________________
*
*
* * *
પ૭૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
દે. શાસ્ત્ર તે કહે છે કે, પગની જગ્યાએ પગ રહેશે અને મસ્તકની જગ્યાએ મસ્તક રહેશે. શરીરને તે પગ, નાક, કાન, મસ્તક વગેરે બધાની આવશ્યકતા રહે છે છતાં પણ તે પગની જગ્યાએ જ રહેશે અને મસ્તક, મસ્તકની જગ્યાએ જ રહેશે. બધાં અંગેને સમાન માનવાને એ અર્થ નથી કે, પગ અને મસ્તકને એક કરી દે. બધાં અંગે યથાસ્થાને ભિન્ન તે રહેશે જ, પણ સાથે સાથે શરીર એક હોવાથી અભિન્ન પણ થઈ શકે છે. અંગની દષ્ટિએ તે ભિન્નતા છે પણ શરીરની દૃષ્ટિએ અભિન્નતા છે. આ પ્રકારનો વિવેક રાખીને જે સુધાર કરવામાં આવશે તો તે ઠીક છે નહિ તે સુધાર થવાને બદલે ઊલટો વિગ્રહ થશે.
સુદર્શન ભગવાન કહે છે કે, તમે આ શરીરને આદર આપી રહ્યા નથી પણ ગુણોને આદર આપી રહ્યા છે અને તે ગુણો આત્માનાં છે; એટલા માટે જે આત્માના ગુણો છે એ આત્માને તમે ભૂલી ન જાઓ.
સંસારમાં જે કાંઈ પ્રિય લાગે છે તે આત્માને માટે જ પ્રિય લાગે છે. તે એટલે સુધી કે પરમાત્મા પણ આત્માને માટે પ્રિય લાગે છે. એટલા માટે આત્માને ભૂલી ન જાઓ. કાલે કહ્યું હતું કે,
દેખ સખી યહ બ્રહ્મ બિરાજત, થાકી ગતિ સબ યાહી કે સહે.”
આત્મા જ બ્રહ્મ છે. એ વાતની સાક્ષી માટે ભગવતી સૂત્રનું પ્રમાણુ આપું છું. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે, “હે! ભગવન! જીવનાં કેટલાં નામ છે?” આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, “હે! ગૌતમ ! જીવન વિષ્ણુ, કર્તા, વિકર્તા, પારંગત આદિ અનેક નામે છે. એ બધાં નામમાં ઉપાધિકૃત ભેદો તે છે પરંતુ ઉપાધિ મટી જવાથી બધાં નામે એક જ છે.”
આ પ્રમાણે આત્માને માટે એમ કહેવામાં આવ્યું છે કે, હે! સખી! આ આત્મા જ બ્રહ્મ છે. એને બગાડ નહિ. કેઈ મંદિરના પત્થરને તેડવા લાગે તે એ દેવની અવજ્ઞા માનવામાં આવશે, પણ કઈ દેવળની તે રક્ષા કરે પણ દેવને બગાડે તે શું એ દેવની અવજ્ઞા થઈ નહિ ગણાય? આ શરીર દેવળ છે અને એ દેવળમાં રહેનાર આત્મા દેવ છે. આ વાત કેવળ જેનો જ કહેતા નથી પરંતુ વેદાન્તીઓ પણ એમ જ કહે છે. તેઓ પણ એમ કહે છે કે – '
હો સેવાશ્રય: પ્રોmો, કરો તેવા સનાતનઃ | . . ચકેત મirmનિર્મા, રોમન પૂગયેત્ |
આ દેહ તે આત્મદેવનું મંદિર છે, જે તેની અંદર રહે છે. એ આત્મદેવની અવજ્ઞા કરવી શું ઉચિત છે? તમે આડકતરી રીતે તે ગમે તે કહે, પણ એ વિષે ઊંડે વિચાર કરવામાં આવે તે જણાશે કે, આ દેહમાં રહેનાર દેવનો જ દ્રોલ કરવામાં આવે છે. કોઈ મૃત સ્ત્રીને ખરાબ દૃષ્ટિએ જોવામાં આવતી નથી. આ જ પ્રમાણે કઈ મૃત શરીરને મારવામાં આવતું નથી. જે કાંઈ ખરાબ કામ કરવામાં આવે છે તે જીવિતની સાથે જ કરવામાં આવે છે. આ પ્રમાણે એ આત્મદેવને જ બગાડવાને–ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરવા માં આવે છે. . છવની દશા જીવને માટે જ શોભા આપે છે. એની દશા કઈ જડ પદાર્થમાં શોભા આપી શકે નહિ. એ જીવ એકમાં તે. એક છે અને અનેકમાં અનેક છે. આ વાત સાધારણ રીતે સમજમાં આવી શકશે નહિ પણ કઈ મહાપુરુષના શરણે જઈ સમજવામાં આવે તે સમજમાં આવી શકે !