SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [મેરબી સમ્યકત્વ પરાક્રમ–બાલ ૩૫ મો વાસ્તવમાં આત્મા અને પરમાત્મા એક છે. આત્મામાં જ્ઞાનની કોઈપણ પ્રકારની ઉણપ નથી પરંતુ તે જ્ઞાન ઉપર આવરણ આવી ગયું છે. તે જ્ઞાનાવરણ ક્રિયા વિના દૂર થઈ શકે નહિ. અને એટલા જ માટે શાસ્ત્રમાં જ્ઞાનાવરણને ક્રિયા દ્વારા દૂર કરવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. ઉપદ્ધિના ત્યાગ વિષે આગળ કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ ઉપદ્ધિ કે ઉપાધિને ત્યાગ કરે છે તે પોતાની શક્તિ અનુસાર આહારને પણ ત્યાગ કરે છે. એટલા માટે હવે આહારના પ્રત્યાખ્યાન કરવાથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે – પાંત્રીસમો બોલ. - (३५) आहारपच्चक्खाणेणं भंते ! जीवे किं जणयइ ? અર્થાત–હે ભગવાન્ ! આહારનો ત્યાગ કરવાથી જીવને શો લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ગૌતમ સ્વામીને ફરમાવ્યું છે કે – आहारपच्चक्खाणेग जीवियासंसप्पओगं वोच्छिन्दइ, जीवियासंसप्पओगं वोच्छिन्दित्ता जीवे आहारमन्तरेणं न संकिलिस्सइ ॥३५॥ અર્થાત-આહારનો ત્યાગ કરવાથી જીવાત્મા જીવનની લાલસાથી મુક્ત બને છે, અને જીવનનો મોહ છેદાવાથી તે જીવાત્મા આહાર વિના પણ ખેદ પામતું નથી. આ સૂત્રપાઠ સારપૂર્ણ છે. આ સૂત્રમાં ઘણે બોધપાઠ સમાએલે છે. શાસ્ત્રનું એક એક વાક્ય અર્થસૂચક છે. આહારનો ત્યાગ કરવાથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે આજ વિચાર કરવાનો છે, આ શરીર આહારને લીધે ટકી રહ્યું છે. જો કે આ શરીરને ટકાવી રાખવામાં બીજી પણ અનેક ચીજો સહાયક છે, પરંતુ તેમાં આહારની જ પ્રધાનતા છે. ઘર કે વસ્ત્ર વિના તો જીવન નભી શકે છે. આફ્રિકા દેશના એક પ્રાન્ત વિષે સાંભળ્યું છે કે ત્યાંના લેકે વસ્ત્રો પહેરતાં નથી પણ નગ્ન જ રહે છે. જ્યારે વસ્ત્ર જ પહેરવામાં ન આવે તો એ અવસ્થામાં આભૂષણ પહેરવાની વાત જ ક્યાં રહી ! વસ્ત્ર અને ઘર વિના મનુષ્ય જીવિત રહી શકે છે એ વાત તો તમે પણ જાણો છો. પરંતુ આહાર વિના કેઈપણ પ્રાણી જીવિત રહી શકે છે એવું તમે સાંભળ્યું છે? વાસ્તવમાં જીવનને ટકાવી રાખવા માટે આહારની આવશ્યકતા છે અને એટલા જ માટે પ્રાણની વ્યાખ્યા કરતાં એક અન્ન–પ્રાણ પણ કહેવામાં આવેલ છે. જ્યારે આત્મા અને શરીર પરતંત્ર છે, શરીર આહાર વિના ટકી શકતું નથી, શરીર આત્માથી ભિન્ન છે, એવું ભેદજ્ઞાન થાય છે તથા તેને મહા વૈરાગ્ય પેદા થાય છે ત્યારે શરીરની પરતંત્રતા દૂર કરવા માટે તથા આત્માને શરીર–બંધનમાંથી મુક્ત કરવા માટે ધર્મભાઓ આહારનો ત્યાગ કરે છે. આ આહાર–પ્રત્યાખ્યાન કરવાથી જીવને શો લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે. આહારનો ત્યાગ કરવો સરળ નથી. શરીર–આત્માનું ભેદજ્ઞાન, સ્વ–પરની ઓળખાણ તથા મહાન વૈરાગ્ય પેદા થાય ત્યારે જ આહારનો ત્યાગ કરી શકાય છે. આ પ્રમાણે આહારને ત્યાગ કરનાર જીવનની આશા છેડી છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy