________________
૧૧૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
મોરબી
તે વિચારવા લાગ્યો કે, આજે માતા મારી પરાક્રમકથા સાંભળીને જરૂર પ્રસન્ન થશે. ઘેર આવી તે ક્ષત્રિયપુત્ર સીધે માતાને પ્રણામ કરવા અને શુભાશીર્વાદ લેવા ગયે. પરંતુ તે માતા પાસે ગયે તો તેણે જોયું કે માતા તો રુષ્ઠ થઈને વિમુખ કરીને બેઠી છે. માતાને પુષ્ઠ તથા કુદ્ધ થએલી જેઈને પુત્ર વિચારવા લાગ્યું કે, મારાથી એવો છે અપરાધ થયો છે કે જેને કારણે માતા આજે ૩૪ તથા કુદ્ધ થએલી છે? આજકાલના પુત્રે તો મનફાવ્યું તે માતાને કહી સંભળાવી દેત, પરંતુ તે ક્ષત્રિયપુત્રને તો પહેલેથી જ વિચિત શિક્ષા આપવામાં આવી હતી કે – * મારો મારા પિતા મવા માર્યો મા
અર્થાત–માતા દેવતુલ્ય છે, પિતા દેવતુલ્ય છે તથા આચાર્ય દેવતુલ્ય છે. એટલા માટે માતા, પિતા તથા આચાર્યની આજ્ઞાની અવજ્ઞા કરવી ન જોઈએ. . આવી સલ્શિક્ષા મળવાને કારણે ક્ષત્રિયપુત્રે નમ્રતાપૂર્વક માતાને કહ્યું કે, માતુશ્રી ! મારાથી એ શે અપરાધ થયો છે કે જેને કારણે તમે મારી ઉપર આટલા બધા કુદ્ધ થએલા છો! મારાથી જે અપરાધ થયો હોય તે મને જણાવો કે જેથી તે અપરાધની હું આપની પાસે ક્ષમા માંગી શકું.
માતાએ ક્ષત્રિયપુત્રને કહ્યું કે, જેને પિતૃહન્તા શત્રુ જીવિત હય, તેણે જે બીજા શત્રુને છો તે તેથી શું થયું ? ક્ષત્રિયપુત્રે આશ્ચર્યચકિત થઈ પૂછયું કે, શું મારા પિતાને મારનાર શત્રુ હજીસુધી જીવિત છે? માતાએ ઉત્તર આપ્યો કે, હા, તે શત્રુ હજી જીવિત છે. પુત્ર કહ્યું કે, જો શત્રુ જીવિત છે તો અત્યારસુધી તે વાત મને શામાટે ન કહી? માતાએ કહ્યું કે, હું તારામાં પરાક્રમ કેટલું છે તેની તપાસ કરી રહી હતી. હવે મને ખાત્રી થઈ છે કે, તું વીરપુત્ર છે. તું જ્યારે બીજા શત્રુને પરાસ્ત કરી શકે છે તે તારા પિતાને મારનાર શત્રુને પણ પરાસ્ત કરી શકીશ એવી મને ખાત્રી થઈ છે. તારું શક્તિસામર્થ જોયા વિના હું તને શત્રુ સાથે બાથ ભીડવાનું કેવી રીતે કહી શકું?
ક્ષત્રિયપુત્ર, માતાનું કથન સાંભળી ઉત્તેજિત થઈ કહેવા લાગે કે, માતાજી! હું હમણાં જ શત્રુને પરાજિત કરવા જાઉં છું. મારા પિતાનું વૈર વાળ્યા વિના હું પાછો આવવાને નથી. આ પ્રમાણે કહી તે ચાલતો થયો. . આ બાજુ ક્ષત્રિયપુત્રના પિતાની હત્યા કરનાર ક્ષત્રિયે સાંભળ્યું કે, જેને મેં મારી નાંખ્યો છે તેનો વીર ક્ષત્રિયપુત્ર કુદ્ધ થઈને પિતાના પિતાનું વૈર વાળવા માટે મારી સાથે લડવા આવી રહ્યો છે. આ સાંભળી તે ક્ષત્રિયે વિચાર કર્યો કે ક્ષત્રિયપુત્ર વીર છે એટલાં માટે હું તેને શરણે ચાલ્યા જાવું એમાં જ મારું કલ્યાણ છે. આ પ્રમાણે વિચાર કરી તે ક્ષત્રિયપુત્રની સામે ગયે અને તેને અધીન થઈ ગયો. ક્ષત્રિયપુત્ર તે પિતૃદન્તા શગુને લઈને પિતાની મા પાસે આવ્યો અને માતાને કહેવા લાગ્યો કે, આ ક્ષત્રિયે જ મારા પિતાશ્રીની હત્યા કરી છે. હવે તેને પકડીને તમારી સમક્ષ લાવ્યો છું. આપ કહે તે પ્રમાણે તેને દંડ આપું. માતાએ પુત્રને કહ્યું કે, એ શત્રુને જ પૂછી જો કે તારા અપરાધને તને શો દંડ આપવો જોઈએ? પુત્રે શત્રુને પૂછયું કે, મારા પિતાના વૈરને બદલે તારી પાસેથી કેવી રીતે લઉં? શત્રુએ જવાબ આપ્યો કે, તમે તમારા પિતાના વૈરને બદલે તેવી જ રીતે લો કે જેવી રીતે શરણે આવેલા માણસ પાસેથી બદલો લેવામાં આવે છે. -