SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના વિચાર [ ૧૦૧ - થઈ જશે. આ જ પ્રમાણે આત્મા અને પરમાત્મા વચ્ચે એકતા છે તે આત્મા પરમાત્માની સમીપ પિતાની મેળે ચાલ્યો જશે. એક્તા કરવા માટે આત્માએ પરમાત્માની પ્રાર્થના કરવાની શી આવશ્યક્તા છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આત્મા અને પરમાત્મા વચ્ચે એક્તાસંબંધ સ્થાપિત થએલો છે એટલા જ માટે આત્માને પરમાત્માની પ્રાર્થના કરવાનું કહેવામાં આવે છે. જો આત્મા અને પરમાત્મા વચ્ચે કશો એકતા સંબંધ ન હોત તો આત્માને પરમાત્માની પ્રાર્થના કરવાનું પણ કહેવામાં આવત નહિ. આત્માને પરમાત્માની પ્રાર્થના કરવાનું એટલા માટે કહેવામાં આવે છે કે, આત્મા જ પરમાત્મામય હોવા છતાં પિતાને તથા પરમાત્માને ભૂલી રહ્યો છે. આ ભૂલને દૂર કરવા માટે જ આત્માને પરમાત્માની પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે માને , કોઈ પતિવ્રતા સ્ત્રીને પતિ વિદેશમાં લાંબો સમય વ્યતીત થયા બાદ આવવાને કારણે તે સ્ત્રી પોતાના પતિને કદાચ ઓળખી ન શકે, તે તે વખતે કઈ માણસ પરિચય કરાવે તો શું તે કાંઈ અનુચિત કરે છે ? જે પ્રમાણે પતિવ્રતા સ્ત્રી લાંબા ગાળે વિદેશમાંથી આવેલા પોતાના પતિને તથા એક મિત્ર પોતાના મિત્રને ભૂલી જાય છે, અને પછી તેમની ઓળખાણ કરાવવામાં આવે છે, તે જ પ્રમાણે આત્મા અને પરમાત્મા વચ્ચે એક્તાસંબંધ સ્થાપિત હોવા છતાં, આત્મા પરમાત્માને ભૂલી ગએલ છે, અને એટલા જ માટે આત્માને સંબોધીને આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે, “હે આત્મા ! તું પરમાત્માને ભૂલી ન જા. તારી તથા પરમાત્માની વચ્ચે એકતા સંબંધ સ્થાપિત થએલે છે. તું પિતે જ પરમાત્મામય છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થનાદ્વારા આત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજી આત્માનો સાક્ષાત્કાર કર. ” જ્ઞાનીજનો આ પ્રમાણે આત્માને વારંવાર જ્ઞાનબોધ આપ્યા કરે છે. જ્ઞાનીજનોની આ વાતને જે વ્યક્તિ હૃદયમાં સ્થાન આપી આત્મા તથા પરમાત્માનું સ્વરૂપ સમજે છે તે વ્યક્તિને, પતિવ્રતા સ્ત્રીને પોતાના ભૂલાએલા પતિનો પરિચય કરવાથી તથા એક મિત્રને પિતાનાં વિસ્મૃત મિત્રને મળવાથી જેટલું આનંદ થાય છે તેથી અધિક આનંદ થાય છે. પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિને મળવાની જેટલી ઝંખના હોય છે તેથી વિશેષ ઝંખના આત્માને પરમાત્માને મળવાની હોવી જોઈએ. પ્રત્યેક બંક્તિને પોતાના ઇષ્ટને સાક્ષાત્કાર કરવાની ઈચ્છા હોય જ છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની ઝંખના સનાતનકાળથી પ્રત્યેક માનવીના આત્મામાં રહેલી છે. આ ઝંખના ફળીભૂત થાય એવો પુરુષાર્થ કરવાની જ આત્માને જરૂર રહે છે. વાસ્તવમાં તે ૩Mા સો પરમMા અર્થાત આત્મા જ પરમાત્મા છે. આત્મા જે પિતાના આત્મિક ગુણને વિકાસ કરે, જીવનને પુરુષાર્થ કરે અને આત્માની જે અખૂટ શક્તિ છે તેને સંચય કરે તે આત્મા સરળતાપૂર્વક પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે. આત્મા અને પરમાત્મા એક છે. આત્મામાં પણ અનંત જ્ઞાનશક્તિ છે, પરંતુ તે જ્ઞાનપ્રકાશ ઉપર કર્મવાદળોનું આવણું આવી ગયું છે. આ જ્ઞાનાવરણીય કર્મચારિત્ર, સ&િયા વિના દૂર થઈ શકે નહિ. એટલા જ માટે જ્ઞાનાવરણીય આદિ કર્મોને સર્જિયા–ચારિત્રદ્વારા દૂર કરવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. આત્મા, પોતાનામાં રહેલા અનંત સામર્થને કેવી રીતે પ્રગટાવી શકે એ વાત હવે હું શાસ્ત્રદ્વારા સમજાવું છું:
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy