________________
૯૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ . . [ મોરબી પ્રભુજી મેરે અવગુણ ચિત્ત ન ધરે એક નદિયા એક નાર કહાવત મિલે નીર ભરે મિલકે દેઉ એક રૂપ ભઈ તો સુરસરિ નામ પ. પ્રભુજી
એક પારસ પૂજામેં રાખત એક ઘર બધિક છુ
પારસ તામે ભેદ ન રાખત કંચન કરત ખરો. પ્રભુજી ગટરનું પાણી ગંદુ અને ખરાબ હોય છે અને ગંગાનું પાણી નિર્મળ અને સારું હોય છે. સાંભળ્યું છે કે, કાશી નગરીની બધી ગટરે બહુ જ ગંદી હોય છે અને તે બધી ગટરનું ગંદુ પાણી ગંગા નદીમાં જાય છે. ગંગાનું પાણી પવિત્ર માનવામાં આવે છે અને ગટરનું પાણુ અપવિત્ર માનવામાં આવે છે. એટલા માટે જે ગંગા પિતાના પાણીમાં ગટરનું પાણી આવવા ન દે તે શું તમે ગંગાને ગંગા કહેશે ? ગટર ગંદી હોય છે છતાં ગંગા તેને પિતાની સાથે મેળવી દે છે અને ગટરને પણ ગંગારૂપ બનાવી દે છે. જે કોઈ અપવિત્રતાને દૂર કરી પવિત્ર બનવા ચાહે છે તેને ગંગા નદી પિતાના જેવી પવિત્ર બનાવી દે છે. - જ્યારે ગંગા પણ ઉપાધિને ત્યાગ કરી આવેલા ગટરના પાણીને પણ પિતાની સાથે મેળવી દઈ પવિત્ર બનાવી દે છે, તો શું પરમ પવિત્ર પરમાત્મા ઉપાધિનો ત્યાગ કરી આવેલા પ્રાણુઓને પવિત્ર નહિ બનાવે ? પરમાત્મા તો પ્રત્યેક પ્રાણીને પછી તે નાના હોય કે મોટા, ઉચ્ચ હોય કે નીચ-બધાંને પવિત્ર બનાવે છે. જે કર્મની ઉપાધિને ત્યાગ કરી આત્મા પરમાત્માના શરણે જાય તો આત્મા પણ પરમાત્મા બની જાય. શાસ્ત્રકારે પણ એજ ઉપદેશ આપે છે કે, ઉપાધિને ત્યાગ કરે અને વિપત્તિને પણ સંપત્તિ માની આત્મોદ્ધાર કરે. આત્મોદ્ધાર કરવામાં જ કલ્યાણ છે. જે વ્યક્તિ આત્મ કલ્યાણ કરી પરનું કલ્યાણ કરે છે તે જ વ્યક્તિ પૂજનીય માનવામાં આવે છે.
લોકે શંકરને માને છે. પણ શા માટે ? એટલા માટે કે શંકર જગતનું કલ્યાણ કરનારા તરીકે માનવામાં આવ્યા છે. શંકરની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે –
પુર્વ વારોત તિ શાંત: અર્થાત-જે જગતનાં દુઃખો હરણ કરી જગતનું કલ્યાણ કરે છે તે જ શંકર છે. કહેવામાં આવે છે કે, સમુદ્રમંથન કરતાં અન્ય ચીજોની સાથે સાથે હલાહલ વિષ પણ નીકળ્યું હતું. બીજી ચીજે તો બીજા લેકે લઈ ગયા પરંતુ હલાહલ વિષને કોણ લે? વિષને લેવા કોઈ તૈયાર ન હતા ત્યારે વિષ્ણુએ શંકરને કહ્યું કે, આપ તે દેવાધિદેવ છો એટલા માટે જગતની રક્ષા અર્થે આ૫ વિષપાન કરી કૃતાર્થ કરે. શંકર ભોળા હતા. જે વ્યક્તિમાં ભોળપણ હોય છે તે જ વ્યક્તિ જગત રક્ષા કરવા તૈયાર થાય છે. રામ પણ ભોળા હતા એટલે જ તેઓ રાજ્યને ત્યાગ કરી વનમાં ગયા હતા. આવા ભોળા લેકે જ પરમાત્માની પાસે પહોંચી શકે છે. મહાદેવ પણ ભોળા હતા અને તેથી જ તેઓ વિષપાન કરી ગયા.
મહાદેવે તે જગતની રક્ષા અર્થે વિષપાન કર્યું હતું પરંતુ આજે તો મહાદેવના નામે ગાંજો-ભાંગ આદિ નશાવાળી તથા વિષવાળી ચીજોને ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મેં સંયમધર્મ લીધો ન હતો પરંતુ વૈરાગ્યાવસ્થામાં હું હતો ત્યારે એક વખતે હું કઈ