________________
ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-૩૪ મે બેલ - [ ૯૭ છતાં તેનામાં એવો અહંકાર હતા, કે જે સીતાને હું લઈ આવ્યો તેને હું પાછી મોકલું તો તે મારી કાયરતા કહેવાય. મને લેકે કાયર કહે. આ અહંકારને કારણે જ તેણે સીતાને રામની પાસે પાછી મેલી નહિ અને પરિણામે રાવણને નાશ અહંકારને કારણે જ થયો. રાવણ તો પિતાના બલ કે વૈભવ આદિને કારણે અહંકાર કરતો હતો. પરંતુ તમે કયા કારણે અહંકાર કરે છે તેને જરા વિચાર કરે. અહંકાર એ નાશનું મૂળ કારણ છે એમ સમજી અહંકારને ત્યાગ કરે અને નમ્રતા ધારણ કરે.
આંબાને કઈ પત્થરથી મારે કે લાકડીથી મારે પરંતુ તે તો બધાને મીઠાં ફળ જ બદલામાં આપે છે. આંબે કાઈના ઉપર ક્રોધ કરતો નથી, તેમ હું બધાને મીઠાં ફળ આપું છું એવું અભિમાન પણ કરતો નથી. આથી વિપરીત તમે લેકે સારાસારનો વિવેક કરી શકે એવી બુદ્ધિ-શક્તિવાળા હોવા છતાં સામાન્ય વાતમાં ક્રુદ્ધ થઈ જાઓ છો અને ધનમદમાં તણાઈ જઈ નિષ્કારણ અહંકારનું પ્રદર્શન કરે છે એ કેટલું બધું ખરાબ છે તેને જરા વિચાર કરે. ક્રોધ–અહંકાર વગેરે આત્માના વિકારે છે. આ વિકારરૂપી ઉપદ્ધિને ત્યાગ કરવામાં લાભ જ છે. ભગવાન મહાવીરે પણ ઉપદ્ધિનો ત્યાગ કરવાથી નુકશાન નહિ પણુ લાભ જ થાય છે એમ બતાવેલ છે. ઉપદ્ધિનો ત્યાગ કરવાથી આત્મા નિઃસંકુલેશ બને છે. આત્મા અને પરમાત્મામાં ઉપાધિને કારણે જ અંતરાય પડેલ છે. ઉપાધિનો ત્યાગ કરવાથી આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ પ્રકારનું અંતર રહેતું નથી.
પાણી તો સરોવરમાં પણ હોય છે અને એક પાત્રમાં રાખેલું પાણી પણ પાણી જ છે. પાણી તો બન્નેમાં છે પણ ભિન્નભિન્ન સ્થિતિમાં હોવાને કારણે તેમાં ભેદ છે. જે પાત્રમાં રાખેલું પાણી સરેવરના પાણી સાથે મેળવી દેવામાં આવે તો પછી શું કોઈ પ્રકારને ભેદ રહી શકે? પછી તો બન્ને પાણી એક થઈ જશે. જ્યાંસુધી પાત્રની ઉપાધિ હતી ત્યાંસુધી ભેદ હતો; પરંતુ પાત્રની ઉપાધિ દૂર થતાં જ કોઈ પ્રકારને ભેદ રહ્યો નહિ.
આ સામાન્ય જણાતા ઉદાહરણમાં પણ ઘણે સારી રહે છે. આ ઉદાહરણ ઉપરથી સંપપૂર્વક સાથે રહેવાનો ઉપદેશ મળે છે. જે સમાજમાં ઉપરના ઉદાહરણનું અનુકરણ કરવામાં આવે તે સમાજમાં ઘણો સુધાર થઈ શકે એમ છે. જે કોઈ માણસ કઈ દુર્ગુણને કારણે સમાજથી બહિષ્કૃત થયો હોય, પરંતુ જે તે જ માણસ પ્રાયશ્ચિત લઈ દુર્ગુણનો ત્યાગ કરી પાછો સમાજમાં સમ્મિલિત થવા ચાહે તો તેને સમાજમાં પૂર્વવત્ સ્થાન આપવું જ જોઈએ. પરંતુ આજે સમાજની સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ જવાને કારણે સમાજ-વ્યવસ્થા બરાબર ચાલતી નથી. સમાજસેવકેએ. આ ઉપરથી વિચારવું જોઈએ કે, સમાજસ્થિતિ સુધારવા માટે સમાજની વ્યવસ્થા બરાબર કરવાની સર્વપ્રથમ આવશ્યકતા છે. સમાજની વ્યવસ્થા બરાબર સુધરી જશે તથા સમાજમાં બધાને સમાન સ્થાન મળશે તે સમાજદશા પણ અવશ્ય સુધરી જશે.
કહેવાનો આશય એ છે કે, આત્મા અને પરમાત્મામાં કર્મને કારણે જ ભેદ છે. જે વ્યક્તિ કર્મની ઉપાધિને ત્યાગ કરી દે છે તે પરમાત્મામય બની જાય છે અને એટલા જ માટે પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થને કરવામાં આવે છે કે –