________________
૧૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ માણી
આ તે। શાસ્ત્રની વાત કહી પરંતુ ઈતિહાસમાં પણ આવાં ઉલ્લેખા જોવામાં તથા જાણવામાં આવે છે. ઉદયપુરના પૃથ્વીરાજજી તથા તેમના કાકા સૂરજમલજી આખા દિવસ તા એક બીજા સાથે યુદ્ધ ખેલતા હતા, અને સાંજે બન્ને જણા એક જ જગ્યાએ ખેસી સાથે ભાજન કરતા હતા અને ત્યારબાદ એકબીજાને લાગેલાં ધાવા ઉપર મલમપટ્ટી બાંધતા હતા. પરંતુ આજે તે લેાકેાનાં મન એટલાં બધાં સંકુચિત તથા મલિન બની ગયાં છે કે સામાન્ય વાતમાં પણ કલેશ-કંકાશ કરવા લાગી જાય છે.
કષાય જિતવાને સરળ માર્ગ એ છે કે, વૈરીને પણ પોતાના હિતૈષી માનવા. શત્રુ પણ મિત્ર તરીકે આપણા ઉપર ઉપકાર કરે છે એમ માની તેના પ્રત્યે સદ્દભાવ પ્રકટ કરવા જોઇએ. જે પ્રમાણે કાઈ માણસ પોતાના પગમાં ખૂંચી ગયેલા કાંટાને બહાર કાઢવા માટે સુખ ભાંકે છે, અથવા કાઈ ડાકટર આપરેશન કરે છે, તે શું તમે તેમના ઉપર નારાજ થશે।! નહિ. ઉલટા ડૉકટર તમારું હિત કરે છે એમ માને છે. જે પ્રમાણે ડૅાકટર તમને પીડા આપવા છતાં તમારું હિત કરવાને કારણે તમે તેમને તમારા હિતૈષી માતા છે, તે જ પ્રમાણે તમારા વૈરી પણ તમારું હિત કરે છે એમ માને અને તે વૈરી પ્રત્યે પણ વૈરભાવ ન રાખેા તે! તમે અવશ્ય કષાયને જીતી શકશેા, અને કષાય ઉપર વિજય મેળવી આત્મકલ્યાણુ પણ સાધી શકશેા. કષાયને જિતવાથી શા લાભ થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે સ્પષ્ટ જ કહ્યું છે કે, કષાયને જિતવાથી જીવાત્મા વીતરાગભાવને પામે છે. એટલા માટે કષાયને જે જેટલા પ્રમાણમાં જિતે છે તે તેટલા પ્રમાણમાં વીતરાગભાવને પામે છે. કષાયને વિવેકપૂર્વક જિતવામાં આવે તેા જ ફલપ્રાપ્તિ થાય છે. કષાયને જિતવાના બહાના નીચે જીવનમાં કાયરતા આવી ન જાય તેની સતત જાગ્રુતિ રાખવી જોઈએ. જે કાયર હાય છે તે કષાયને જીતી પણ શકતા નથી. · કમજોર ઔર ગુસ્સા બહેાત' એ લકાકિત તેા પ્રસિદ્ધ જ છે. શક્તિ હાવા છતાં ક્ષમા ધારણ કરવી એમાં જ વીરતા રહેલી છે. શક્તિહીન ક્ષમા કાયરતાનું રૂપ ધારણ કરે છે. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કેઃ—વાળ રિલ્સ લના મુસ્લ। અર્થાત્—દરિદ્રાવસ્થામાં આપવામાં આવેલા દાનની અને પ્રભુતા હેાવા છતાં આપવામાં આવેલી ક્ષમાની વિશેષતા છે. અશક્તિ હાવાથી ચૂપ બેસી રહેવું એમાં કષાયને જિતવાપણું કાંઈ નથી. અશક્તિને કારણે ક્રોધને દાખી રાખવા અને મનમાં ને મનમાં દુર્ભાવ તથા ખાટાં સંકલ્પ વિકલ્પ કરવાં એ કષાયને જિતવાના સાચા માર્ગ નથી.
કેટલાક લાકા કષાયને ન જીતવા છતાં એમ કહે છે કે અમેાએ કષાયને જીતી લીધે અને એટલા માટે અમારામાં વીતરાગભાવ છે. આ પ્રમાણે કહેનારાઓની પરીક્ષા કરવા માટે શાસ્ત્રમાં એક યુક્તિ બતાવવામાં આવી છે અને તે યુક્તિ એ છે કે, જેઓએ કષાય ઉપર વિજય મેળવ્યા હાય છે તેમને માટે સુખ તથા દુઃખ સમાન જ થઈ પડે છે, કષાયવિજયીના ધર્મ બતાવતાં મૃગામાતાએ મૃગાપુત્રને કહ્યું હતું કેઃ— लाभालामं सुहं दुहं जीवियं मरणं तहा ।
समं निन्दा - पसंसासु तहा माणावमाणओ ॥ उ० १९ અર્થાત્—લાભ—અલાભ, સુખદુઃખ, જીવન-મરણુ, નિન્દા–પ્રશંસા તથા માન–અપમાન વગેરેમાં જે સમભાવ રાખે છે તેજ સાચા કષાયવિજયી મુનિ છે,