________________
કર૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા આ પ્રમાણે લેકે મન ફાવે તેમ શેઠ અને શેઠાણીની નિંદા કરતા હતા, પણ શેઠ તે જાણે નિર્બલ કે બલ રામની માફક ચૂપચાપ બધાની નિંદા સાંભળતા હતા.
સુનેરી મને નિર્બલ કે બલ રામ પિછલી સાખ ભરું સન્તન કી અડે સુધારે કામ. દેખે. જબ લગ ગજબલ અપને રાખે, નેક સર્યો નહિ કામ;
નિર્બલ હે બલ રામ પુકારે, આયે આધે નામ. દેખે લે કે કહે છે કે, ધાર્મિક લેકે કાયર છે, નિર્બલ છે, પણ ધાર્મિક કે જે સાચી નિર્બલતા પ્રાપ્ત કરી લે તે તેઓમાં ઈશ્વરનું બલ આવી જાય. ઈશ્વરીય બળ કેવું જબરજસ્ત છે? એક બાજુ તે સંસારનું બધું બળ હોય અને બીજી બાજુ ઈશ્વરીય બળ હોય તે કેનું બળ વધે ? જો તમે સંસારના બળને તુચ્છ અને પરમાત્માના બળને મહાન માનતા હે તે તુચ્છ બળને ત્યાગ કરી મહાન બળને ધારણ કરે. ઈશ્વરીય બળની આગળ સંસારનું બળ ત૭ છે, ત્યાજ્ય છે અને હીરાની આગળ કાંકરાની સમાન છે. જો તમે ઈશ્વરીય બળને હીરાની સમાન માને છે તે એ બળની પ્રાપ્તિ માટે સંસારનાં કાંકરા જેવા તુચ્છ બળને ત્યાગ કરે. જે વીર હશે તે તે ઈશ્વરીય બળની પ્રાપ્તિ માટે સંસારના બળને છોડ્યા વગર રહેતો નથી. જેમ સુદર્શન શેઠે સંસારના બળને ત્યાગ કરી ઈશ્વરીય બળને અપનાવ્યું.
સદર્શન શેઠની કોઈ કોઈ તે નિંદા કરતા હતા, તે કોઈ કોઈ પ્રશંસા કરતા હતા. પણ સુદર્શન તે નિર્બલ બની ગયો હતે એટલા માટે તે બધાની વાત સાંભળ્યું જ હતું. સુદર્શન બેલતે પણ નથી એમ કહી કોઈ તેની નિંદા કરતા હતા. ત્યારે બે માણસ તે બકબક કરે છે, શાન્ત બેસી રહેતું નથી, પણ સુદર્શન તે કેવો શાન્ત છે એમ કહી કોઈ કોઈ તેની પ્રશંસા કરતા હતા.
- સંસારમાં હીરા વધારે છે કે કાંકરા ? જો કાંકરા વધારે છે તે શું એ કારણે હીરાની . ઉપેક્ષા કરી શકાય ? આ જ પ્રમાણે સુદર્શનની પ્રશંસા કરનારા ઓછા અને નિંદા કરનારા - વધારે હતા, એટલે એ કારણે શું સુદર્શન પિતાને દઢ વિચારનો ત્યાગ કરી શકે ખરે? સંસારમાં એમ કહેવામાં આવે છે કે બહુમતને વશ થવું. સંસાર વ્યવહારની દૃષ્ટિએ આ ઠીક છે. કહ્યું પણ છે કે –“મદારનો ચેન જત: થા:” બહુમત એ જ મહાજન છે. એટલા માટે સંસારવ્યવહારમાં તે બહુમત પ્રમાણે ચાલવું ઠીક છે, પણ આત્મિક ધર્મમાં બહુમતને સ્થાન નથી. આત્મિક ધર્મમાં તે વ્યક્તિ સ્વાતંત્રને જ સ્થાન છે. સંસારના સુધારકાર્યમાં બહુમતને સ્થાન આપવામાં આવે છે અને એમ કરવું તે અનુચિત પણ નથી, પરંતુ આત્મ-કલ્યાણને માટે બહુમતને મહત્ત્વ આપવું આવશ્યક નથી. - ગાંધીજીએ પરદેશ જતી વખતે બેચરજી સ્વામી નામના તમારા આ રાજકોટ શહેરમાં એક જૈન સાધુની પાસે માંસ, મદિરા અને પરસ્ત્રીનો ત્યાગ કર્યો હતે. જો તેઓ આ પ્રમાણે નિયમ લઈ પરદેશ ગયા ન હતા તે તેઓ આ સ્થિતિએ પહોંચ્યા હેત કે નહિ એ સંદેહની વાત છે. કેટલાક લોકો નિયમ લેવાની શી જરૂર છે એમ કહે છે, પરંતુ નિયમ લેવામાં કેવી શક્તિ રહેલી છે એ વાતને ગાંધીજીએ પોતે પણ સ્વીકાર કર્યો છે. ગાંધીજી માંસ, મદિરા અને પરસ્ત્રીને ત્યાગ કરી વિલાયત ગયા હતા. ત્યાં તેઓ બીમાર થઈ ગયા. તે વખતે ડૉકટરેએ તેમને કહ્યું