SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ] સમ્યકત્વ પરાક્રમ-૩૫ મે બેલ [ ૧૦૫ ઉપવાસના અભ્યાસી નથી પરંતુ દવાના અભ્યાસી છે અને એટલા જ માટે તમને ઉપવાસ કરવાથી શરીર નિર્બળ, નિસ્તેજ તથા કશ બની જાય છે એવી ભ્રાન્તિ રહ્યા કરે છે. વાસ્તવમાં ઉપવાસ તો શરીરને સ્વસ્થ બનાવવાની એક પ્રાકૃતિક અમેઘ દવા છે. જે તમે ઉપવાસની પ્રાકૃતિક દવાનો ઉપચાર મહિનામાં છ દિવસ માટે પણ કરે તે તમારા શરીરમાં કોઈ પ્રકારનો રોગ રહી શકે નહિ, તેમ તમને ડેકટરના શરણે પણ જવાની જરૂર રહે નહિ. પરંતુ જ્યારે અમે ઉપવાસ કરવા માટે તમને ઉપદેશ આપીએ છીએ ત્યારે અમારા કથનની તે તમે ઉપેક્ષા કરે છે, પરંતુ જ્યારે માંદા પડો છો ત્યારે ર્ડોકટર ૬–૭ દિવસ માટે લાંઘણુ–ઉપવાસ કરવાનું કહે છે ત્યારે ઈચ્છા કે અનિચ્છાએ પણ તમારે ઉપવાસ કરવો પડે છે. જો પ્રત્યેક વ્યક્તિ કુદરતનાં નિયમેનું બરાબર પાલન કરે અને સ્વેચ્છાપૂર્વક પ્રતિમાસ ૪-૬ ઉપવાસ કરવાની આદત પાડે તો શરીર રેગી ન બને અને ડૉકટરના શરણે પણ જવું ન પડે. શરીરને માત્ર સ્વસ્થ રાખવા માટે જે ઉપવાસ કરવામાં આવે છે તે ઉપવાસ પરિપૂર્ણ નથી. આ ઉપવાસથી શારીરિક લાભ અવશ્ય થાય છે, પરંતુ સાચે ઉપવાસ તો એ છે કે જે આત્મા તથા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે કરવામાં આવતો હોય. ઉપવાસની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે, ૩૫–સમી વસતિ તિ ઉપવાસ –અર્થાત આત્મા પરમાત્માની સમીપ જાય તે માટે આત્મધ્યાન કરવું, અને આત્મચિંતન કરવા માટે આહારનો ત્યાગ કરી જીવિતવ્યની આશાને પણ ત્યાગ કરી દેવો તેનું જ નામ ઉપવાસ છે. ઉપવાસ એ તો પરમાત્માની સમીપ જવાનો એક માર્ગ છે. આ પ્રર્માણે સાચો ઉપવાસ કરવાથી શરીરસ્વાસ્થને આનુષગિક લાભ તો થશે જ, પરંતુ ઉપવાસનો ઉદ્દેશ અને આશય તે આહારનો ત્યાગ કરી જીવવાની પણ આશા છોડી દઈ પરમાત્માની સમીપ જવાનો છે. જે પ્રમાણે પનિહારી પોતાના ઘર માટે સહજ રીતે ઘડામાં પાણી ભરી લાવે છે અને તે કારણે તે શકુનવતી સ્ત્રી પણ મનાય છે, તે જ પ્રમાણે પરમાત્માના શરણે જવા માટે કરવામાં આવેલા ઉપવાસથી આત્મિક-લાભની સાથે સાથે શારીરિક-લાભ પણ પ્રાપ્ત થાય છે. - ઉપવાસ કરવાથી પરમાત્માના શરણે કેવી રીતે જઈ શકાય છે તથા પરમાત્માના શરણે જવા માટે આત્માએ શું કરવું જોઈએ તે માટે ગીતામાં કહ્યું છે કે – विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः। रसवर्ज रसोऽप्यस्य परं दृष्टवा निवर्तते ॥ છે અર્થાત નિરાહાર રહેવાથી વિષયરૂપી પક્ષી તો ઉડી જાય છે પરંતુ વિષયોની વાસના મટતી નથી. વિષયોની જે વાસના ઉપવાસ કરવા છતાં પણ બાકી રહી જાય છે તે વાસનાને ઉચ્છેદ કરવા માટે પરમાત્માના શરણે જવું આવશ્યક છે. ઉપવાસ કરવાથી વિષય તે દૂર થાય છે, પરંતુ જે વિધરૂપ વાસના બાકી રહી જાય છે તે પરમાત્માના શરણે જઈ દૂર કરી શકાય છે. તપશ્ચરણદ્વારા વિષયેચ્છાને પણ મૂલેચ્છેદ થઈ શકે છે અને એટલા જ માટે બાહ્ય અને અભ્યતર તપશ્ચરણ કરવામાં આવે છે. બાહ્ય તપશ્ચરણથી વિષય મટી જાય છે અને અભ્યન્તર તપદ્વારા અર્થાત્ પરમાત્માના શરણે જવાથી વિષયોની વાસના પણ મટી જાય છે અને ચિતની શુદ્ધિ પણ થઈ જાય છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy