________________
૪૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
જો કાઈ પોલીસના માણસ ચેરી કરે તે તેને અપરાધ સાધારણ ચેરથી અધિક માનવામાં આવે છે. તેની ચેરી સરકારની ચેરી માનવામાં આવે છે. સરકાર આ પ્રકારના પોલીસ નાકરને દંડ આપ્યા વગર રહેતી નથી. કદાચિત સરકાર આવા અપરાધીને મારી પણ આપી દે, પણ શાસ્ત્ર તા સાધુ થઈને જે સાધુપણું પાળતા નથી તેની નિંદા કર્યા વગર રહી શકે નહિ અને એવા પાપશ્રમણને અપરાધી માને જ છે. શાસ્ત્ર કહે છે કે, નિત્થધા સ્વીકાર કરી જે તેનું પાલન કરતા નથી તે અનાથ જ છે. તેને ગૃહત્યાગ વ્યર્થ છે. અનાથી મુનિ આગળ કહે છે કે:
“સીયન્તિ ને વડુ નાયરા ના ”
.
આ પદમાં જે ‘ બહુ શબ્દ આપવામાં આવ્યેા છે તેના ઉદ્દેશ એ છે કે, જેએ નિ ન્યધમ ના અંગીકાર કરતા જ નથી તે તે કાયર છે જ, પણ જેએ નિન્દધર્માંતા સ્વીકાર કરી ફરી પાછા અનાથતામાં પડે છે તેઓ તે વધારે કાયર છે. જે પ્રમાણે પોલીસના માણસે કરેલ ચેરી મેટી ચેરી માનવામાં આવે છે, તે જ પ્રમાણે જે સાધુ થઈ તે પણ સાધુપણાનું પાલન કરતા નથી તે વધારે કાયર છે.
આ ઉપરથી કાઈ એમ કહેવા લાગે કે, તેા પછી સાધુપણું ન લેવું એ જ સારું છે. પરંતુ એ વાત પણ ઠીક નથી. જે કાઈ માણસ સેનામાં દાખલ જ થતા નથી અને ઘરમાં જ પડયો રહે છે, તે માણસ સેનામાં દાખલ ન થવાને કારણે કાંઈ વીર કહેવાતા નથી. જે માણસ સેનામાં દાખલ થઈ કામ કરે છે તે જ વીર કહેવાય છે. પરંતુ જે માણસ સેનામાં દાખલ થઈ ને પણ કાયરતા બતાવે છે તે ખચીત જ કાયર છે. તમને જો સેનામાં દાખલ થવા માટે કહેવામાં આવે, અને તમે · સેનામાં દાખલ થઈ કામ ન કરવાને કારણે કાયર કહેવાઈશું ' એ ભયથી સેનામાં દાખલ જ ન થાઓ તા એ કાંઈ તમારી વીરતા નહિ પણ કાયરતા જ છે.
એક પ્રકારે તે સેનામાં દાખલ ન થનાર અને ધરમાં જ પડચો રહેનાર એ કાયરાથી સારા છે, કે જે સેનામાં જઈને પણ કાયરતા બતાવે છે. તમે કહેશેા કે એ કેવી રીતે ? આ તો પરસ્પર વિરુદ્ધ વાત થઈ. આના ઉત્તર એ છે કે, માને કે, એક માણસ ચેરી કરવા માટે સેનામાં દાખલ થતા નથી અને ખીજો માણસ સેનામાં દાખલ થવાથી ચોરી કરવામાં સુવિધા રહેશે એમ વિચાર કરી સેનામાં દાખલ થાય છે. આ બન્ને માણસામાં જે માણસ સેનામાં દાખલ થઈને ચારી કરે છે તેને સારા કહી શકાય નિહ. પોલીસ બનીને ચેરી કરનાર માણસની અપેક્ષાએ, ચેરી કરવા માટે પોલીસ બનતા નથી તે માણસ સારા કહેવાશે. જો કે પેાલીસમાં દાખલ ન થવું તે પણ કાયરતા કહેવાશે પણ આ કાયરતા કરતાં પેાલીસ થઈને ચારી કરવી એ કાયરતા વધારે ખરાબ છે.
આ એક ઉદાહરણ છે. આ ઉદાહરણ પ્રમાણે સાધુ ન થવું એ તેા કાયરતા છે જ, પરંતુ સાધુ થઈને સાધુપણાનું પાલન ન કરવું એ વધારે કાયરતા છે. એક રીતે આ કારણે જે સાધુ થતા નથી તે ઓછા કાયર છે, પણ આ કારણે સાધુપણું લેવું ખરાબ છે એમ કહી શકાય નહિ. જે લોકા સાધુપણું લે છે તેએમાંથી સાધુપણાનું પાલન કરનાર સાધુ પણ નીકળે છે, પણ જે સાધુપણું લેતા જ નથી તેમાંથી સાધુપણાનું પાલન કરનાર નીકળી શકતા નથી. પેાલીસવાળાઓમાંથી કાઈ કાઈ ચારી પણ કરે છે છતાં પેાલીસ વિના