________________
ચાતુમાસ ] પ્રાર્થના વિચાર
[ ૧૦૭ કરું છું તે કર્મની નિર્જરા માટે કરું છું, કોઈ બીજ સુધરે કે ન સુધરે એ વાતની ઝંઝટમાં મારે પડવું ન જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને મારા આત્માને સુખશાન્તિ મળે એ શુભ પ્રયત્ન મારે કરતાં રહેવું જોઈએ. શાસ્ત્રમાં બે પ્રકારનાં નિમિત્તે કારણે બતાવવામાં આવ્યાં છે. એક તો પુષ્ટ અને બીજું અપુષ્ટ. જે કેવળ સંબંધ જોડે છે તે નિમિત્ત કારણ પુષ્ટ કહેવાય છે, અને જે સંબંધ જોડે છે અને તોડે પણ છે તે નિમિત્ત કારણ અપુષ્ટ કહેવાય છે. પુષ્ટ કારણ કેવળ સંબંધ જોડે છે, તડતું નથી. જેમકે કુલ તેલને કુલેલ તે બનાવી દે છે પરંતુ તેલની ચીકાશને નષ્ટ કરતું નથી. એટલા માટે તે તેલ કુલેલ હોવા છતાં પહેલાંની માફક બળી શકે છે. અપુષ્ટ કારણ ચાકને ફેરવવાના ડંડાના જેવું હોય છે, જે ઘડે બનાવે પણ છે અને ઘડાને તેડી પણ શકે છે.
સાધુએ પણ એવા બનવું જોઈએ કે જે બીજાના દિલને જોડે, પણ દિલને તેડે નહિ; અર્થાત સાધુએ કાઈના મનને દુભવવું જોઈએ નહિ. સાધુ કોઈને સુધારવા પણ ચાહે, પરંતુ બીજાના દિલને દુભવીને સુધાર કરવો ન જોઈએ, પણ ત્યાગ-ધર્મના ઉપદેશદ્વારા તેને સમજાવી જીવન-સુધાર કરવા પ્રયત્ન કરવો જોઈએ. સાધુ જે કાંઈ કરે તે કર્મની નિર્જરા માટે કરે છે તેમાં સ્વ-પરને લાભ રહેલ છે. ત્યાગ એક એવી વસ્તુ છે કે જે દ્વારા નુકશાન થવાને કશે ભય જ નથી. ત્યાગથી કલ્યાણ જ થાય છે. ત્યાગમાર્ગ એ કલ્યાણને માર્ગ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૪ શ્રાવણ વદી ૧ શુક્રવાર
પ્રાર્થના અરહનાથ અવિનાશી, શિવ-સુખ લીધે, વિમલ વિજ્ઞાન-વિલાસી, સાહબ સીધો. તૂ ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાયા; તાત “સુદર્શન’ ‘દેવી” માતા, તેહને નંદ કહાયા. આ સાહબ છે
વિનયચંદ્રજી કુંભટ વીશી.
ચા અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં આત્માને પરમાત્માની ઓળખાણ કરવાને બોધ આપવામાં આવ્યો છે. અને કહેવામાં આવ્યું છે કે, “હે ચિદાનંદ! તું પરમાત્માની ઉપાસના કર. ત્રિલોકીનાથ અરહનાથ ભગવાનનું સ્મરણ કર.’
આ પ્રમાણે આત્માને બોધ આપવાથી અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, પરમાત્માની ઉપાસની શા માટે કરવામાં આવે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજનો કહે છે કે, ભગવાન અરહનાથ ત્રિભુવનપતિ હોવાની સાથે સ્વ-પર વસ્તુના જ્ઞાતા છે, એટલા માટે તેમની ઉપાસના કરવી જોઈએ.
ભગવાન અરહનાથનું નામ પણ સાર્થક છે, કારણ કે અરહ એટલે જેમનાથી કાંઈ પણ ગુપ્ત નથી, અર્થાત અરહનાથ ભગવાન સર્વજ્ઞ તથા સર્વદશ છે. જેમનું નૈમિત્તિક જ્ઞાન