________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક શુદી ૧ રિવવાર
૧૨૪ ]
[ કારતક
પ્રાર્થના
આજ મ્હારા સ ́ભવ જિનકે, હિતચિતનું ગુણ ગાસ્યાં; મધુર મધુર સ્વર-રાગ અલાપી, ગહરે શબ્દ ગુંજાસ્યાં. ॥ ૧૫
—વિનચંદ્રજી કુંભટ ચાવીશી
3
શ્રી સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
ભગવાન સંભવનાથની પ્રાર્થનાદ્વારા આત્માને શું વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે એ વાત આ પ્રાનામાં બતાવવામાં આવી છે.
લક્ષ્યબિંદુ દષ્ટિ સમક્ષ રાખીને જ પ્રત્યેક કાર્ય કરવું જોઈ એ, લક્ષ્યના નિર્ધાર કર્યાં વિના અર્થાત્ અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલું કોઈ પણ કાર્યં લાભપ્રદ નીવડતું નથી. લક્ષ્યપૂર્વક કાર્ય કરવું એ જ ન્યાયમાં છે. ભગવાન સંભવનાથની પ્રાર્થના વિષે પણ એ જોવું આવશ્યક છે કે, પ્રાર્થાંનાદ્વારા આત્માને ક્યા વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે!
જ્ઞાનીજતાનું કથન છે કે, પરમાત્માની પ્રાર્થના આત્માને પરમાત્માની સાથે સંલગ્ન કરી “એકતાર કરી–કરવી જોઈ એ અને પરમાત્માનાં ગુણાને હૃદયમાં ઉતારવાં જોઈ એ. આ રીતે પ્રાર્થના કરવામાં ખાલવાનો પણ સમાવેશ થઈ શકે છે. પરંતુ હમેશાં ખાલબુદ્ધિથી જ પ્રાર્થના કરતાં રહેવું ન જોઈ એ. જેમ જેમ બુદ્ધિના વિકાસ થતા જાય તેમ તેમ તત્ત્વો ઉપર પણ વિચાર કરવા જોઈએ. બુદ્ધિના વિકાસની સાથે જ તાત્ત્વિક વિકાસ પણ કરવા જોઈ એ. અને તાત્ત્વિક વિકાસની સાથે પરમાત્માની પ્રાર્થના કરવી જોઈએ. હમેશાં બાળક જ અન્યા રહેવું ન જોઈ એ. જ્ઞાનીઓનું એવું કથન છે કે, ખાળજીા માટે પ્રાર્થના એ જ આગળ વધવાના માર્ગો છે, પરંતુ બુદ્ધિના વિકાસની સાથે જ પ્રાર્થનાના વિકાસ કરવા જોઈ એ અને આગળ વધવુ જોઇ એ. આ કથનાનુસાર ભગવાન સંભવનાથની પ્રાર્થના પણ તાત્ત્વિક વિચારની સાથે કરવી જોઈએ. આ પ્રાર્થનામાં કહ્યું છે કેઃ—
આ જ મારા સંભવ જિન કે, હિતચિત્તસે ગુણુ ગાસ્યાં.
અર્થાત્—આજે હું ભગવાન સંભવનાથની પ્રાનામાં ચિત્ત લગાડી અને તેમાં મારું હિત માની પ્રાર્થના કરીશ. ઉપલક દૃષ્ટિએ જોવામાં આવે તે। આ એક સાધારણ પ્રતિજ્ઞા છે અને ખીજી દષ્ટિએ જોવામાં આવે તે તે ઉપદેશ પણ છે. આપણે જો આ પ્રાર્થનાને પ્રતિજ્ઞારૂપ સમજતા હ।ઈએ તે। આ પ્રતિજ્ઞાને પૂરી કરવાને પ્રયત્ન કરવા જોઈએ અને જો તેને ઉપદેશરૂપ માનતા હાઈ એ તેા આ ઉપદેશને હધ્યમાં ઉતારવા જોઈ એ.
જ્ઞાનીઓએ ભગવાન સંભવનાથના ચરિત્ર ઉપર ઘણા પ્રકાશ પાડયો છે. જ્ઞાન અને ક્રિયામાં સમ એવા જ્ઞાનીઓએ ભગવાનનાં ગુણા ઉપર પ્રકાશ પાડી તે ગુણાને પેાતાના જીવનમાં સ્થાન આપ્યું છે. તેઓએ ભગવાન સંભવનાથનાં ગુણા ઉપર કેવી રીતે પ્રકાશ પાડયો