________________
* * * * * * * * *
*
*
*
.
કાકા કા
શુદી ૧૦ ] રાજકોટ–ચાતુર્માસ *
[ ૬૫ ૭ કરવી અને પરમાત્મા પાસેથી જડવસ્તુની કામના કરવી એ કોઈપણ રીતે ઉચિત નથી. પરમાત્માને જડવસ્તુની સાથે કોઈ સંબંધ નથી. એટલા માટે પરમાત્મા પાસે જડવસ્તુની કામના ન કરે તેમ પરમાત્માને જડવતુ આપનાર કલ્પવૃક્ષની સમાન કલ્પવૃક્ષ પણ ન માને. પરમાત્મા તે એવા કલ્પવૃક્ષ સમાન છે કે જે વસ્તુ જડ કલ્પવૃક્ષ દ્વારા મળી શકતી નથી તે વસ્તુ તેની દ્વારા મળી શકે છે.
પરમાત્મારૂપી કલ્પવૃક્ષની સેવા કરવા માટે તમે જે તમારાં પાપ અને દુર્ગણે તેમની સમક્ષ નગ્ન સ્વરૂપમાં પ્રગટ કરી દેશે અને ભવિષ્યમાં પાપાચરણ નહિ કરવાનો નિશ્ચય કરશે તે તમારે આત્મા નિષ્પાપ બની ઉર્ધ્વગામી અવશ્ય બનશે. અનાથી મુનિને અધિકાર–૭૫
રાજા શ્રેણિક, અનાથી મુનિદ્વારા આ વાત સમજવાને કારણે જ, જ્યાં તે સનાથતા જેતે હતા ત્યાં અનાથતા જોવા લાગ્યો અને જ્યાં અનાથતા જેતે હતું ત્યાં સનાથતા જોવા લાગ્યો. પહેલાં તે મુનિને એમ કહેતું હતું કે, હું તમારે નાથ બનું છું પણ જ્યારે તેનું હૃદય નિર્મલ થઈ ગયું ત્યારે તે કહેવા લાગ્યો કે, “હે ! મુનિ! આપ જ સનાથ છો અને બધાં પ્રાણીઓના સ્વામી છે.”
ગુરુને ઓળખવાનું સાધન સનાથતા જ છે. જે જડ વસ્તુઓ સાથે મમતા રાખવામાં આવે છે તે જડ વસ્તુઓ અનાથતા વધારનારી છે, એટલા માટે જે એવી વસ્તુઓ ઉપર મમત્વ રાખે છે તે ગુરુ બનવાને યોગ્ય નથી. ગુરુ બનવાને યોગ્ય છે તે જ છે કે, જેનામાં આવી વસ્તુઓ ઉપર મમત્વ જ નથી.
૩૬ નંબર લખવામાં ૩ અને ૬ નંબરને ઊલટા જ રાખવા પડે છે. જે કોઈ માણસ ૩૬ નંબર લખવા ચાહત હોય, અને ૩ અને ૬ નંબરને સામે સામે-સન્મુખ લખવા ચાહત હોય તે તે ૩૩ કે ૬૩ કે ૬૬ નંબર ભલે લખી શકે, પણ ૩૬ નંબર લખવા માટે તે તેણે નંબરેને ઊલટા જ રાખવા પડશે. આ જ પ્રમાણે મુનિ મહાત્મામાં કોણ સનાથ છે એ વાતને નિર્ણય કરવા માટે જે પ્રમાણે ૩૬ નંબરમાં બન્ને અંકાનું મુખ વિપરીત રહે છે, તે જ પ્રમાણે જે સંસારથી તદ્દન વિમુખ રહે છે તે જ સનાથ છે, એમ સમજવું જોઈએ. સનાથ પણ બનવા ચાહે અને સંસારનાં પદાર્થો ઉપર મમત્વ પણું રાખવા ચાહે તે એ બને વાત બની શકતી નથી. જ્યાંસુધી સંસારનું મમત્વ ન છૂટે અને પુદ્ગલેનું મમત્વ રહે ત્યાં સુધી આત્મા અનાથ જ છે, સનાથ નથી.
જે બીજાની ચીજ ઉપર દષ્ટિ નાંખે છે કે તેને લેવા ચાહે છે કે લે છે, તેને સંસારવ્યવહારમાં ચોર કે ઉઠાઉગીર કહેવામાં આવે છે. આ જ પ્રમાણે નિશ્ચયમાં પણ જે પરવસ્તુ ઉપર મમત્વ રાખે છે તે અનાથ છે, સનાથ નથી. . આ ઉપરથી કોઈ એમ કહે કે, સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ ઉતાર એ વાત તે બરાબર છે પણ જે સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ એકદમ છૂટી ન શકે તે એ દિશામાં શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, જો સાંસારિક પદાર્થો ઉપરથી મમત્વ એકદમ છૂટી ન શકે તે તેનું સ્વરૂપ તે જાણે અને એ સંસારનાં પદાર્થો અનાથતામાં પાડનારાં છે પણ સનાથતા લાવનારાં નથી એટલું તે અવશ્ય માને ! જે આ પ્રમાણે સાંસારિક
૩૮