________________
ચાતુર્માસ ]
સમ્યકત્વ પરાક્રમ-૩૪ મે બેલ
કારણસર પાસેના ગામમાં ગયો હતો. મારી સાથે એક માણસ હતો. તે માણસે મારી પાસે પૈસા માંગ્યા. મેં તે માણસને પૈસા શા માટે જોઈએ છે તેનું કારણ પૂછ્યું. તેણે કહ્યું કે મારે દારૂ પીવે છે એટલે પૈસાની જરૂર છે. હું વૈરાગી હતો એટલે મેં કહ્યું કે, દારૂ પીવા માટે હું પૈસા આપી શકું નહિ. મારા આ કથનના ઉત્તરમાં તે માણસે કહ્યું કે, દારૂ પીવામાં શું વાંધો છે ? દારૂ તો મહાદેવે બનાવેલ છે. આ પ્રમાણે દારૂ આદિ નશાવાળી ચીજને ઉપયોગ કરવામાં મહાદેવનું કારણ બતાવવામાં આવે છે. વ્યસની લેકે મહાદેવને વ્યસનપૂર્તિનું સાધન માને છે, ત્યારે ભક્ત લોકો મહાદેવને ભક્તિના ભગવાન માને છે. વાસ્તવમાં જગતની રક્ષા અર્થે વિષપાન કરનાર જે છે તે શંકર વ્યસની લેકની વ્યસનપૂર્તિના સાધન કેવી રીતે બની શકે ? શંકરને તે જગતનું કલ્યાણ કરનાર લેકે જ પસંદ પડે. મહાદેવે વિષનું પાન કરી વિપત્તિને પણ સંપત્તિ માની હતી અને જગતની રક્ષા કરી હતી. શંકર બનવાનો આ જ માર્ગ છે. આ માર્ગનું અનુસરણ કરી મહાપુરુષ મહત્તા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. જે માણસ જગતનું કલ્યાણ કરવા માટે પોતે કષ્ટ સહન કરે છે અને વિપત્તિને પણ સંપત્તિ માને છે તે જ માણસ મહાદેવ કે પરમાત્માનો ભક્ત છે.
શાસ્ત્ર કહે છે કે, ઉપદ્ધિ કે ઉપાધિનો ત્યાગ કરવાથી આત્મા નિઃસંકલેશ બને છે. શાસ્ત્રની આ વાત ઉપર સાધુઓએ તો ધ્યાન આપવું જ જોઈએ પણ શ્રાવકે માટે પણ આ વાત એક સરખી રીતે લાગુ પડે છે. શાસ્ત્રકારોએ સાધુઓ માટે સોના-ચાંદીની ચીજોનો ત્યાગ કરવાની અને કેવળ તુંબડીનાં કે કાષ્ટનાં પાત્રો રાખવાની આજ્ઞા આપેલી છે. તે પછી કાષ્ટનાં પાત્રોનું મમત્વ રાખવાની કે તેમને ગૃહસ્થને ઘેર તાળું બંધ કરી રાખવાની ઈચ્છા કેટલી અનુચિત છે ! એટલા માટે સાધુઓ માટે તો ઉપદ્ધિને ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર છે.
પ્રત્યેક વ્યક્તિએ પિતાની શક્તિ અનુસાર ઉપદ્ધિનો ત્યાગ કરવો આવશ્યક છે. રામ કે ભગવાન મહાવીરની પ્રશંસા ઉપદ્ધિનો ત્યાગ કરવાના કારણે જ કરવામાં આવે છે. એટલા માટે તમે પણ ત્યાગના આદર્શને દ્રષ્ટિ સમક્ષ રાખી ઉપદ્ધિનો ત્યાગ કરે અને વિપત્તિને પણ સંપત્તિરૂપ માને. વિપત્તિનાં વાદળ આવી ચડે તો એ અવસ્થામાં ગભરાઈ ન જતાં પરમાત્માનું સ્મરણ કરે કે જેથી તે વિપત્તિ પણ સંપત્તિ બની જાય.
જાદુગર ધૂળમાંથી રૂપિયા પેદા કરી ઉપસ્થિત જનતાને આશ્ચર્યચકિત કરી મૂકે છે. આ હાથની ચાલાકી છે. ધૂળમાંથી જે રૂપિયા બની શકતા હોય તો પછી જાદુગર પોતે જ પૈસા માટે ભીખ શા માટે માંગે ? તે ભીખ માંગે છે એ ઉપરથી જ સ્પષ્ટ જણાય છે કે તે કેવળ હાથની જ ચાલાકી છે; પરંતુ આ ચાલાકી એવી છે કે તે દ્વારા વિપત્તિ પણ બની જાય છે અને દુઃખ પણ સુખરૂપ બની જાય છે. કહ્યું પણ છે કે –
તાંબે સે સોના અને વહે રસાણ મત ઝીખ;
નર સે-- નારાયણ બને વહી રસાયન સીખ. આજકાલ તાંબામાંથી સોનું બનાવનાર અનેક ઠગ જોવામાં તથા સાંભળવામાં આવે છે. આ ઠગના ચમત્કારથી અનેક ભણેલ-ગણેલ લેકે પણ અંજાઈ જાય છે. સાંભળ્યું છે કે, એક મોટો જાગીરદાર પણ એક ઠગના ચમત્કારના ચક્કરમાં ફસાઈ ગયો હતો. ઠગે તે જાગીરદારને કહ્યું કે, તમારા ઘરમાંથી જેટલું સોનું હોય તે મારી પાસે લાવો તે હું તે