________________
ચાતુર્માસ] સમ્યકત્વ પરાક્રમ-૩૬ મો બોલ
[ ૧૧૧ કષાયની તીવ્રતાને કારણે જ નરકાદિ નીચ ગતિમાં જવું પડે છે. નરક બીજે ક્યાંયથી આવતું નથી, પરંતુ પિતાનાં પરિણામોમાં જ નરક છે. કેટલાક લેકે દુઃખ માથે પડશે હાય કરે છે પરંતુ જે દુઃખને કારણે હાયવોય કરવી પડે છે તે દુ:ખ કયાંથી અને કેવી રીતે આવ્યું તેનો વિચાર કરતા નથી. દુઃખ કાંઈ બહારથી આવ્યાં નથી તેમ બહારથી આવતાં પણ નથી. એ તો પોતાનાં જ મલિન પરિણામોમાંથી બહાર નીકળ્યાં છે. મલિન પરિણામોને ત્યાગ કરવો એ તો સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ છે અને મલિન પરિણામોને આધીન થવું એ તે સંસારને આધીન થવા બરાબર છે. એટલા માટે કષાયને વહેલી તકે ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વાતને પ્રત્યેક વ્યક્તિએ પિતાના હદયમાં કતરી રાખવી જોઈએ કે, “કષાયને કારણે જ આપણે સ્વતંત્ર આત્મા આજે પરતંત્ર બની રહ્યો છે. આત્માને સ્વતંત્ર બનાવવો હોય તો કષાય–શત્રુ ઉપર વિજય મેળવવો જોઈએ.'
જે સ્થાન અને કારણ કષાય ઉત્પન્ન કરવાનું હોય છે તે જ સ્થાન અને કારણ કષાય ઉપર વિજય મેળવવાનું પણ હોય છે. આ વાતને વિશેષ સ્પષ્ટ કરવા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આવેલું એક ઉદાહરણ તમને સંભળાવું છું – ૪
એકવાર એવો પ્રસંગ બન્યો કે, એક ક્ષત્રિયને બીજા ક્ષત્રિયે જાનથી મારી નાખે. મૃત્યુ પામેલા ક્ષત્રિયની પત્ની તે વખતે ગર્ભવતી હતી. તે ક્ષત્રિય પત્ની મનમાં વિચારવા લાગી કે, મારા પતિમાં થોડીઘણી કાયરતા હતી ત્યારે જ તેમનું અકાળ મૃત્યુ થયું. જે તેઓ વીર હેત તે તેમનું મૃત્યુ અકાળે ન થાત. ક્ષત્રિયપત્નીની આ વીરભાવનાને પ્રભાવ ગર્ભસ્થ પુત્ર ઉપર પડ્યો. આગળ જતાં આ જ ગર્ભસ્થ પુત્ર વીર ક્ષત્રિય બા.
માતા પિતાના બાળકને જેવા બનાવવા ચાહે તેવા બનાવી શકે છે. જે માતા ચાહે તે બાળકને વીર પણ બનાવી શકે છે અને કાયર બનાવવા ચાહે તો કાયર બનાવી શકે છે. સાધારણ રીતે સિંહનું બાળક સિંહ જ બને છે અને સૂવરનું બાળક સૂવર બને છે. તેઓમાં કઈ પ્રકારનું પરિવર્તન થતું નથી પરંતુ મનુષ્યને ઈચ્છાનુસાર વીર કે કાયર બનાવી શકાય છે.
ક્ષત્રિયપત્નીએ પિતાના બાળકને વીરચિત શિક્ષા આપીને વિરક્ષત્રિય બનાવ્યા. ક્ષત્રિમપુત્ર વીર હેવાને કારણે રાજાને કૃપાપાત્ર પણ બન્યો.
એક દિવસ રાજાએ ક્ષત્રિયપુત્રની વીરતાની પરીક્ષા લેવાને વિચાર કર્યો. રાજાએ વિચાર્યું કે શત્રુ ઉપર વિજય મેળવવા માટે ક્ષત્રિયપુત્રને મોકલવાથી એક સાથે બે કામની સિદ્ધિ થશે. એક તે શત્રુ કાબુમાં આવશે અને બીજું ક્ષત્રિયપુત્રની વીરતા કેવી છે તેની પરીક્ષા પણ થઈ જશે.
આ પ્રમાણે વિચાર કરી રાજાએ ક્ષત્રિયપુત્રને પિતાના શત્રુ ઉપર વિજય મેળવવા માટે સૈન્ય લઈને જવાની આજ્ઞા આપી. ક્ષત્રિયપુત્ર વીર હતો. તે તૈયાર થઈ શત્રુ ઉપર વિજય મેળવવા રવાના થશે. તેણે શત્રુ–સૈન્યને પિતાની વીરતાને પરિચય આપી પરાસ્ત કર્યું અને શત્રુરાજાને જીવિત જ કેદ કરીને રાજા સમક્ષ ઉપસ્થિત કર્યો. રાજા ક્ષત્રિયપુત્રનું પરાક્રમ જોઈ ઘણે જ પ્રસન્ન થયા અને વીરતા બતાવ્યાની કદર તરીકે તેને યોગ્ય પુરસ્કાર આપી સન્માન કર્યું. આખા ગામમાં ક્ષત્રિયપુત્રની વીરતાની પ્રશંસા થવા લાગી. જનતાએ પણ તેને સન્માન આપ્યું. ક્ષત્રિયપુત્ર પ્રસન્ન થતો પિતાના ઘેર જવા માટે નીકળ્યા. રસ્તામાં