________________
શુદી ૩ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૨૯
રાજા શ્રેણિકની માફક તમે લોકો પણ આ ધર્માંકથા સાંભળી હવે સારાં ખાનપાનમાં જ મનુષ્યજન્મને સફળ ન માનેા પરંતુ તેને સુલાભ લે. તમે તમારા જીવનને ખીજાએનું કલ્યાણ કરવામાં લગાવી દો. તે વખતે તમે જ માનતા થશેા કે, અમારું મનુષ્ય જીવન હવે સુંદર અને સફળ છે. આ પ્રમાણે તમે મનુષ્યજીવનની કીંમત સમજો અને કૃતજ્ઞ બને તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
=>pus —
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૩ મગળવાર
1*0
પ્રાર્થના
શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વંદન પૂજન જોગજી; આશા પૂરા ચિંતા ચૂરા, આપે સુખ આરાગજી. ॥ ૧ ॥ —વિનચચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી. અભિન’દન ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થનામાં બતાવેલ ભાવ તો સ્પષ્ટ છે છતાં તે વિષે થાડુ' કહેવાનું હોવાથી કહું છું.
આ પ્રાર્થનામાં આશા પૂરી કરવાની પ્રાર્થના કરવામાં આવી છે, પરંતુ ભગવાનની પાસે કઈ આશા પૂરી કરાવવાની છે એ વાતને સર્વપ્રથમ નિર્ણય કરવા જોઈ એ. ‘ આશા પૂરી કરો' એ વાત સાધારણ રીતે સરળ અને સ્પષ્ટ જણાય છે, પરંતુ સાંસારિક લેાકાની સાંસારિક કામના વધી ગઈ હેવાને કારણે કઈ આશાની પૂર્તિ કરાવવી એ વાતના નિર્ણય કરવા મુશ્કેલ થઈ રહ્યો છે; પણ મારા આત્મા એમ કહી રહ્યો છે કે, પરમાત્માની પાસે સરળ અને મધુર આશા પૂરી કરાવવી જોઈએ.
મધુર આશા કોને કહેવી એ પણ એક પ્રશ્ન છે. સંસારમાં જે લેાકેા મેાટા ગણાય છે. તે લાકો મેાટી વસ્તુઓને જ મધુર માને છે; પણ જ્ઞાનીજને કહે છે કે, તે લોકો જે વસ્તુને મધુર માને છે, વાસ્તવમાં તે વસ્તુ મધુર નથી. ઉદાહરણ તરીકે, કોઈ કહેવાતા મેટા માણસસા સા રૂપિયાના એક એક કાળીયા ખાય અને તેને મધુર માને, પણ જ્ઞાનીજના કહે છે કે, તે મધુર નહિ પણ વિષ છે. મધુર તા તે છે કે જેદ્દારા બધાનું પોષણ થઈ શકે. જેદ્દારા જીવન નભી શકે તે મધુર છે; બાકી તા બધા વિકાર છે. કોઈ તરસ્યા માણસને માં શરબત પણ પીવડાવવામાં આવે છે પણ વિવેકીજતા કહે છે કે, તે મધુર નથી. મધુર તા. પાણી જ છે. આ જ પ્રમાણે જે ભૂખ મટાડે છે તે અન્ન મધુર છે. જે લજ્જાની રક્ષા કરે છે તે વસ્ત્ર મધુર છે. વસ્ત્ર લજ્જાની રક્ષા માટે જ પહેરવામાં આવે છે. એટલા માટે જે લજ્જાની રક્ષા કરે તે જ વસ્ત્ર મધુર છે. બાકી ફેશનેબલ અને ઝીણાં વસ્ત્રો કે જે લજ્જાની રક્ષા કરી શકતાં નથી તે વસ્ત્રો મધુર નથી, પણ વિષ છે.
કહેવાતા મેટા માણસા સાદી વસ્તુને મધુર ન માનતાં મેાંઘી ચીજને મધુર માને છે અને એ જ કારણે તેએએ સંસારને વધારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. પરંતુ વિવેકજતા કહે