________________
----
-
-
--
=
= = = =
= =
=
=
ક. ૪૧
શુદ ૪]
રાજકોટ–ચાતુર્માસ
[૩૮૯
વ્યાખ્યાન: સંવત્ ૧૯૨ બીજા ભાદરવા સુદ ૪ શનિવાર
પ્રાર્થના શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વંદન પૂજન જગજી; આશા પૂરે ચિંતા ચૂરે, આપ સુખ આગળ. “સંબરરાય “સિદ્ધારથ” રાણું, તેહનો આતમજાતજી; પ્રાણ પિયારે સાહબ સાચે, તુહી જ માત ને તાતછે. શ્રી અભિનંદન. ૧ –વિનયચંદ્રજી કુંભટ વીશી.
' શાં અભિનન્દન ભગવાનની પ્રાર્થના કરવામાં આવી છે. - પ્રાથી પુરુષ જ્યારે પરમાત્માની પ્રાર્થનામાં પોતાના આત્માને ઓતપ્રત કરી દે છે. ત્યારે તેના હૃદયમાં વિચિત્ર ચમત્કાર પેદા થાય છે. એ ચમત્કારને અનુભવ સાચી પ્રાર્થના કરનારને જ થઈ શકે છે. બાકીના લોકો તે તમાશાની માફક જેનારા જ હોય છે. જે પ્રમાણે ખેલ કે નાટકમાં ખેલ કરનારાઓ તે પિતાના ભાવ અને ક્રિયા પ્રમાણે ખેલનું કામ કરે છે, અને બાકીના લેક તે ખેલ જોનારા જ હોય છે; એ જ પ્રમાણે પ્રાર્થનામાં કે : ચમત્કાર રહેલો છે એ તે પ્રાર્થના કરનાર જ જાણી શકે છે, બાકીના લેકે જાણી શકતા ? નથી. વાસ્તવમાં પ્રાર્થનાને વિષય જ કઠિન છે. શાસ્ત્રમાં લવણ સમુદ્રને હિસાબ બતાવતાં કહ્યું છે કે, લવણ સમુદ્રમાં ૯૫ અંગુલ દૂર જતાં એક અંગુલ ઊંડું પાણી આવે છે. ૯૫ હાથ દૂર જતાં એક હાથ ઉંડું પાણી આવે છે, અને ૯૫ ગાઉ દૂર જતાં એક ગાઉ ઉડું , પાણી આવે છે. આ પ્રમાણે જેમ જેમ આગળ જવામાં આવે છે તેમ તેમ ઊંડું પાણી આવે છે. આ જ વાત જ્ઞાનને વિષે પણ લાગુ પડે છે. જ્યાં સુધી આત્મા પૂર્ણ નથી, અપૂર્ણ છે ત્યાં સુધી તે જ્ઞાનસાગરમાં જેમ જેમ પ્રવેશ કરે છે, તેમ તેમ જ્ઞાનને સાગર ઉત્તરોત્તર: ઉડે જણાય છે. એટલા માટે જ્ઞાનસમુદ્રમાં કેવી રીતે જવું એ એક પ્રશ્ન છે. આને , ઉપાય તે પરમાત્માના શરણે જવું એ જ છે. એટલા માટે ભક્ત લેકો કહે છે કે – - જબ લગ આવાગમન ન છૂટે, તબ લગ યહ અરદાસજી;
સમકિત સહિત જ્ઞાન ગુન સમકિત, પાઉં દઢ વિશ્વાસ જી. - ભક્તો કહે છે કે, હે! પ્રભો! જ્યાં સુધી હું અપૂર્ણ છું ત્યાં સુધી મને તારા ચરણ નૌકાને આધાર મળવો જોઈએ. ભક્ત લોકો આ પ્રમાણે પરમાત્માની પ્રાર્થના કરે છે, અને જે અનન્ય ભાવે પરમાત્માની સાચી પ્રાર્થના કરે છે તેને પરમાત્માની ચરણનૌકા : અવશ્ય મળે છે.
કોઈ માણસ બે હાથ વડે સમુદ્રને તરી રહ્યો હોય તે તેને કેટલી બધી મુશ્કેલી પડે ? પણ જો તેને તે વખતે નૌકા મળી જાય તો તે જ દુસ્તર સમુદ્ર તેને માટે ક્રીડાસ્થળ બની જાય. આ જ પ્રમાણે ભક્તો કહે છે કે, “હે! પ્રભો ! અમને તારી ચરણનૌકા મળી જાય તે સંસાર પણ અમારા માટે ક્રીડાસ્થળ બની જાય.” પરમાત્માના ચરણ શરણે જવા માટે આપણી ગતિ તે તરફ જ હેવી જોઈએ, અને તે માટે આપણે બધાએ પરમાત્માની પ્રાર્થના એક ભાવનાએ એવી કરવી જોઈએ કે –