________________
*
*
*
૧૧૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ મોરબી જે કષાયને ત્યાગ ન કરવા છતાં પણ સંજોગ, ઉપદ્ધિ તથા આહાર આદિને ત્યાગ સફળ થતો હોય તો પછી કેટલાક લોકો કુટુંબ-કલેશને કારણે ઘરનો ત્યાગ કરી દે છે તે શું તે લોકોને પણ સંભોગના ત્યાગી કહી શકાશે નહિ. આ પ્રમાણે કેટલાક લેકેની પાસે કઈ પ્રકારની ઉપદ્ધિ પણ હોતી નથી. જેમકે વન્ય પશુઓની પાસે કોઈ પ્રકારની ઉપદ્ધિ ન હેવાને કારણે શું તેઓને ઉપદ્ધિના ત્યાગી માની શકાય? અને તેમને સાધુઓની સમાનતામાં મૂકી વંદન-નમસ્કાર કરી શકાય ? નહિ. પશુઓ નિરુપધિ હોવા છતાં તેમને ઉપદ્ધિના ત્યાગી એટલા માટે કહેવામાં આવતા નથી કે તેઓ જ્ઞાનપૂર્વક ઉપદ્ધિને ત્યાગ કરતા નથી. આ જ પ્રમાણે દુષ્કાળ આદિ સમયમાં અનેક લેકે અન્ન વિના મૃત્યુ પામે છે. શું તેમને આહારના ત્યાગી કહી શકાય ? નહિ. કારણ કે તેઓની પાસે આહાર નથી એટલે તેઓને અનિચ્છાપૂર્વક આહારનો ત્યાગ કરવો પડે છે. પરંતુ જે તેમની સામે આહાર–વસ્તુ હોય તે તેઓ સ્વેચ્છાપૂર્વક આહારનો ત્યાગ કરવા તૈયાર હેતા નથી. કહેવાનો આશય એ છે કે, સંભોગ, ઉપદ્ધિ તથા આહાર આદિનો ત્યાગ કષાયનો ત્યાગ કરવા માટે જ કરવામાં આવે છે. કલાયને ત્યાગી બન્યા વિના સંજોગ, ઉપદ્ધિ તથા આહારને ત્યાગ સફળ બની શકતો નથી.
કષાયને ત્યાગ કરવાથી જીવાત્માને શો લાભ થાય છે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે કે, કષાયને ત્યાગ કરવાથી સંભોગ, ઉપદ્ધિ તથા આહારને ત્યાગ સફળ થાય છે તથા જીવનમાં વીરાગભાવના પેદા થાય છે.
કષાયને ત્યાગ કરવાથી વીતરાગભાવના કેવી રીતે પેદા થાય છે એ વિષે વિચાર કરીએ તે પહેલાં કષાય એટલે શું અને તેને શા માટે ત્યાગ કરવામાં આવે છે એ વિષે સર્વપ્રથમ વિચાર કરે આવશ્યક છે.
જે સંસારની વૃદ્ધિ થાય તે કષાય છે, અર્થાત રાગદ્વેષ જે કર્મબીજ છે તથા કે, માન, માયા અને લેભ કે જે સંસારવૃદ્ધિનાં કારણે છે તે કષાય કહેવાય છે. સંક્ષેપમાં ચિત્તની જે વૃત્તિદ્વારા સંસારની વૃદ્ધિ થાય છે તે કષાય કહેવાય છે. જે મલિન પરિણમેદ્વારા નરકાદિની પ્રાપ્તિ કે વૃદ્ધિ થાય છે તે મલિન પરિણામે પણ કષાયરૂપ છે.
શાસ્ત્રકારોએ કષાયનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે – कोहो य माणो य अनिग्गहीया, माया य लोहो य पवडमाणा । ચિત્તાર gણ વિના વાતાવા, ઉન્નતિ મૂત્રાશું પુછામવા II હરા ૮-૪૦
અર્થાત-પુનર્ભવનાં જડમૂળને જલસિંચન કરનારા કેધ, માન, માયા તથા લેભ આ ચાર કષાય છે. ધ તથા માનને નિગ્રહ કરવો મુશ્કેલ છે અને માયા તથા લેભવૃત્તિ વધનારી છે અર્થાત માયા તથા લેભને કાંઈ ક્ષોભ કે સંતોષ નથી. એ તે હમેશાં વધનારાં જ છે. આ કષાયો સંસારવૃદ્ધિ કરનારાં હેવાથી ત્યાજ્ય જ છે. કષાયની વૃદ્ધિ હેવાને કારણે નરકાદિ નીચ ગતિમાં તથા સંસારચક્રમાં પરિભ્રમણ કરવું પડે છે. કષાય કર્મબંધનથી જીવાત્માને વિશેષ બદ્ધ કરે છે. કષાયને કારણે કર્મબંધનમાંથી મુક્તિ મળતી નથી. રાગદ્વેષથી કર્મો બંધાય છે અને કષાયદ્વારા કર્મબંધન મજબૂત થાય છે. સંસારચક્રમાંથી છૂટવા માટે, પુનર્ભવના ફંદામાંથી મુક્ત થવા માટે તથા કર્મબંધનને ઢીલા કરવા માટે કષાયને ત્યાગ કરવો આવશ્યક છે.