SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] જીવનની આશા કથનનેા ઉલ્લેખ કરી સમ્યક્ત્વ પરાક્રમ-૩૫ મા મેલ [ ૧૦૩ છેડી દેવાથી શે લાભ થાય છે એ વાત શાસ્ત્રમાં આવેલા એક સમજાવું છું — ભૃગુ પુરાહિતના બન્ને પુત્રાએ પેાતાના પિતાને જીવની સ્થિતિ ખતાવતાં કહ્યું હતું કેઃ— इमं च मे अत्थि इमं च नत्थि इमं च मे किच्चं इमं अकिच्चं । तं एवमेवं लालप्पमाणं हारा हरन्ति इति कह पमाये ॥+ આ મારું છે, તે મારું નથી, આ કામ મારે કરવાનું છે, આ કામ મારે કરવાનું નથી— આ પ્રકારની ઘટના સંસારમાં દિનરાત ચાલ્યા કરે છે. જીવન ટૂંકું છે અને કામ ધણાં – એ અવસ્થામાં કાઇ વ્યક્તિ પેાતાની ચ્છિાનુસાર પેાતાનું કામ પૂર્ણ કરી શકતી નથી. આજ દિવસ સુધી કાઈ પણ વ્યક્તિએ સંસારના કામેા પૂર્ણ કર્યાં હેાય અને કૃતકૃત્ય થયા હાય એમ બન્યું નથી, બની શકતું પણ નથી. મેં અમુક કામ તે કર્યું છે અને હવે અમુક કામ કરીશ એવી લાલસા જીવને વળગેલી જ હાય છે. એ લાલસાની પૂર્તિ થતી જ નથી. ઉદાહરણ તરીકે કંઠનાં આભૂષા તૈયાર થયાં કે તરતજ હાથનાં આભૂષણુ તૈયાર કરવાની વાત ચાલે છે. હાથનાં આભૂષણા તૈયાર થયાં કે પગનાં આભૂષણા તૈયાર કરવાની ઈચ્છા થાય છે. આ પ્રમાણે ચાંદીનાં આભૂષા હોય તે સેનાનાં અભૂષા તૈયાર કરાવવાની અને સાનાના આભૂષણા હાય તે। હીરા-માણેકનાં આભૂષણા તૈયાર કરવાની ઈચ્છા થાય છે. આ પ્રમાણે સંસારમાં તૃષ્ણા-લાલસાને અંત આવતા નથી. ઊલટી તૃષ્ણા ઉત્તરાત્તર વધતી જ જાય છે. પરંતુ જ્યારે આત્મામાં શરીર-આત્માનું ભેદજ્ઞાન – પ્રગટ થાય છે ત્યારે આત્મા આ બધી વસ્તુએને ત્યાગ કરી દે છે અને તૃષ્ણાને અંત આણી સંતાષામૃતનું પાન કરે છે. આત્મા જ્યારે સંતુષ્ટ બને છે ત્યારે જ તેને શાન્તિને અનુભવ થાય છે, અન્યથા આ આત્મા તૃષ્ણા—નદીમાં તણાઈ જઈ તેમાં જ ગાથાં ખાઇ દુઃખ પામે છે. પરંતુ જે આત્માને ભેદજ્ઞાન પેદા થાય છે તે ધર્માત્મા તે સાંસારિક ચીજોને તુચ્છ સમજી તેને ત્યાગ કરી દે છે. પુરાહિતપુત્ર કહે છે કે, હે પિતા! આ પ્રમાણે સાંસારિક કામેા તે ઘણાં છે અને તે કામેા માટે હાયવાય પણ ઘણી કરવી પડે છે, પરંતુ જેના આધારે સાંસારિક કામેા કરવામાં આવે છે તે આયુષ્ય તેા ક્ષીણ થતું જાય છે. જ્યારે આયુષ્ય જ ક્ષીણ થતું જાય છે ત્યારે સાંસારિક કામેા પૂર્ણ કેવી રીતે થઈ શકે ? આયુષ્ય ક્યારે પૂર્ણ થઈ જશે તેની કાઈને ખબર નથી. મહાન્ પુરુષાને પણ કાલે શું થશે તેની ખબર હેાતી નથી. છતાં સંસારમાં પ્રત્યેક વ્યક્તિને સંસારકામેાની હાયવાય વળગેલી રહે જ છે. કહેવાના આશય એ છે કે, સંસારની લાલસા વધતી જ જાય છે અને જે વધતી જાય તે પૂર્ણ કેવી રીતે થઈ શકે? લાલસાની પૂર્તિ તે। ત્યારે જ થઈ શકે કે જ્યારે તેની મર્યાદા બાંધવામાં આવે અને તે મર્યાદાનુસાર આશાની પૂર્તિ કરવા માટે આયુષ્ય પણ હોય. એટલા માટે કેવળ લાલસાની વૃદ્ધિ કરવાથી આશાની પૂર્તિ થતી નથી. આશાની પૂર્તિ તા લાલસાને ત્યાગ કરવાથી જ + વિશેષ માટે જીએ ઉત્તરાધ્યયન સૂત્ર અશ્ચયન ૧૪ મુ. ગાથા ૧૫,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy