________________
નિવેદન
શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્ય શ્રી જવાહિરલાલજી મહારાજશ્રીએ સંવત ૧૯૯૨ ના રાજકોટ ચાતુર્માસ દરમ્યાન “અનાથી મુનિ અને સુદર્શન શેઠના” અધિકાર ઉપર, જે ક્રમિક વ્યાખ્યાને ફરમાવેલ, તે પૈકીના અષાડ વદી ૨ થી પ્રથમ ભાદરવા વદ ૦)) સુધીના વ્યાખ્યાનોનો સંગ્રહ આ પુસ્તકના પ્રથમ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જ્યારે બાકીના એટલે બીજા ભાદરવા સુદી ૧ થી સંવત ૧૯૯૩ ના કારતક વદી ૧ સુધીના સદરહુ વિષયને લગતા વ્યાખ્યાનોનો સંગ્રહ આ બીજા ભાગદ્વારા પ્રસિદ્ધ કરી જનસમાજ સમક્ષ રજુ કરતાં આનંદ થાય છે.
વ્યાખ્યાનોને આ દ્વિતીય ભાગ પ્રથમ ભાગના અનુસંધાનમાં જ અને તરત જ પ્રસિદ્ધી પામતે હોવાથી, તેમજ પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં જે કાંઈ કહેવાનું હતું તે વિસ્તૃતરૂપે કહી દીધેલ હોવાથી આ બીજા ભાગ માટે જુદી પ્રસ્તાવના આપવાની જરૂર જણાઈ નથી, એટલે આ ટુંક નિવેદનથી જ સંતોષ માની લેવામાં આવે છે.
તેમ છતાં પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ આ વ્યાખ્યાન સંગ્રહના પ્રકાશકને મુખ્ય હેતુ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાન્તને પ્રચાર થાય એ છે. સાથે સાથે સાધુ સમુદાય એછો હોવાને કારણે જે નાના ગામડાઓમાં કે નગરમાં કે જ્યાં સાધુ મુનિરાજના ચાતુર્માસ થતાં નથી, અને દરિયાપારના દેશમાં કે જ્યાં સાધુ મુનિરાજનું આવાગમન થઈ જ શકતું નથી, ત્યાં વસતા જૈન બધુઓ આ વ્યાખ્યાનેને લાભ લઈ ધર્મબોધ પામી શકે, અને સામાયિકમાં નિવૃત્તિ જીવનને સદુપયોગ કરી શકે એ દષ્ટિએ પણ આ પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું છે. આશા છે કે, આ પ્રકાશનના હેતુને બર લાવવામાં આ પુસ્તક થોડું કે ઘણું સહાયભૂત નીવડશે, તે પણ તેની પાછળ સેવવામાં આવેલો શ્રમ સાર્થક જ છે.
આ દ્વિતીય ભાગના વ્યાખ્યાનના અનુવાદનું કાર્ય પણ શ્રી શાંતિલાલ વનમાળી શેકન્યાયતીર્થદ્વારાએ જ કરાવવામાં આવેલ છે, કે જે તેમણે એટલા જ ખંત અને શ્રમપૂર્વક બજાવી પૂજ્યશ્રીના મૂળ ભાવને જાળવી રાખવા બનતું કરેલ છે. તેમજ આ ભાગના પ્રકાશન અંગેની વ્યવસ્થા કરવામાં શ્રી હરખચંદ કેશવજી વેરાએ અને મુફ શોધન કરવામાં શ્રી વાડીલાલ કાકુભાઈ સંઘવીએ ઉમંગભેર સહકાર આપી સંતોષ આપેલ છે, તેની નેંધ લેતાં અતિ હર્ષ થાય છે.
આ પ્રકાશનમાં વ્યાખ્યાનની નેંધ લેવામાં દૃષ્ટિદષથી કે સમજફેરથી કાંઈ ભૂલ રહેલી માલુમ પડે છે તે માટે પ્રકાશક ક્ષમાથી છે.
શરદ-પૂનમ સંવત ૧૯૯૩
રાજકેટ,
ચુનીલાલ નાગજી વોરા
વ્યવસ્થાપક