SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ . * * * * * * * * * * * = * = = = = ચાતુર્માસ] પ્રાર્થના વિચાર [ ૧૧૫ જે પ્રમાણે સાધુઓ માટે સમાનભાવ રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે તે જ પ્રમાણે શ્રમણે પાસકેએ પણ આ ઉપદેશને જીવનમાં ઉતારવાનું છે. કહેવાનો આશય એ છે કે, શ્રમણપાસકેએ પણ શ્રમણની માફક સુખ તથા દુઃખમાં, લાભ તથા અલાભમાં તથા નિંદા અને પ્રશંસામાં સમાનભાવ–સમવૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો જોઈએ. સમવૃત્તિ એ તો કષાય-વિજયની ચાવી છે. સામાયિક આદિ આવશ્યકે પણ કષાય ઉપર વિજય મેળવવા માટે જ પ્રતિદિને કરવામાં આવે છે. તમે શ્રમણે પાસક છે અર્થાત સમભાવના ઉપાસક છો. એટલા માટે સમાનભાવને કેળવવાને અભ્યાસ કરે અને કષાયને જિતવાને પ્રયત્ન કરે તો તેમાં તમારું કલ્યાણ જ રહેલું છે. કષાયને જિતવાથી વીતરાગભાવ પ્રગટ થાય છે. વીતરાગ માર્ગ એ જિન ભગવાનને માર્ગ છે. જેનો અર્થ પણ વિજેતા થાય છે. જે રાગદ્વેષ તથા કષાય ઉપર વિજય મેળવે છે તે જ સાચે જેન છે અને તે જ સાચે વીતરાગના માર્ગે ચાલનારે છે. નામથી જૈન છો, તે હવે કામથી જેન બનો. જે મનુષ્યના જીવનમાં સાચું જૈનત્વ પ્રગટે છે તે પિતાના કષાયયુક્ત જીવનને કષાયરહિત બનાવે છે અને પછી સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થાય છે. કષાયો ઉપર વિજય મેળવવો એમાં જ સાચું જૈનત્વ રહેલું છે. પ્રત્યેક જેનોમાં સાચું જૈનત્વ પ્રગટે તે નજીવન સફળ થયા વિના રહે જ નહિ. જૈન-જીવન જીવવામાં હમેશાં કલ્યાણ જ રહેલું છે. વ્યાખ્યાન : સંવત ૧૯૯૪ શ્રાવણ વદી ૨ શનિવાર પ્રાર્થના મલિલ જિન બાલ બ્રહ્મચારી, “કુંભ” પિતા પરભાવતિ' મૈયા તિનકી કુમારી, મલિલ જિન બાલ બ્રહ્મચારી. -વિનયચંદ્રજી ભટ વીશ શ્રી મલ્લિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. જો કે પ્રત્યેક તીર્થંકરની પ્રાર્થના ભિન્ન ભિન્ન કડીઓમાં કરવામાં આવી છે પરંતુ એ બધી કડીઓમાં કહેવામાં આવેલી વાત તો એક જ છે. જે પ્રમાણે કઈ માળાના મણકાઓ ભિન્ન ભિન્ન હોવા છતાં એ મણકાઓને એક સૂત્રમાં રાખનાર તથા માળાને અખંડ રાખનાર તે મણકાઓની વચ્ચે રહેલે દેરે જ છે, તે જ પ્રમાણે પ્રાર્થનાની કડીઓ ભલે ભિન્ન ભિન્ન હોવા છતાં તે કડીઓમાં રહેલે ભાવ તો એક જ છે. એટલા માટે આપણે કડીઓની ભિન્નતા ઉપર વિચાર ન કરતાં પ્રાર્થનાને ભાવાર્થ શો છે તે વિષે જ વિચાર કરવો જોઈએ. ભગવાન મલ્લિનાથની પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, તેમણે છ રાજાઓને સબંધ આપી સન્માર્ગે ચડાવ્યા હતા. જે કે ભગવાન તે છ રાજાઓનું જ કલ્યાણ કરવા માટે જમ્યા ન હતા, પણ જગજજીવોનું કલ્યાણ કરવા માટે તેમણે જીવન સમર્પણ કરી દીધું હતું.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy