SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ પરંતુ વસ્તુને લાભ તે જ વ્યક્તિ લઈ શકે છે કે જે સમીપમાં રહે છે. જે સમીપમાં રહેતું નથી તે વસ્તુને યથેષ્ટ લાભ પણ લઈ શકતો નથી. ઉદાહરણ તરીકે ઘડીયાળ જે કે યન્ટના બળે ચાલે છે પરંતુ ઘડીઆળ કાંઈ યન્ત્રોના કામમાં આવતી નથી. ઘડીયાળને ઉપયોગ બધા લેકે કરી શકે છે. પરંતુ ઘડીયાળનો યથેષ્ટ લાભ તે તે જ વ્યક્તિ લઈ શકે છે કે જે ઘડીઆળને પોતાની પાસે રાખે છે અથવા ઘડીયાળની સમીપ જાય છે. આ જ પ્રમાણે ભગવાન મલ્લિનાથ જન્મ બધાં જગજજીવોના કલ્યાણ માટે થયે હતું, છતાં તે છ રાજાઓ તેમની સમીપમાં હોવાથી સર્વ પ્રથમ તેમનું કલ્યાણ થયું. ભગવાને તે છે રાજાએને આત્મોદ્ધાર કરી જગજોને કલ્યાણનો માર્ગ બતાવી દીધું છે અને પ્રત્યેક જીવને કલ્યાણના માર્ગે જ ચાલવાની પ્રેરણા આપી છે. એ કલ્યાણમાર્ગ કયો છે તે વાત હવે શાનઠારા સમજાવું છું – સમ્યક્ત્વ પરાક્રમ-બેલ સાડત્રીસ જીવાત્માનો ગુણવિકાસ ક્રમશ: થતા હોવાને કારણે શાસ્ત્રનું વર્ણન પણ ક્રમશઃ કરવામાં આવે છે. જ્યારે આત્મા પિતાને ગુણવિકાસ કરી તેમાં ગુણસ્થાન સુધી પહોંચી જાય છે, ત્યારે આત્મામાં કષાયભાવ તે રહેતા નથી પરંતુ યોગ તે રહે છે. ઈર્યાપથિકા કિયા તેરમા ગુણસ્થાનમાં પણ હોય છે. જો કે આ ક્રિયા સૂક્ષ્મ હોય છે. એટલે હવે જે યોગ તેરમા ગુણસ્થાનમાં પણ રહે છે તે યોગ શું છે? અને તે ગમે ત્યાગ કરવાથી જીવાત્માને શે લાભ થાય છે? એ વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે – સાડત્રીસમો બોલ (३७) जोगपच्चक्खाणेणं भन्ते जीवे किं अणयइ? અર્થાત–હે ભગવાન! વેગ (મન, વચન તથા કાયાના વ્યાપાર) ને ત્યાગ કરવાથી જીવને શું લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે – जोगपच्चक्खाणेणं अजोगत्ते जणयइ, अजोगी गं जीवे नवं कम्मं न बन्धइ, पुव्वबद्धं निजरेइ ॥ ३७॥ અર્થાત–યોગને ત્યાગ કરવાથી જીવ અયોગી (મન, વચન તથા કાયાના વ્યાપારથી રહિત) થાય છે અને તેવો અગી જીવ ખરેખર કર્મ બાંધતા નથી અને પૂર્વે બાંધેલું હોય તેને સર્વથા દૂર કરે છે. આ સારગર્ભિત સૂત્ર વિષે વિચાર કરીએ તે પહેલાં જીવ અને કર્મને શો સંબંધ છે અને એ સંબંધને વિચ્છેદ કરી છવ કર્મરહિત કેવીરીતે થઈ શકે છે એ વિષે સર્વપ્રથમ વિચાર કરવો આવશ્યક છે; કારણ કે કર્મબંધનું પ્રધાન કારણ ગ છે. કેટલોક લકે કહે છે કે, જ્યારે જીવ અને કર્મને સંબંધ અનાદિકાળથી છે તે પછી છવે કર્મબંધનથી વિમુક્ત કેવી રીતે થઈ શકે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, કર્મો અનાદિથી નથી, પરંતુ તે કર્મો બદલતાં જતાં હોવા છતાં કર્મોને ધારાવાહિક પ્રવાહ અનાદિકાળથી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy