં પણ આનંદ માને છે, અને નાટક સીનેમા જોઇને પોતાના જીવનને ધન્ય માને છે. પરતુ જ્ઞાનીજને કહે છે કે, નાટકચેટકમાં વાસ્તવિક આનંદ નથી. એ તે। વિક્ષિપ્તાવસ્થા છે. કેટલાક ભણેલા-ગણેલા લેાકેા પણ વિક્ષિપ્તાવસ્થામાં જ મશગૂલ રહે છે અને ધનાદિ કમાવવામાં પેાતાના ધર્માંકને પણ ભૂલી જાય છે. જો ભણેલા માલુસે પણુ આત્મધર્મને ન સમજે તે તેમનું ભણુતર શા કામમાં આવવાનું ? સાચી વિજ્ઞા તે તે જ છે કે જેનાં દ્વારા મનુષ્ય બંધનથી મુક્ત થાય. પરાધીનતાના બંધનમાંથી જે મુક્ત કરે તે જ વિદ્યા છે. શિક્ષાનું સાચું ફળ તે। આત્માને ઉન્નત બનાવવામાં તથા એકાગ્રતા અને નિરુદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવામાં રહેલું છે. જો ચંચળ ચિત્તને નિરાધ કરવામાં શિક્ષાને સદુપયોગ કરવામાં આવે તો તો ઠીક છે નહિ તેા પછી શિક્ષાને। અર્થ પણ કાંઈ સરતા નથી.
મનુષ્ય તથા પશુ વચ્ચેનું અંતર તા સ્પષ્ટ જોવામાં આવે છે પરંતુ કાઇવાર મનુષ્ય પશુથી પણ વધારે પતિત બની જાય છે. જો કાષ્ટ મનુષ્ય કેવળ ખાવા-પીવામાં જ રચ્યેપચ્યા રહે અને ધર્મકાર્ય જરાપણું ન કરે તે તે મનુષ્ય પશુથી પણ વધારે પતિત છે એમ
કહી શકાય.
કેટલાક લેાકા એમ કહે છે કે, અમે મિષ્ટ તથા વિશિષ્ટ ભેાજન કરીએ છીએ એ કારણે અમે મનુષ્ય છીએ ! આ પ્રશ્નના ઉત્તરમાં એજ જણાવવાનું કે, પશુ પણુ ભેજન તેા કરે છે પરંતુ તેમનામાં સારા–નરસાને વિવેક હાતા નથી. મનુષ્યસમાજમાં વિવેક્ઝાન હાવાને કારણે જ તે પશુએ તથા પક્ષીઓથી ચડિયાતા છે. મનુષ્યા. મિષ્ટ તથા વિશિષ્ટ ભાજન કરીને ફુલાય છે, પરંતુ જે ભેાજન કરીને તેએ ફુલાય છે તે ભેાજનને નિર્માણુ કરવાનું વિજ્ઞાન તેમનામાં નથી. મધમાખીઓમાં મધ પેદા કરવાનું જે વિજ્ઞાન છે તે વિજ્ઞાન મનુષ્યમાં નથી. મધમાખીઓ પ્રત્યેક ફુલમાંથી સુગંધી રસ લઇને જેવું મધ તૈયાર કરે છે તેવું મધ શું કાઈ મનુષ્ય તૈયાર કરી શકે એમ છે? મધ-માખીઓ મધને બનાવવાનું પણ જાણે છે અને મધના સંગ્રહ કેવી રીતે કરવા તે પણ જાણે છે. સર્વ પ્રથમ તે। મધમાખીઓ મધપૂડા બનાવે છે અને તે મધપૂડામાં સમાન ખાનાં બનાવી તેમાં ચેડું મીણુ લગાવે અને તેમાં મધ ભરે છે. મધમાખીઓમાં આ જે કલા છે તે કલા મનુષ્યના વિજ્ઞાનને પણ શરમાવે એવી છે. મધમાખીએ કુશળ કારીગરની માફક મધપૂડા બનાવવામાં કલાના ઉપયાગ કરે છે અને પેાતાની કુશળ કારીગીરીને પરિચય આપે છે. વળી મધમાખીએ સંપપૂર્વ કામ કરે છે. તેમની કાર્યવ્યવસ્થા પણ બહુ સુંદર હેાય છે. મધમાખીઓની એકતા, સુધડતા કાર્યવ્યવસ્થા, તન્મયતા આદિ ગુણા માનવસમાજે મધમાખીએ પાસેથી શીખવાનાં છે.
કહેવાના આશય એ છે કે, મનુષ્ય પ્રત્યેક કામ વિવેકપૂર્વક કરવું જોઇએ. જે મનુષ્યા વિવેકજ્ઞાનને કામમાં ન લેતાં કેવળ ખાવા–પીવામાં, નાટક-ચેટક જોવામાં તથા સાંસારિક સુખા માણવામાં જ પેાતાના જીવનની પ્રતિશ્રી સમજે છે તે મનુષ્યા તથા પશુઓમાં કાં અંતર નથી. મનુષ્યા તથા પશુઓમાં ધર્મને કારણે તથા વિવેકજ્ઞાનને કારણે જ અંતર રહેલું છે. જો મનુષ્યેામાં વિવેકજ્ઞાન ન હોય અને ધર્મબુદ્ધિ ન હેાય તે તેમનામાં તથા પશુઓમાં કાંઈ અંતર નથી. વિવેકહીન મનુષ્ય કરતાં તેા મધમાખીએ ચતુર છે,