________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—૩૬ મા ખાલ
[ ૧૦૯
જ પ્રમાણે ભક્તજને પણ દયા, કરુણા આદિ ધર્મકાર્યોને પણ પરમાત્માની સેવા જ માને છે. પરાપકારનાં જે જે કામે કરવામાં આવે છે તે બધાં કામેા પરમાત્માની સમીપ જવા માટેજ કરવામાં આવે છે. સત્કાર્યો પણ પરમાત્મપદને પ્રાપ્ત કરવાનાં સાધને છે. પ્રત્યેક આત્માએ પરમાત્મપદની પ્રાપ્તિ થાય એવા પ્રયત્ન કરવાં જોઈ એ. આત્મા પરમાત્મ—પદને કેવી રીતે પામી શકે એ વાત હવે શાસ્ત્રદ્રારા સમજાવું છુંઃ— સમ્યક્ત્વ પરાક્રમ—માલ છત્રીસમેા
શાસ્ત્ર કહે છે કે, હે આત્મા ! તારામાં જે અનંત શક્તિસામર્થ્ય રહેલુ છે તેના તું સદુપયેાગ કરતા નથી એ તારી ભૂલ છે. તું તારા શક્તિસામર્થ્યને કામમાં લે. કેમકે આત્માના શક્તિસામર્થ્યને ખીલવવા માટે ત્યાગ કરવાની આવશ્યકતા રહે છે. શાસ્ત્રમાં ત્યાગ વિષે જ વિચાર ચાલી રહ્યો છે. ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને કષાયના ત્યાગ વિષે પ્રશ્ન પૂછે છે કેઃ—
છત્રીસમેા બેલ
(૨૬) પાયવઘેવરવાળે મતે ! નીચે િનળયરૂ ?
અર્થાત્–હે ભગવાન ! કષાયતે। ત્યાગ કરવાથી જીવાત્માને શા લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે ફરમાવ્યું છે કેઃ—
कषायपच्चक्खाणेणं वीयरागभावं जणयइ, बीयराग - भावपुविन्ने वि यणं जीवे सममुहदुक्खे भवइ ।। ३६ ।।
અર્થાત્ કષાયના ત્યાગથી વીતરાગ ભાવ પેદા થાય છે અને વીતરાગભાવને પામેલા જીવને દુઃખ અને સુખ સમાન બને છે.
કષાયના ત્યાગ વિષે વિચાર કરવામાં આવે તે પહેલાં અત્રે એ વિચારવું પ્રાપ્ત થાય છે કે, આહાર–પ્રત્યાખ્યાનની બાદ કષાય—પ્રત્યાખ્યાન વિષે શા માટે પ્રશ્ન કરવામાં આવ્યે ? આહાર પ્રત્યાખ્યાન સાથે કષાયત્યાગને પારસ્પરિક શે। સંબંધ છે? આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે, સંભાગ–પ્રત્યાખ્યાન, ઉપદ્ધિ પ્રત્યાખ્યાન તથા આહાર–પ્રત્યાખ્યાન ત્યારે જ સફળ થાય છે કે જ્યારે કષાયને ત્યાગ કરવામાં આવે. કષાયના ત્યાગ વિના ઉપરના બધાં ત્યાગે સફળ નીવડી શકતા નથી. સંભોગ, ઉદ્ધિ તથા આહાર આદિને ત્યાગ પણ કષાયને ત્યાગ કરવા માટેજ કરવામાં આવે છે.
સંભાગને ત્યાગ એટલા માટે કરવામાં આવે છે કે, સંભાગમાં રહેવાથી કાઈને કાંઈ કહેવાને તથા સાંભળવાના પ્રસંગ આવે છે. ઉપદ્ધિના ત્યાગ એટલા માટે કરવામાં આવે છે કે ઉપદ્ધિ રાખવાથી કાઇ તેને લઈ જશે એવા ભય હમેશાં રહ્યા કરે છે. અને આહારને ત્યાગ એટલા માટે કરવામાં આવે છે કે, આહાર માટે અનેક પ્રકારનાં ક્રૂર કર્યાં પણ કરવાં પડે છે, અને અનેક પ્રકારની ઉપાધિએ પણ માથે વહેારવી પડે છે. આ બધી વાર્તાથી બચવા માટેજ આ બધી વસ્તુને ત્યાગ કરવા પડે છે. પરંતુ જ્યાં સુધી ક્યાયને ત્યાગ કરવામાં આવતા નથી ત્યાં સુધી આ બધા ત્યાગ નિષ્ફળ નીવડે છે અથવા અપ લદાયી નીવડે છે.