________________
૧૦૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[મરબી
તો લય પામ્યું છે અને જેમનામાં સાક્ષાત્ જ્ઞાન પ્રગટવા પામ્યું છે તેમને અરહનાથ કહીએ છીએ. ત્રિભુવનનાથની ઉપાસના કરવાથી એ લાભ થશે કે, આત્મામાં અરહનાથ ભગવાન જેવી જે શક્તિ રહેલી છે અને જેના ઉપર કર્મોનું આવરણ આવી ગયું છે તે કર્માવરણો દૂર થઈ જશે અને આત્માની શક્તિ પ્રગટ થશે. આત્માની છુપાએલી શક્તિને પ્રગટાવવી એ જ પરમાત્માની પ્રાર્થના કરવાનો ઉદ્દેશ છે. આત્મા પરમાત્મામય બને તે જ પ્રાર્થના સાચી કરી છે એમ કહી શકાય. જે આત્મા પરમાત્માની એકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરે તે આત્માનું શક્તિસામર્થ્ય પ્રગટે છે અને તે શક્તિસામર્થદ્વારા આત્મા પરમાત્માની સમીપ પણ પહોંચી શકે છે.
ભગવાન અરહનાથનું નૈમિત્તિક જ્ઞાન તે લય થયું છે અને તેમને સાક્ષાત્ જ્ઞાન પ્રગટયું છે, એટલા જ માટે અરહનાથ ભગવાન ત્રિલેકીનાથ બની શક્યા છે. ભગવાન સાક્ષાત જ્ઞાનદ્વારા ત્રિલેકને હસ્તામલકત જોઈ તથા જાણી શકે છે. આત્માને જ્યાં સુધી આ સાક્ષાત જ્ઞાન પ્રગટતું નથી ત્યાં સુધી આત્મા અપૂર્ણ જ રહે છે, પૂર્ણ બની શકતો નથી. આત્મામાં સાક્ષાત જ્ઞાન પ્રગટે અને નૈમિત્તિક જ્ઞાનનો લય થાય એ માટે જ સર્વજ્ઞ, સર્વદશ તથા ત્રિલોકનાથ અરહનાથ ભગવાનની પ્રાર્થના કરવામાં આવે છે.
નૈમિત્તિક જ્ઞાન તથા સાક્ષાત્ જ્ઞાન કેવું હોય છે, અને બન્નેમાં શું અંતર છે એ પણ જાણવું આવશ્યક છે.'
બુદ્ધિના સંકલ્પ-વિકલ્પને કારણે આત્મા ઉપર જે બિમ્બ પડે છે તથા ઈન્દ્રિયો અને બુદ્ધિદ્વારા આત્માને જે જ્ઞાન પેદા થાય છે તે જ્ઞાન નૈમિત્તિક જ્ઞાન કહેવાય છે. આવું નૈમિરિક જ્ઞાન ગમે તેટલું હોય પરંતુ જે પ્રમાણે અમાપ સાગરનું પાણી ઘડામાં આવી શકતું નથી, બરાબર તે જ પ્રમાણે આ નૈમિત્તિક જ્ઞાનદ્વારા સમસ્ત વસ્તુઓનું જાણપણું થઈ શકતું નથી, પણ સાગરના એક જલબિંદુ જેટલું જ જ્ઞાન પેદા થાય છે. નૈમિત્તિક જ્ઞાન પૂર્ણ નથી એટલા માટે આવા અપૂર્ણ જ્ઞાનદ્વારા સંપૂર્ણ વસ્તુઓનું જ્ઞાન થઈ શક્યું નથી. પૂર્ણ જ્ઞાન તે પૂર્ણ બનવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. આ વિષે ઉપનિષદ્દમાં ઠીક જ કહ્યું છે કે –
पूर्णस्य पूर्णमादाय पूर्णमादावशिष्यते। અર્થાત–પૂર્ણ વ્યક્તિ જ પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે છે. અપૂર્ણ વ્યક્તિ પૂર્ણતાને પ્રાપ્ત કરી શકતી નથી. - હવે સાક્ષાત જ્ઞાન કેવું હોય છે તે સંબંધમાં જણાવવાનું કે, સાક્ષાત જ્ઞાન અર્થાત પૂર્ણ જ્ઞાન પેદા થાય છે ત્યારે બધી વસ્તુઓ જેવામાં આવે છે. આ સાક્ષાત જ્ઞાન માટે કોઈ પ્રકારનાં અનુમાન કે બુદ્ધિ-ઈન્દ્રિયો આદિની સહાયતાની આવશ્યકતા રહેતી નથી. આ પ્રકારિનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી બુદ્ધિ તથા ઈન્દ્રિયોને પરમાત્માને સમર્પિત કરી દેવી જોઈએ. જ્યારે આત્મા સીધો અને સરળ હોય છે ત્યારે જ તે પરમાત્મા અરહનાથના શરણે જઈ શકે છે. ભગવાન અરહનાથના શરણે જવા માટે બુદ્ધિને નિશ્ચલ બનાવવી આવયક છે. બુદ્ધિ નિશ્ચલ થયા બાદ જ ભગવદ્ ભજન બરાબર થઈ શકે છે.
- દયા, કરૂણું તથા જનસેવા આદિ ધર્મકાર્યો કરવાં એ પણ પરમાત્માની સેવા કરવા બિરાબર છે. જે પ્રમાણે પતિવ્રતા સ્ત્રી ઘરનાં કામને પણ પતિની સેવા માનીને કરે છે, તે