________________
શુદી ૧૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[૫૬૯
કૃષ્ણ ભૂજંગકા ઘાલ્યા રે ઘટમે, ક્રિયા મારણકે હાર; નાગ પીઠ ભઈ ફૂલકી માલા, મન્ત્ર જગ્યે નવકાર. નવકારમંત્રની શક્તિનાં આવાં અનેક દાખલા પણ મળે છે. કદાચ કાઈ કહે કે, આ દાખલા તા જુનાં છે અને નવાં દાખલા આની વિરુદ્ધના પણ મળે છે. પરંતુ આ વિષે હું મારા અનુભવની વાત કહું છું કે, હું નાનપણમાં ભૂતપ્રેત આદિથી બહુ ભય પામતા હતા પણ જ્યારથી નવકારમંત્રથી ભૂત ભાગી જાય છે એવી મારામાં દૃઢતા આવી ત્યારથી મારે ભૂતપ્રેતને ભય છે થઈ ગયા. તમે પણ નવકારમંત્ર ઉપર દૃઢ વિશ્વાસ રાખેા તેા પછી ભૂતપ્રેત વગેરે કાઈ ના ભય રહેવા ન પામે.
» ' આ વિષે સાધ્વીએ ઉપર વધારે જવાબદારી રહેલી છે. કારણ કે, સ્ત્રીઓનું આવવું– જવું તેમને ત્યાં વધારે હેાય છે. સ્ત્રીઓને એવી ભાવના હાવી ન જોઈએ, તેમ તેમને એવી શિક્ષા પણ મળવી ન જોઈએ કે, આજે કાળી ચૌદશ છે એટલે આ મંત્રને જાપ કરવાથી આમ થશે અથવા આ મંત્રને જાપ કરીશું તે આમ થશે.
કેટલાક લેાકેા સાધુ થઈને પણ આ પ્રકારની શિક્ષા આપે છે. એટલા જ માટે અનાથી મુનિ કહે છે કે, હે! રાજા ! તું મહાનિર્થેાના માર્ગે ચાલ. મહાનિર્થેાના માર્ગે એક તે શ્રદ્ધારૂપે ચાલી શકાય છે અને બીજાં સ્પર્શનારૂપે ચાલી શકાય છે. સ્પર્શનારૂપે તેમના માર્ગે ચાલી ન શકાય તે તે વાત જુદી છે પણ જે શ્રદ્ધારૂપે પણ ચાલતા નથી. તે પતિત થઈ જાય છે. શું તમે કાઈ નિગ્રન્થને જંત્ર-મંત્ર બતાવતા સાંભળ્યા કે જોયા છે ? સાચા નિર્માંન્થા જંત્રમંત્રમાં પડતા નથી; તેા પછી જંત્રમ ત્રમાં પડવું એ કુશીલાના માર્ગે ચાલવા જેવું નથી શું ? તમે પણ આ વાતનેા વિશ્વાસ રાખી કુશીલાના માર્ગે ન ચાલેા પણ મહાનિગ્રન્થાના માર્ગે ચાલેા તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
સુદર્શન ચરિત્ર—૬૩
કેવલી ભગવાનની વાણી અમેાત્ર હોય છે, સુદર્શન કેવલી ભગવાન દેશને ઉપદેશ" આપતાં કહેવા લાગ્યા કે, તમે મને અને હું તમને જોઈ રહ્યો છું પણ કેવળ ઉપસ્થી જ જોઈને અટકી ન જાઓ; પરંતુ અંદરથી એ જુએ કે, તમે લેાકેા કાના ઉત્સવ ઉજવી રહ્યા છે અને કાને જયકાર ખેલી રહ્યા છે.
એક માણસ જે ઊંચે ખેડેલ છે તે જલ્દી અને દૂર જોઈ શકે છે પણ તેના આધાર તેા નીચેતેા જ હોય છે. જો તેને નીચેને આધાર ના હાય તે। તે ઉપરથી પડી જાય. આ જ પ્રમાણે તમે લેાકેા મારા જયકાર તા મેલે છે પણ મારી નીચે કાને પાયેા રહેલા છે તે જુએ. સુદર્શન મુનિના ઉપદેશનેા સાર, આખા જગતને એક કરવાની ભાવના છે. આજના યુવકા તા કેવલ ત્રણ જ સમ્પ્રદાયાને એક કરવા ચાહે છે પરંતુ અમે તા સકળ સંસારને એક કરવા ચાહિએ છીએ. શાસ્ત્રમાં વારવાર કહેવામાં આવ્યું છે કે, સમસ્ત જીવાને પોતાના આત્માની સમાન માતા, પણ આ કથનને વાસ્તવિક અર્થ શું છે તેને ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. જ્યારે બધા જીવાને સમાન માનવાનું કહેવામાં આવ્યું છે તે પછી શું મનુષ્ય મનુષ્ય પણ એક થઈ શકે નહિ ! શાસ્ત્ર એમ કહેતું નથી કે ક્રમ—વિભાગને જ મટાડી
૨૮