________________
૧૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ મારમી
સેનાને બમણું બનાવી દઈશ. આ પ્રમાણે તે જાગીરદારને પ્રલાલનમાં ફસાવીને ઠગ જંગલમાં લઇ ગયા. ત્યાં ઠંગે જાગીરદારને કહ્યું કે, હવે તમારી પાસે જો સારામાં સારી ઘેાડી હોય તે લઈ આવો. કારણ કે તે ઘેાડીની આ સેાનાના ઢગલાની આસપાસ પ્રદક્ષિણા કરાવવા માટે જરૂર છે. જાગીરદારે ઠગના કથનાનુસાર ઘેાડી મગાવી. પેલા ઠગ તે ઘેાડી ઉપર બેસી થાડી વાર તા અહીંતહીં ચક્કર ફેરવ્યા પરંતુ પછી લાગ જોઇને સાનાને ઉપાડી લઇ તેણે ઘેાડીને એવી દોડાવી મૂકી કે જાગીરદાર તથા તેના માણસેા આંખ ફાડીને જોતા જ રહ્યા.
આ પ્રમાણે તાંબામાંથી સેાનું બનાવવાની ઢવિદ્યાથી અનેક લાકા ઠગાઈ ગયા છે પરંતુ આત્માને પરમાત્મા બનાવવાનું રસાયન કેવું સારું છે કે તે દ્વારા વિપત્તિ પણ સંપત્તિ રૂપ બની જાય છે. આ રસાયન તા અનેક મહાપુરૂષાદ્રારા અનુભૂત છે. આ અનુભૂત રસાયનદ્વારા ઠગાઈ જવાનેા જરાપણ ભય નથી. આ રસાયનના સેવનથી . આત્મા પરમાત્મા અથવા નર નારાયણ બની જાય છે. તાંબામાંથી સેાનું બનાવવું એ તેા ઠગવિદ્યા છે પરંતુ આત્મામાંથી પરમાત્માપદ પ્રગટાવવું એ સાચી સવિદ્યા છે. આ સવિદ્યા જ મુક્તિનું સાધન છે. આ મુક્તિના સાધનદ્વારા આત્માનું કલ્યાણુ કરા એમાં જ જીવનસદ્ધિ રહેલી છે.
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૪ શ્રાવણ શુદી ૧૫ ગુરુવાર
-3
પ્રાર્થના
કુન્થુ જિનરાજ તૂ એસા, નહિ કોઇ દેવ તા જેસા;
ત્રિલોકનાથ તૂ કહીએ, હમારી બાંહુ દૃઢ ગહિએ. ॥ કુન્થુ૦ ૧૫
—વિનયચ`દ્રજી કુંભટ ચાવીશી.
શ્રી કુન્થુનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં આત્માને સખેાધન કરી એમ કહેવામાં આવ્યું છે કે, “ હું આત્મા ! તું પરમાત્માની સાથે એકનિષ્ઠ પ્રીતિ–સંબંધ જોડ. સંસારની ઉપાધિને ત્યાગ કરી પરમાત્માની સાથે પ્રીતિ બાંધવાથી આત્મકલ્યાણ થશે. ” આ પ્રમાણે પ્રેરણાત્મક ઉપદેશ આત્માને આપવામાં આવ્યેા છે.
અત્રે એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જ્યારે પ્રાર્થનામાં જ એમ કહેવામાં આવ્યું છે કેઃ—
'
તૂમ હિ હમ એકતા જાનું; દ્વૈત ભ્રમ-કલ્પના માનું ’
.
અર્થાત્ હે પ્રભા ! ચૈતન્યગુણને લીધે મારી અને તારી એકતા છે, કાંઈ ભિન્નતા નથી. આ કારણે મારી અને તારી વચ્ચેની એકતા કૃત્રિમ નહિ પરંતુ સ્વાભાવિક છે. આ પ્રમાણે આત્મા અને પરમાત્મા વચ્ચે એકતા સ્થાપિત થયેલી છે તે પછી શા માટે આત્માએ પરમાત્માની પ્રાર્થના કરવી જોઇએ ? જો બીજમાં શક્તિ હશે તે તે બીજ સ્વતઃ અંકુરિત