SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી - જેનામાં રાગદ્વેષને કારણે ચંચલતા રહે છે અને જેનામાં રજોગુણની પ્રધાનતા રહે છે તેનામાં ક્ષિપ્તવૃત્તિ હોય છે, જે ઉપરથી તો શાન્ત જણાય છે પરંતુ વાસ્તવમાં શાન્ત નથી તે મૂઢ છે. આ પ્રમાણે જેનામાં આલસ્ય, નિદ્રા આદિની તથા તમોગુણની પ્રધાનતા રહે છે તેનામાં મૂઠવૃત્તિ હોય છે. જે અવસ્થામાં સત્ત્વગુણને પ્રકાશ તો હોય, પરંતુ તે પ્રકાશ ઉપર રજોગુણ તથા તમે ગુણની છાયા વારંવાર આવતી હોય તે વિક્ષિપ્તાવસ્થા છે. આ પ્રમાણેની ક્ષિપ્તવૃત્તિ, મૂઢવૃત્તિ તથા વિક્ષિપ્તવૃત્તિ આ ત્રણ વૃત્તિઓ દ્વારા આત્માનો વિકાસ થતું નથી. આત્માને વિકાસ કરવા માટે તે આત્માએ એકાગ્રવૃત્તિ તથા નિરાધવૃત્તિને કેળવવાની જરૂર રહે છે. એકાગ્રવૃત્તિ કેવી હોય છે એને માટે દીપકનું ઉદાહરણ આપવામાં આવે છે. નિશ્ચલ દીપકની શિખા સ્થિર હોવાને કારણે ટગમગતી જણાતી નથી. પરંતુ તે શિખા પ્રકાશની દષ્ટિએ સ્થિર દેખાય છે, પણ પુદ્દગલની દષ્ટિએ તે તે અસ્થિર છે. અને તે શિખાનાં પરમાણુઓ હમેશાં બદલતાં રહે છે. દીપકમાં રહેલું તેલ બળી જાય છે એ જ શિખા બદલતી રહે છે એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્ઞાનીજનો કહે છે કે, એકાગ્રાવસ્થામાં શિખાની માફક સ્થિરતા જણાય છે, પરંતુ વાસ્તવમાં તે અવસ્થામાં પણ છેડી ચંચલતા હોય જ છે. એકાગ્રાવસ્થામાં જે ડીઘણી ચંચલતા રહે છે તે ચંચલતા નિધવૃત્તિથી જ દૂર થઈ શકે છે. નિરાધવૃત્તિમાં સમાધિભાવ રહે છે. આ પ્રમાણે એકાગ્રવૃત્તિ તથા નિરાધવૃત્તિ આત્માનેનિશ્ચલ બનાવે છે, અને તે બે વૃત્તિઓ દ્વારા મન, વચન તથા કાયાને વ્યાપાર બંધ કરવામાં આવે છે ત્યારે જ આત્મા સમાધિભાવને પામી શકે છે. - તેરમા ગુણસ્થાન સુધી તે એકાગ્રવૃત્તિ રહે છે. પાંચમી નિરુદ્ધાવસ્થા અથવા નિરાધવૃત્તિ ચૌદમા ગુણસ્થાનમાં પહોંચ્યા બાદ આવે છે. આ વૃત્તિ થડા વખત સુધી જ રહે છે. શ્રી ભગવતી સૂત્ર તથા ઉવવાઈ સૂત્રમાં ધર્મધ્યાન તથા શુક્લધ્યાનના નામે આ વિષે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. કહેવાનો આશય એ છે કે, જ્યારે આત્મા પિતાને ગુણવિકાસ સાધી તેરમાં ગુણસ્થાનમાંથી ચૌદમાં ગુણસ્થાને પહોંચે છે તે અવસ્થામાં જે આત્મા મન, વચન તથા કાયાના યોગને ત્યાગ કરી દે તે આત્માને શો લાભ થાય એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, યોગને ત્યાગ કરવાથી જીવાત્મા અયોગી થાય છે, અને અમેગી થયા બાદ તે પુરાણાં કર્મોને નાશ કરે છે અને નવાં કર્મોને બાંધતો નથી. આ પ્રમાણે જ્યારે આત્મા અગી બને છે ત્યારે ઇપથિકા ક્રિયા દ્વારા લાગનારાં કર્મો પણ બંધ થઈ જાય છે અને ભપગ્રાહી ચાર કર્મે અર્થાત આયુકર્મ, નામકર્મ, ગોત્રકમ તથા અન્તરાય કર્મ પણ નષ્ટ થઈ જાય છે, અને છેવટે આ ભપગ્રાહી ચાર કર્મો નષ્ટ થતાં જ આત્મા સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થઈ જાય છે. આ તો ગનિષેધ અથવા યોગને ત્યાગ કરવાથી શો લાભ થાય છે એ વિષે વાત થઈ. પરંતુ આ ઉપરથી આપણે શું કરવું જોઈએ તે વિષે પણ વિચાર કરે આવશ્યક છે. ગને નિરોધ કરવાની શક્તિ ન હોયતો ક્ષિપ્તવૃત્તિ, મૂઢવૃત્તિ તથા વિક્ષિપ્તવૃત્તિને તો દૂર કરવાને ક્રમશઃ અભ્યાસ કરવો જોઈએ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy