________________
૧૦૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મોરબી
આજના લેકે દવાના એવા અભ્યાસી બની રહ્યા છે કે તેઓ દવાના નામે અખાદ્ય તથા અસેવ્ય પદાર્થો પણ ખાય છે તથા તેમનું સેવન કરે છે. આ પ્રકારની ભ્રષ્ટ દવાથી બચવા માટે તથા અન્તઃકરણને શુદ્ધ કરવા માટે ઉપવાસ કરવો એ શારીરિક તેમજ આત્મિક વિકાસની દૃષ્ટિએ પણ અત્યાવશ્યક છે. તપશ્ચરણ કરવાથી ભ્રષ્ટ દવાના સેવનથી બચી શકાશે અને અન્તઃકરણની શુદ્ધિ પણ થઈ શકશે. --
કેટલાક લેકે ઉપવાસના નામે ખાન-પાનમાં જ મશગૂલ રહે છે. ઉપવાસ કરે છે એમ વિચારીને કેટલાક લેકે શીરે હલવો આદિ ગરિષ્ટ પદાર્થોથી પેટ પહેલેથી જ ભરી લે છે. પરતુ જેનશાસ્ત્ર કહે છે કે ઉપવાસ કરવાની આ વિધિ નથી. ધારણું તથા પારણાના દિવસે એક સમય ભૂજન કરવાથી જ ચૌથભત્ત ઉપવાસ થાય છે, અર્થાત્ ધારણાના દિવસે પણ એક સમય ભોજનને ત્યાગ કરવાથી, તેમજ-પોરેણના દિવસે પણ એક સમય ભજનને ત્યાગ કરવાથી ચૌથભત્ત ઉપવાસ થાય છે. આ પ્રમાણે જે ખાન-પાનની લાલસાને રેકીને વિધિપૂર્વક ઉપવાસ કરે છે તેને અનેકગણો લાભ થાય છે.
અમે તમને બધા લેકોને સુખનો જ માર્ગ બતાવીએ છીએ, અને એમ કહીએ છીએ કે સુખ કાંઈ બહારથી આવતું નથી. સુખ ક્યાંથી આવે છે ? તે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે-ખુલ્લચ દુઃઉચે શોડપિ વાતા પો વાતતિ કુદ્વિરેષા | અર્થાત-જે લેકે અવિવેકી છે તેઓ જ એમ કહે છે કે, બીજાએ દુઃખ કે સુખ આપ્યું. જ્ઞાનીજનો તે કહે છે કે, કાઈ બીજે સુખ આપી શકતો નથી તેમ દુઃખ પણ આપી શકતો નથી. તમે લેકે એમ સમજે છે કે, અમને કોઈ બીજો માણસ દુઃખ આપે છે, પરંતુ જો તમે તમારું મન શાન્ત અને પવિત્ર રાખોતે પછી તમે એમ કદાપિ કહી ન શકે કે કોઈ બીજો જણ અમને દુઃખ આપે છે. મનને શાન્ત અને પવિત્ર રાખવાથી દુઃખ પેદા થતું જ નથી. એટલા માટે મનને પવિત્ર રાખો અને મનને પવિત્ર રાખવા માટે પરમાત્મા તથા તપશ્ચરણના શરણે જાઓ. આપણે આત્મા જ સુખદુ:ખને કર્તા તથા હર્તા છે એમ જે માનવામાં આવે તે દુઃખ પણ સુખમાં પરિણત થઈ જશે. કેતુમતિએ અંજનાને પીયર મોકલી દીધી હતી અને પીયરવાળાઓએ પણ તેને પિતાને ત્યાં ન રાખી અને જંગલમાં મોકલી દીધી. પરંતુ અંજનાએ જંગલમાં જવા છતાં પણ એમ જ માન્યું કે, સાસુએ મારા ઉપર કેવી કૃપા કરી કે મને જંગલમાં મોકલીને મહાત્માના દર્શનનો લાભ અપાવ્યો. આ પ્રમાણે અંજનાએ દુઃખને પણ સુખ બનાવ્યું. શું તમે પણ સંકટ સમયે સુખશાન્તિ રાખો છો? તમે કે સોળ સતીઓનું નામ સ્મરણ કરે છે તેમાં અંજનાનું પણ નામ લે છે પરંતુ અંજનાનું આપણે નામસ્મરણ શા માટે કરીએ છીએ તેને પણ વિચાર કરે અને મનને શાન તથા પવિત્ર રાખવાને પ્રયત્ન કરે.
અહીંના દીવાન સાહેબ કહેતા હતા કે, તમે ચાર મહિના સુધી વ્યાખ્યાન સંભળાવશે છતાં અમે લેકે તે જેવા છીએ તેવા જ રહેવાના છીએ. શું દીવાન સાહેબનું આ કથન બરાબર છે? તમે લેકે ગમે તેવા રહે તે વિષે મારે મનમાં કોઈ પ્રકારને દુર્ભાવ લાવવો ન જોઈએ. મારે એ પણ વિચાર કરે ન જોઈએ કે, મેં આટલે આટલે ઉપદેશ આપે છતાં પરિણામ કાંઈ ન આવ્યું. મારે તે એમ જ વિચારવું જોઈએ કે, હું જે કાંઈ
- આ જ વ્યાખ્યાન સંગ્રહમાં સતી અંજના ચરિત્ર જાઓ,