SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ | [ મેરબી થાય છે. આહારનો ત્યાગ કરનાર આશા–લાલસાને તિલાંજલી આપી દે છે. વાસ્તવમાં જે વ્યક્તિ આશા-લાલસાનો ત્યાગ કરવા માટે જ આહારનો ત્યાગ કરે છે તે વ્યક્તિને જ આહાર-ત્યાગ ઉચિત છે. આ પ્રમાણે આશાને ત્યાગ કરવા માટે જે વ્યક્તિ આહારનો ત્યાગ કરે છે તે વ્યક્તિને આહાર-ત્યાગ કરવાથી શું લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે. ગૌતમ સ્વામીને આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, આશાળતાનો ઉચ્છેદ કરવા માટે આહારનો ત્યાગ કરનાર સર્વ પ્રથમ તે જીવનની-જીવિતવ્ય જીવવાની આશા છોડી દે છે. તે એમ વિચારે છે કે, આ શરીર અને આત્મા ભિન્ન છે. આ પ્રકારનું ભેદવિજ્ઞાન પેદા થવાથી તે આહારનો ત્યાગ કરવાની સાથે જીવવાની આશા પણ છોડી દે છે. અને અનશનવ્રતનો સ્વીકાર કરે છે. અનશન બે પ્રકારનું હોય છે. એક તો “ઈતર અનશન” અને બીજું યાજજીવન અનશન.’ યાજજીવન અનશન તે કઈક જ કરી શકે છે. પરંતુ જે વ્યક્તિ ઈતર અનશન કરવાનો અભ્યાસી હોય છે તે વ્યક્તિ યાજજીવન અનશન કરવાનું પણ સાહસ ખેડી શકે છે. ઈતર અનશન કરવું એ પણ એક રીતે યાવનજીવન અનશન કરવાનો અભ્યાસ જ છે. કેટલાક લેકે કહે છે કે, “જેનો આહારનો ત્યાગ કરે છે એ પણ એક પ્રકારની હિંસા છે. આહારનો ત્યાગ કરે કે મરવું એ બન્ને સમાન છે. આહાર વિના શરીર ટકી શકતું નથી. જ્યારે સુધા–ભૂખ લાગે છે અને તે વખતે આહાર ખવાતું નથી ત્યારે શરીરના રક્ત-માંસ ખવાઈ જાય છે. આ પ્રમાણે આહારનો ત્યાગ કરવો એ હત્યા છે.” ગીતામાં એક ગ્લૅકનો અર્થ કરતાં પણ કેટલાક લેકેએ આવી જ માન્યતા પ્રગટ કરેલ છે. પરંતુ જે લેકે આ પ્રમાણે કહે છે તેઓ ભૂલથાપ ખાય છે. આહાર-ત્યાગ કરવો અથવા ઉપવાસ કરે એ જીવનની રક્ષા માટે આવશ્યક છે. આજે પણ અનેક લેકે ઉપવાસનું મહત્ત્વ સમજી તેને પ્રાકૃતિક દવા તરીકે માને છે. ઉપવાસ કરવાથી કાંઈ શરીરનું રક્ત-માંસ ખવાઈ જતું નથી. ઉપવાસથી શરીર અવશ્ય કૃશ થાય છે પરંતુ તેથી કાંઈ શરીરને કશી હાનિ પહોંચતી નથી શરીર કૃશ થવાથી કાંઈ શારીરિક શક્તિનો હાસ થતો નથી. જે પ્રમાણે આજકાલ દૂધને કઈ વૈજ્ઞાનિક–પ્રયોગદ્વારા સુકાવીને એક પદાર્થ બનાવી લેવામાં આવે છે, અને પછી તેજ પદાર્થનું પાણીમાં મિશ્રણ કરવાથી પાછું દૂધ થઈ જાય છે. જે પ્રમાણે તે દૂધમાંની શક્તિ નષ્ટ થતી નથી તે જ પ્રમાણે ઉપવાસ કરવાથી શરીર સુકાઈ તો અવશ્ય જાય છે. પરંતુ તેથી કાંઈ શારીરિક શક્તિ નષ્ટ થતી નથી. આથી વિપરીત જે ઉપવાસ વિધિપૂર્વક કરવામાં આવે અને ઉપવાસ સમાપ્ત થયા બાદ અતિ શીઘ આહારની વૃદ્ધિ કરવામાં ન આવે તે શરીરની કૃશતા તે દૂર થઈ જશે એટલું જ નહિ પણ શરીરનાં રોગો પણ સમૂલ નષ્ટ થઈ જશે. આ વાત કપોલકલ્પિત નથી પરંતુ અનુભૂત છે. જે વ્યક્તિને આ વાતમાં સંશય જણાતો હોય તેણે પિતાનું વજન તળાવીને ઓછામાં ઓછો એક દિવસ માટે ઉપવાસ કરી લેવો જોઈએ અને બીજે દિવસે પાછું પિતાના શરીરનું વજન તળાવી જેવાથી તેમને ખાત્રી થશે કે, ઉપવાસ કરવાથી શારીરિક શક્તિની કઈ પ્રકારની હાનિ થતી નથી. ઉપવાસથી શરીર કૃશ બની જાય અને રોગથી શરીર કૃશ બની જાય એ બન્ને પ્રકારની શરીર–કૃશતામાં ઘણું જ અંતર છે. તમે લેકે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy