SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા સાર તારી આગળ વ્યક્ત કરું છું. મારા કોઈ ભાવને અને કોઈ શક્તિને છુપાવું નહિ, પણ મારામાં જે ભાવ અને જે શક્તિ છે તે તારી આગળ પ્રકટ કરું કે જેથી તું મારી આશા પૂરી કરી શકે અને હું તારી ભક્તિ કરી શકું !” કોઈ મેટે માણસ તમારા ઘેર આવે અને તમે તમારા ઘરમાં જે કાંઈ હોય તે બધું તે માણસની આગળ મૂકી દે, તે શું તે માણસ તમારી એ ભેટને સ્વીકાર નહિ કરે ? કે શું તમારી એ ભેટની પ્રશંસા નહિ કરે ? જે તે ખરેખર મેટે માણસ હશે તે તે અવશ્ય પ્રશંસા કરશે. ચંદનબાળાએ ભગવાન મહાવીરને અડદનાં બાકળાં આપ્યાં હતાં અને તે પણ સૂપડામાં ભરીને આપ્યાં હતાં. તે વખતે તેણીએ હાથકડી તથા બેડી પહેરેલી હતી અને માથું મુંડાવેલ હતું. છતાં ભગવાને તેણીએ આપેલાં અડદનાં બાકળાં ભાવપૂર્વક સ્વીકાર્યા. આ જ પ્રમાણે ભલે તમારી ભાષા અપૂર્ણ હોય પણ તમારા હૃદયના ભાવો પરમાત્મા સમક્ષ રજુ કરશે તે પરમાત્મા જરૂર તેને સ્વીકાર કરશે. જે હૃદયના ભાવ પ્રગટ કરવા માટે તમારાથી બીજું કાંઈ ન થાય તો છેવટે એમ કહે કે – જય જય જગત શિરોમણિ !” આ પ્રમાણે હૃદયના ભાવેને સંક્ષેપમાં તે અવશ્ય વ્યક્ત કરે; પણ હૃદયના ભાવો દબાવી રાખો નહિ. કેવળ બહારથી હાથ જોડી જય જય બોલે પણ હૃદયમાં ભેદ રાખો તે તે સાચો જયકાર નથી, જે હૃદયમાં ભેદ રાખી તુચ્છ કામો માટે પરમાત્માને જય માનો તે એ જયકાર સાચે નથી. એ તો જ્યકારને બદલે ઊલટે તુચ્છકાર છે. એટલા માટે એવી ભાવના કરે કે, “હે! પ્રભો! હું રાગદ્વેષને દૂર કરવામાં જ તારો જયકાર માનું અને તારા જયકારમાં જ હું મારો જયકાર માનું.” આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરવાથી કલ્યાણુ જ થશે. અનાથી મુનિને અધિકાર–૪૫ : આ જ વાત અનાથી મુનિ રાજાને કહે છે કે, “હે. રાજન ! કેટલાક કાયર સાધુઓ સાધુપણુને વેશ તે ધારણ કરે છે, અને કેશને લચ પણ કરે છે, પણ તેઓ બહાર કાંઈ બીજું બતાવે છે અને અંદર કાંઈ બીજો ભેદ રાખે છે. અને તે કારણે તેઓ અનાથના અનાથ જ રહે છે. સાધુપણું લેવાને કારણે તેમને સંસારસંબંધ સંસારી જે રહેતો નથી અને સાધુપણાનું પણ બરાબર પાલન થતું નથી; એ કારણે તેની સ્થિતિ કઢંગી બની જાય છે.” - તમે સાધુતાના પૂજારી છે. કેવળ વેશ કે વિદ્વતાના પૂજારી નથી. કાશીના પંડિત બહુ ભણેલા પણ હોય છે પણ શું તેમને સાધુ માની તેમને વંદના કરે છે ? તેમને વંદના તમે એટલા માટે કરતા નથી કે તમે કેવળ પંડિતાઈને પૂજારી નથી; પણ સાધુતાના જ પૂજારી છે. કહેવત છે કે ભેષપૂજા તે મત જા !” - ભગવાન મહાવીરને સિદ્ધાન્ત કેવળ વેશપૂજા કરવાનું નથી. ગુણની જ પૂજા કરવાને છે. એટલા માટે ગુણને જોઈને તેની પૂજા કરવી. જે કઈ સાધુમાં સાધુતાને ગુણ નથી પશુ કેવળ વેશ છે તે તેને ન માનવા.
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy