________________
શુદી ૧]
રાજકોટ–ચાતુર્માસ
| [૬૨૫
છે એ બધાનું વર્ણન કરવાને માટે તે હું સમર્થ નથી પણ ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પડયું એ વિષે બરાબર વિચાર કરવામાં આવે તે એ વિચાર સંસાર વ્યવહારને માટે અને આત્મકલ્યાણને માટે પણ લાભપ્રદ નીવડી શકે એમ છે.
ભગવાન સંભવનાથનું નામ સંભવનાથ કેમ પડયું એને માટે એમ કહેવામાં આવે છે. કે, જે સમયે ભગવાન સંભવનાથ ગર્ભમાં આવ્યા તે પહેલાં દેશમાં મહાન દુષ્કાળ પડ્યો હત. દુષ્કાળના સમયે સંસારમાં કેવી વિષમતા ફેલાવા પામે છે અને લોકોની સ્થિતિ કેવી કઢંગી બની જાય છે એ વાત કહી કહેવાય એવી નથી! દુકાળના વખતે માતા પણ પિતાનાં સંતાનને ભૂલી જાય છે એટલું જ નહિ પણ પિતાનાં સંતાનોને પણ મારી ખાઈ જાય છે. આથી વિશેષ વિષમતા અને લોકોની ભયંકર સ્થિતિ બીજી કેવી હાય ! દુષ્કાળના આવા મુશ્કેલના સમયે લોકોને ધર્મને ઉપદેશ આપવામાં આવે કે પરમાત્માનું ભજન કરવાનું કહેવામાં આવે તે સાધારણ લોકોને તે બહુ જ મુશ્કેલ જણાય છે. એવા સમયે તે લેકેને સુધબુધ જ ઠેકાણે રહેતી નથી તે પછી પરમાત્માનું ભજન તે કેવી રીતે કરી શકે? . . . .
ભગવાન સંભવનાથ જ્યારે ગર્ભમાં આવ્યા તે વખતે દુષ્કાળને કારણે દેશની દશા એવી જ વિષમ અને ભયંકર થઈ રહી હતી; પણ ભગવાન જેવા ગર્ભમાં આવ્યા તેવો જ દુભિક્ષને બદલે સુભિક્ષ થઈ ગયા. જ્યાં અજોત્પત્તિની જરાપણું સંભાવના ન હતી ત્યાં પણ અને ત્પત્તિને સંભવ થયે અને અન્ન પણ ખૂબ પેદા થયું. .
માતાના ગર્ભમાં જ્યારે એક મહાત્મા આવે છે તે વખતમાં અને જ્યારે એક પાપી આવે છે તે વખતમાં કેટલું બધું અંતર હોય છે એ વાત બધા લેકે સારી રીતે જાણે છે. એક ધર્માત્માનો જન્મ થવાથી બધી જગ્યાએ આનંદ પ્રવત છે અને એક પાપીના જન્મવાથી બધી જગ્યાએ દુઃખ પ્રવર્તે છે.
રાજા વિચારવા લાગ્યા કે, “મારા રાજ્યમાં દુભિને બદલે સુભિક્ષ થઈ ગયો એ બધા ગર્ભસ્થિત મહાપુરુષને જ પ્રતાપ છે. આ પ્રમાણે વિચાર કરી તે મહારાણીને કહેવા લાગ્યા કે, “હે! મહારાણી ! આપણા રાજ્યમાં કેવો દુષ્કાળ હતો ! અને એ દુષ્કાળને કારણે રાજ્યમાં કેવો હાહાકાર મચી ગયો હતો. આ દુભિક્ષને કારણે જે થયું તે તે થયું પણ મને એથી એટલું તે જણાયું કે, આ રાજ્ય મારું નથી પરંતુ મેઘરાજાનું છે. જે મેઘરાજા ન પધારે તે કેટલી મુશ્કેલી ઊભી થાય! આ મુશ્કેલીની કલ્પના કરતાં જ મારું અભિમાન ગળી જાય છે. આપણું રાજ્યમાં દુભિક્ષને કારણે મહાન હાહાકાર મચી રહ્યો હતો, પરંતુ હવે બધી જગ્યાએ સુભિક્ષ થઈ ગયો છે અને જ્યાં અન્ન ઉત્પન્ન થવાની જરા પણ સંભાવના ન હતી ત્યાં પણ અન્ન પેદા થયું છે ! કઈ મારા પ્રતાપથી આ બધું થયું એમ કહે છે તે વાત બેટી છે. આ તે કઈ અલૌકિક શક્તિને જ પ્રતાપ છે અને મારી સમજમાં તો આ બધો તારે જ પ્રતાપ છે.” - - -
રાણું હસી પડી. રાણીને હસતી જોઈ રાજા કહેવા લાગ્યો કે, તારા હસવા ઉપરથી તે એમ જણાય છે, કે તું આ વિષે કાંઈ ના જ પ્રકાશ પાડવા ચાહે છે ! તારી બુદ્ધિ અને શક્તિ કાંઈ ઓછી નથી. એટલા માટે તું શું કહેવા ચાહે છે તે ખુશીથી કહે. માતૃશક્તિ પ્રબળ હોય છે. માતૃશક્તિની આગળ પિતૃશક્તિ તુચ્છ છે. ગ્રન્થમાં માતાની શક્તિનું ઘણું જ વર્ણન મળે છે. એલા માટે હે!- રાણી! તું જે કહેવા ચાહે છે તે ખુશીથી કહે :