________________
પ૯૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ ગઈ. આ ઉપરથી તમે તમારા વિષે જુઓ કે તમે શું કરે છે ? સાધુ-સાધ્વી કે શ્રાવકશ્રાવિકા કેઈએ પણ પિતાનું પાપ દબાવી કે છુપાવી રાખવું ન જોઈએ કારણ કે, દબાએલું છુપાવેલું પાપ ભયંકર હાનિ કરનારું હોય છે. તમે અયાના જેવું ભયંકર પાપ કર્યું નહિ હોય પરંતુ સાધારણું પાપ તે કર્યું જ હશે. એ સાધારણ પાપને પણ દબાવી ન રાખે કિન્તુ પ્રગટ કરી દે.
માને , કઈ માણસને ભાલું લાગ્યું અને તેની અણુ શરીરમાં ખેંચી ગઈ પરંતુ તે માણસે ઓપરેશન કરાવી તે અણી કઢાવી લીધી. જ્યારે બીજા માણસને જેકે કાટે જ પગમાં લાગ્યો હતો પરંતુ તેણે તે કાંટાને બહાર કઢા નહિ પણ દબાવી રાખે. હવે આ બેમાંથી હાનિ અને કષ્ટ કેને વધારે થશે ? આ વાતને ઊંડો વિચાર કરી, ભલે સાધારણ જ પાપ હેાય તે પાપને પણ દબાવી ન રાખે. કારણ કે, દબાવી રાખેલું સાધારણ્ય પાપ ભયંકર પાપથી પણ વધારે હાનિ કરનારું નીવડે છે.
ગામ નગર પુર પાટન વિચરત, ક્રિયા ધમ ઉદ્ધાર;
ભવ્ય જીવો તાર મુનિજી, પહુંચે મોક્ષ મઝાર રે. ધન ૧૩૫ ભગવાન સુદર્શને જે અંતિમ દેશના આપી હતી તેને દેવેએ હર્ષપૂર્વક સાંભળી. આ દેશના સાંભળવાથી સૌથી વધારે લાભ તે અભયાને થશે. તે જેવી પાપિણી હતી તેવી જ ધર્મિણી બની ગઈ. શાસ્ત્રમાં એવાં અનેક ઉદાહરણ મળે છે કે જેમાં દુરાત્માઓ પણ ઉપદેશ સાંભળ્યા બાદ સુઆત્મા બની ગયા છે. પ્રભવ ચેર જંબુકુમારને ત્યાં ચોરી કરવા માટે ગયો હતો પણ સુધર્યા બાદ તે જ મહાત્મા બની ગયા. ચિલાયતી ચારે પિતાના શેઠની સાથે જ અન્યાય કર્યો હતો અને તેની કન્યાનું માથું કાપી લઈ જઈ રહ્યો હતે. માર્ગમાં તેને મુનિ મળ્યા. તેણે મુનિને કહ્યું કે, મને સારે અને જલ્દી કલ્યાણ થાય એ માર્ગ બતાવે. નહિ તે મારા હાથમાં આ તલવાર છે તે દ્વારા તમારું માથું ઉડાવી દઈશ. મુનિએ કહ્યું કે, હું તને બહુ જ સરલ માર્ગ બતાવું છું, કે જે માર્ગે જવાથી તારું કલ્યાણ જલ્દી થઈ શકે. ચિલાયતીએ કહ્યું કે, મને બહુ જ જિજ્ઞાસા છે એટલા માટે મને જલ્દી કલ્યાણને માર્ગ બતાવે. મુનિએ કહ્યું કે, કલ્યાણ કરવાનો સરલ માર્ગ તે એ જ છે કે, મન જેમ કહે તેમ ન કરવું, અર્થાત્ મનના કહ્યા પ્રમાણે ન ચાલવું. ચિલાયતીએ કહ્યું કે, ઠીક હવે હું એ જ પ્રમાણે કરીશ. મુનિ તે ઉપદેશ આપી ચાલ્યા ગયા પણ ચિલાયતી ત્યાં જ ધ્યાનસ્થ થઈ ઉભો રહ્યો. જ્યારે મન બીજે કયાંય ચાલ્યું જતું ત્યારે વિલાયતી મનને કાબુમાં રેકી રાખો અને તેને કહે કે, હવે હું તારા બતાવેલ માર્ગે ચાલનાર નથી. તેના શરીર ઉપર લેહીની જે ધાર ચાલી હતી તેના ઉપર કીડીઓ ચેટી ગઈ છતાં તે પિતાના ધ્યાનમાંથી વિચલિત ન થ; સ્થિર જ રહ્યો અને એ પ્રમાણે તેણે આત્માનું કલ્યાણ સાધી લીધું.
મતલબ કે, મહાત્માઓના સંગથી ઘેર પાપી પણ પવિત્ર થઈ ગયા છે. એનાં અનેક ઉદાહરણો પણ શાસ્ત્રોમાં ઉલિખિત છે. અભયા વ્યન્તરી પણ મહાપાકિની હતી પણ ભગવાન સુદર્શનના પ્રતાપથી તે પણ સુધરી ગઈ. અભયા તે સુધરી ગઈ પણ તમે તમારું જુઓ. તમે પણ કપટ ત્યાગ કરી પવિત્ર બનો. શાસ્ત્રમાં કર્યું છે કે, માળી બિછાદિ અમીર સન્મ અર્થાત-કપટ કરનારે જ પાપી છે અને સરળતા રાખનાર જ સમદષ્ટિ છે એટલા માટે છળકપટને ત્યાગ કરી સરળ બનો.