________________
*
*
ચાતુર્માસ ]
સમ્યકત્વ પરાક્રમ–૩૭ મે બોલ
[ ૧૧૭
ચાલ્યા આવ્યો છે. જેમકે નદીને ધારાપ્રવાહ ચાલી રહ્યો છે. આ જલધારામાં પાણું બદ્ધ થઈને રહેતું નથી પરંતુ બદલતું રહે છે. છતાં ઉપર-નીચે પાણી આવતું-જતું હોવાને કારણે ધારાપ્રવાહ તૂટી જતો નથી. આ જ પ્રમાણે કર્મો પણ આવતાં-જતાં હોવાને કારણે કર્મોને ધારાપ્રવાહ તૂટતો નથી અને તે જ કારણે કર્મોને અનાદિ કહેવામાં આવે છે. પણ વાસ્તવમાં તે કર્મો અનાદિ દેતાં નથી, પણ કર્મોને ધારાપ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે. જે કર્મોના આ ધારાપ્રવાહને ચાલતો બંધ કરવામાં આવે, તે કર્મોનું આગમન પણ અટકી જાય છે. જે પ્રમાણે નદીનાં ઉપરથી આવતાં પાણીને અટકાવવામાં આવે તે નદીને ધારાપ્રવાહ બંધ થઈ જાય છે તે જ પ્રમાણે જે કર્મોને આવતાં અટકાવવામાં આવે તે કર્મોને ધારાવાહિક પ્રવાહ પણ બંધ થઈ જાય અને કર્મો પણ ક્ષીણ થઈ જાય. આ પ્રમાણે કર્મોના આશ્રવને બંધ કરવાથી કર્મોને ધારાપ્રવાહ પણ બંધ થઈ જાય અને પછી કર્મોને અંત થવાને કારણે જીવાત્મા પણ કર્મ રહિત થઈ જાય છે.
સામાં કહે છે કે, કર્મ-પ્રવાહને આવતો રોકી દેવાથી જીવ કમરહિત બની જાય છે. જીવાત્માને કમરહિત બનાવવા માટે મિથ્યાત્વને સમ્યક્ત્વારા અટકાવવાની આવશ્યકતા છે. અવ્રતને વ્રત–પ્રત્યાખ્યાનદ્વારા અટકાવવાની આવશ્યકતા છે. આ જ પ્રમાણે પ્રમાદને અપ્રમાદથી તથા કપાયને ક્ષમાદિદ્વારા અટકાવવાની આવશ્યકતા છે. કાયાને આવતાં અટકાવ્યાં એટલે પછી યોગ જ બાકી રહે છે, આ યોગને નિરોધ કરવાથી જીવકર્મરહિત બની જાય છે.
આજે તે તાત્વિજ્ઞાનની બહુ જ ઊણપ જોવામાં આવે છે. જીવનમાં તાત્વિક જ્ઞાનની પણ ખાસ જરૂર છે. આજે તે ઘણા લોકોને ચૌદ ગુણસ્થાનનાં નામ સુદ્ધાં પણ આવડતાં નથી. પણ જીવ અને કર્મને સંબંધ જાણવા માટે તથા જીવને કર્મબંધનથી મુક્ત કરવા માટે તાત્ત્વિક જ્ઞાનને સમજવાની તથા તે જ્ઞાનને જીવનમાં સક્રિય રૂપ આપવાની અતિ આવશ્યકતા છે.
જીવને કમરહિત બનાવવા માટે કષાયને સર્વથા ક્ષય કરે આવશ્યક છે. પરંતુ કપાયને સંપૂર્ણ ક્ષય તે બારમાં ગુણસ્થાને થાય છે, અને કષાને સંપૂર્ણ ક્ષય થયા બાદ જીવાત્મા તેરમાં ગુણસ્થાનમાં જાય છે. બારમા ગુણસ્થાનની સ્થિતિ અન્તર્મુહૂર્તની છે અને તેરમાં ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વમાં ડી. ઓછી છે. આ તેરમા ગુણસ્થાને પહોંચવા છતાં પણ યોગ તે બાકી રહે છે. એટલા માટે યોગના પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, જે જીવ વેગને ત્યાગ કરે છે તે અગી થાય છે. જીવ અગી થયા બાદ નવાં કર્મોને બાંધતો નથી અને પુરાણાં કર્મોને નાશ કરે છે.
યોગના ત્યાગ વિષે વિચાર કરીએ તે પહેલાં વેગ એટલે શું અને યોગને ત્યાગ કરવો શા માટે આવશ્યક છે? એ વિષે સર્વપ્રથમ વિચાર કરવો આવશ્યક છે.
શાસ્ત્રીય ભાષામાં વામનઃ ઃ ચો: અર્થાત મન, વચન તથા કાયાના વ્યાપારને વેગ કહેવામાં આવે છે. યોગ શબ્દ યુગ યોને ધાતુમાંથી નિષ્પન્ન થયેલ છે. આ યોગનાં પાંચ પ્રકારે ગ્રન્થમાં બતાવવામાં આવેલ છે. ક્ષિપ્તવૃત્તિ, મૂઢવૃત્તિ, વિક્ષિપ્તવૃત્તિ, એકાગ્રવૃત્તિ અને નિરાધવૃત્તિ આ બેગનાં પાંચ પ્રકારે છે.