________________
૬૪૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ શ્રી જવાહિર ચાઇ
[ કારતક
નથી. જે કાયર હોય છે તે પિતાના વિચારોને દબાવી રાખે છે. તમારા લેકમાં એવી કાયરતા છે, કે તમે લેકે પિતાની ભૂલને જાણવા છતાં દાબી રાખે છે. આમ કરીને તમે પિતાનું અહિત કરે છે, પણ સાથે સાથે બીજાઓનું પણ અહિત કરે છે. જે તમને તમારી ભૂલ જણાય તે તમે તેને પ્રકટ કરી દે, કે જેથી બીજા લોકો પણ એમ સમજવા લાગે, કે આમ કરવું કે આમ માનવું એ ભૂલ છે. આ પ્રમાણે ભૂલને પ્રકટ કરવાથી પિતાનું પણ હિત થાય અને સાથે સાથે બીજાઓનું પણ હિત થાય.
રાજાનું કાર્ય જોઈ તમે પણ તમારો ભૂતકાળ જુઓ અને ભૂતકાળમાં જે પાપ કર્યો હોય તેને જોઈ નાંખો તે તેમાં કલ્યાણ જ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૩ કારતક સુદી ૮ રવિવાર
પ્રાર્થના કકંઠી નગરી ભલી હે, શ્રી સુગ્રીવ નૃપાલ રામાતમુ પટરાયની હે, તસ સુત પરમ કૃપાલ. - શ્રી સુવિધિ જિનેશ્વર વદિએ હે. ૧૫
–વિનયચંદ્રજી કુંભ, વીશી
સુવિધિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્મા કયાં છે એવી જિજ્ઞાસા પ્રત્યેક વ્યક્તિને પેદા થાય છે, અને આ જિજ્ઞાસાની પૂર્તિ માટે અનેક પ્રકારનાં તર્કો ચલાવવામાં આવે છે અને અનેક પ્રકારે આ જિજ્ઞાસાનું સમાધાન પણ કરવામાં આવે છે. પણ જૈન સિદ્ધાન્ત કહે છે કે, આ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે અહીંતહીં ન ભટકતાં તમારા આત્માને જ જુઓ. પરમાત્મા ક્યાંય બહાર નથી. એ તે તમારા આત્મામાં જ છે. આજે તમારો આત્મા કર્માવરણોથી ઢંકાઈ ગયો છે અને એ જ કારણે તેને પરમાત્મત્વને ગુણ પણ ઢંકાઈ ગયો છે. નહિ તે તમારા આત્મામાં અને પરમાત્મામાં કાંઈ અંતર નથી. કર્માવરણો દૂર થતાં જ પરમાત્મા ક્યાં છે તેની તમને ખબર પડશે. પરમાત્માની પ્રાર્થના પણ એ કર્યાવરણને દૂર કરવા માટે જ કરવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કર્યાવરણને દૂર કરવાનું સાધન છે અને કર્માવરણને દૂર કરવાં એ સાધ્ય છે. જો આ સાધનધારા સાધ્યની પૂર્તિ થઈ શકતી ન હોય અને કર્માવરણને દૂર કરવા છતાં પણ આત્મા પરમાત્મા બની શકતા ન હોય તે પછી ઈશ્વરને એક જુદી અને તટસ્થ વ્યક્તિ માનવી પડશે. તે વ્યક્તિવિશેષ ઈશ્વર કર્માવરણોથી લિપ્ત થએલ છે એમ માનવું પડશે. પણ આમ માનવું કે આવી કલ્પના કરવી એ ઠીક કે કલ્યાણકારી નથી. એટલા માટે જેન સિદ્ધાન્ત એમ કહે છે કે, આ આત્માનાં કર્માવરણ દૂર થતાં આ આત્મા જ પરમાત્માનાં ગુણોને પ્રકટ કરી લે છે અને એટલા જ માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે. સાધનનો ઉપયોગ સાધ્યની પૂર્તિ માટે જ કરવામાં આવે છે પણ જ્યારે સાથે જ ન હોય તે પછી સાધનને ઉપગ જ શા માટે કરવામાં આવે! આ પ્રમાણે પરમાત્માની