________________
૩૬૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
અનાથી મુનિરાજાને કહે છે કે, હે! રાજન! મે મારા દુઃખનું તને જે ઉદાહરણ આપ્યું દુ:ખ તા તદ્દન સાધારણ છે. હવે તને હું મહાન દુઃખનાં દૃષ્ટાંતા આપું છું. એના માટે અનાથી મુનિએ સમસ્ત દુ:ખાના સંગ્રહરૂપે વૈતરણી નદી અને ફૂટશામાલી વૃક્ષનાં અને સમસ્ત સુખાના સંગ્રહરૂપે કામધેનુ અને નંદનવનનાં ઉદાહરણ આપ્યાં છે.
આજકાલ કાઈ એમ કહે છે કે, દુઃખનું કારણ ધમ છે. કાઈ કહે છે કે, દુઃખનું કારણ અહિંસા છે. કારણ કે અહિંસાને કારણે કાયરતા આવી છે અને કાયરતા એ દુઃખરૂપ છે. કાઈ એમ કહે છે કે, ભગવાન જ દુઃખ આપે છે. આ પ્રમાણે લેક દુ:ખ વિષે ભિન્ન ભિન્ન કલ્પના કરે છે. આ જ પ્રમાણે સુખને માટે એમ કહેવામાં આવે છે કે, અમને માતાપિતા, ભાઈબહેન—પત્નિ વગેરે સુખ આપે છે. કાઈ કહે છે કે, ખાવા-પીવામાં અને મેાજમા માણવામાં જ સુખ છે. કાઈ કહે છે કે, ધનસગ્રહ કરવામાં અને તેને ઉપભોગ કરવામાં જ સુખ છે. આ પ્રમાણે સુખ અને દુઃખ આપનાર વિષે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના કરવામાં માવે છે. પણ આ પ્રમાણે સુખ કે દુઃખ આપનાર તરીકે ખીજાને માનવામાં આવે છે. ત્યાં સુધી આત્મા અનાથ જ છે.
કદાચ કાઈ કહે કે એમને સુખ-દુઃખના કારણભૂત ન માને. પણ એટલું તે માનવું પારો કે, પુણ્યની પ્રકૃતિ સુખ આપે છે અને પાપની પ્રકૃતિ દુઃખ આપે છે. ૮૨ પ્રકારની પાપની પ્રકૃતિ દુ:ખ આપે છે અને ૪ર પ્રકારની પુણ્યની પ્રકૃતિ સુખ આપે છે. નવ પ્રકારના પુણ્યથી સુખ થાય છે અને ૧૮ પ્રકારના પાપથી દુ:ખ થાય છે. પુણ્યથી જ ઈષ્ટ ગંધ, ઇષ્ટ રૂપ, આદિ મળે છે અને પાપથી જ અનિષ્ટ શબ્દ તથા અનિષ્ટ રૂપ વગેરે મળે છે. આ પ્રમાણે પુણ્ય અને પાપને તે સુખ અને દુઃખનાં કારણભૂત માનવાં જ પડશે. પણ એને માટે એમ વિચારા કે પુણ્ય કે પાપની પ્રકૃતિ જડ છે કે ચૈતન્ય ? જો જડ છે, તે જડને ચૈતન્ય માટે સુખ–દુ:ખ દેનાર માનવું એ તે અનાથતા જ છે. માટે અનાથતામાંથી નીકળવા માટે એમ માને કે, આત્મા જ સુખ-દુઃખતા દેનાર છે. સુખ-દુઃખને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર પણ આ આત્મા જ છે. આ જ પ્રમાણે આ આત્મા જ મિત્ર છે અને આ આત્મા જ શત્રુ પણ છે. સારી કે ખરાબ સ્થિતિને પ્રાપ્ત કરનાર પણ આ આત્મા જ છે.
66
અનાય મુનિ કહે છે કે, “ હે ! રાજન ! આ આત્મા જ વૈતરણી નદી છે, અને આ આત્મા જ ફૂટશામલી વૃક્ષ છે. આ જ પ્રમાણે આ આત્મા જ કામધેનુ છે અને આ આત્મા જ નંદનવન સમાન છે. આત્મા જ કર્યાં છે. આત્મા જ વિકર્તા છે, આત્મા જ મિત્ર છે અને આત્મા જ શત્રુ છે. ”
મનાથી મુનિએ જે ઉપદેશ આપ્યા તે ઉપદેશનું આ મૂળ છે. આ ઉપદેશના વિસ્તાર તે યથાસમયે કરવામાં આવશે. અત્યારે તે એટલું જ કહેવાનું છે કે, આ ઉપદેશને સમજી તમે પણ અનાથતાને દૂર કરવાને પ્રયત્ન કરશે તે તમે પણ અનાથી મુનિની માફક તમારા પોતાના તથા બીજાના નાથ બની શકશેા. હવે સુદર્શન પેાતાની અનાથતા કેવી રીતે દૂર કરે છે તે જી.