________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-૩૬ મો બોલ
[ ૧૧૩ ક્ષત્રિયપુત્રની માતા સાચી ક્ષત્રિયાણી હતી. તેનું હૃદય તુચ્છ નહિ પણ વિશાળ હતું. માતાએ પુત્રને કહ્યું કે, બેટા ! હવે એને શત્રુ નહિ પણ ભાઈ માન.
જ્યારે તે શરણે આવેલ છે ત્યારે શરણાગતની પાસેથી બદલે લેવો સર્વથા અનુચિત છે. જે શરણે આવેલ છે તે ભલે ગમે તેટલે અપરાધી હોય, છતાં ભાઈ સમાન જ છે. એટલા માટે હવે તે તારો શત્રુ નહિ પણ ભાઈ જ છે. હું હમણાં ભોજન બનાવું છું અને તમે બન્ને ભાઈઓ સાથે બેસીને આનંદપૂર્વક જમે. તમે સગા ભાઈની માફક સાથે જમે અને પ્રેમપૂર્વક રહો. હું એજ જેવા ચાહું છું
માતાનું કથન સાંભળી પુત્રે કહ્યું કે, માતાજી! તમે પિતૃહા શત્રુને પણ ભાઈ બનાવવાનું કહે છે તે તો ઠીક છે, પરંતુ મારા હૃદયમાં જે કોધાગ્નિ બળી રહ્યો છે તેને હું કેવી રીતે પાન્ત કયું?
માતાએ ઉત્તર આપ્યો કે, પુત્ર ! કોઈ મનુષ્ય ઉપર ક્રોધ ઉતારીને ધને શાન્ત કરે એમાં કાંઈ વીરતા નથી, પણ ક્રોધ ઉપર ક્રોધને ઉતારીને કોપને શાન કરે અને ક્રોધ ઉપર વિજય કરે એમાં જ સાચી વીરતા છે. ભગવાન મહાવીરે તેણે કહ્યું છે કે, ૩વસમેન #ોટું અર્થાત ઉપશમ–શાન્તિથી કોધને જીતવો જોઈએ. આજ પ્રમાણે બૌદ્ધ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે –
नहि वेरेण वेराणि समन्तीध कुदाचन ।
અરજી વેfr ga ઘ તત્તનો છે –ધમ્મપદ અર્થાત–આ જગતમાં વૈરથી વૈર કદાપિ શાન્ત થતું નથી. અવૈર–પ્રેમથી જ વૈર શાન્ત થાય છે. પ્રેમથી વૈરને શાન્ત કરવું એજ સનાતન ધર્મ છે.
ક્રોધને શાન્તિથી-ક્ષમાથી શાન્ત કરવો એમાં જ ખરી ખૂબી છે. ક્રોધ એ ભયંકર શત્રુ છે. આ ભયંકર શત્રુને પ્રેમથી-ક્ષમાથી છતો એમાં જ સાચી વીરતા છે. નમીરાજે પણ ઇન્દ્રને કહ્યું હતું કે
जो सहस्सं सहस्साणं संगामे दुजए जये।
एगो जयेज अप्पाणं एस हु परमो जयो ॥ उ० ९ ભાવાર્થ એ છે કે, જે મનુષ્ય ક્રોધને અધથી જીતે છે તે જ સાચે વીર છે. આ જ પ્રમાણે જે મનુષ્ય કક્ષાય ઉપર વિજય મેળવે છે તે જ સાચે વીર છે. કષાય ઉપર વિજય મેળવવો એમાં જ વીરતા રહેલી છે.
માતાની આજ્ઞા માની પુત્ર પ્રસન્ન થતો પિતાના પિતહન્તા યાત્રુને પણ હદયથી બેટો અને સગાભાઇની માફક બન્ને જણાએ સાથે ભોજન કર્યું.
કહેવાનો આશય એ છે કે, જે સ્થાન કષાય ઉત્પન્ન કરવાનું છે, તે જ સ્થાન પામ જિતવાનું પણ છે. જેઓ શત્રુઓને પણ પોતાના મિત્ર બનાવી લે છે તેઓ વાસ્તવમાં વીર છે. સાચી વીરતા તે એમાં જ છે કે ક્રોધને ક્રોધ-શાન્તિ-ક્ષમાથી જિતવામાં આવે અને લાગુઓને પણ મિત્ર બનાવવામાં આવે. જ્યારે શત્રુતા પણ મિત્રતારૂપે પરિણિત થઈ જતી હશે ત્યારે કેટલે આનંદ આવતા હશે !
૧૫
,