________________
શુદી ૧૧]
રાજકોટ–ચાતુમાસ
[૬૬૧
મતલબ કે, સિંહની સેવા સિંહ જ કરી શકે છે. શિયાળ સિંહની સેવા કરી શકતા નથી. અહીં તેા રાજા પણ સિંહ સમાન છે અને મુનિ પણ સિંહ સમાન છે. બન્ને સિંહવૃત્તિવાળા છે.
જો તમે આવા મુનિસિંહની સેવા કરવા ચાહેા છે તેા તમે પણ સિંહવૃત્તિવાળા ખતા. આ જ પ્રમાણે અમારે સાધુએએ પણ સિંહ જેવા સ્વભાવવાળા બનવું જોઈએ. જે લેાકા સિંહની માફક ગૃહના ત્યાગ કરી સિંહની જ માફક સંયમનું પાલન કરે છે તેએ જ સનાથ છે. પરંતુ સ્વભાવ તે સિંહના જ રાખવા જોઈ એ. આ પ્રમાણે સિંહના સ્વભાવ રાખી સનાથ અનનાર અને સિંહના સ્વભાવ રાખી સનાથ-સિંહ જેવાની સેવા કરનારનું હમેશાં કલ્યાણ જ થાય છે. તમે પણ સિંહના સ્વભાવ રાખી સનાથ મુનિ જેવાની સેવા કરા તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
—> s—
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૧૧ બુધવાર
પ્રાર્થના
ચેતન જાણ કલ્યાણ કરન કા, શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ ગુન,
આન મિલ્યેા અવસર રે; મન ચચલ થિર કર રે. શ્રેયાંસ જિણંદ સુમર રે. ॥ ૧॥ —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં જે ઉપદેશ આપવામાં આવ્યા છે તે સમુચ્યરૂપે આપવામાં આવ્યા છે. કાઈ વ્યક્તિવિશેષને સંખેાધન કરી આ ઉપદેશ આપવામાં આવ્યેા નથી, એટલા માટે આ ઉપદેશને જે કાઈ પાતાના માટે માને તેા માની શકે છે. સમુચ્યરૂપે કહેવામાં આવેલી વાતને જે બાજુ લઈ જવા ચાહેા તે બાજુ લઈ જઈ શકેા છે. બચપણમાં બાળકાની સાથે દોડતાં દોડતાં હું એમ કહેતા હતા કે, આ ચાંદા મારી સાથે દાડતા ચાલ્યા આવે છે. બીજા બાળક પણ મારી જેમ કહેતા હતા. તા હવે ચાંદા કેાની સાથે દાડતા હતા? તે એમ જ કહેવામાં આવશે કે, જે માને તેની પાછળ ચાંદા દોડે છે. આ જ પ્રમાણે આ પ્રાનામાં પણ જે ઉપદેશ આપવામાં આવ્યા છે તે ઉપદેશ જે માને તેને માટે ઉપયાગી નીવડે એવા છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કેઃ—
6
,
સુમર રૈ શ્રેયાંસ જિનેદ્ર સુમર રે.
,
આ ઉપદેશને ખીજા કાઈના વિષે ન માનતાં હું પોતાના વિષે જ માનું છું અને પેાતાને સંખેાધીને હું કહું છું કે, હૈ ! આત્મા ! સ્મરણ કર, સ્મરણ કર. આ સ્મરણ કરવાનું કામ જેટલું મોટું છે તેટલી જ તેમાં ભૂલ થાય છે. મેટા કામમાં ભૂલા પણ મેાટી થાય છે. એટલા જ માટે આત્માને વારંવાર પ્રેરણા કરવામાં આવે છે કે, ‘ સ્મરણ કર. આ આત્મા
'