________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
પ્રમાણે તમારું પુણ્ય ત્યાં પણ કામ કરે છે કે નહિ ! શાસ્ત્રમાં કહ્યું છે કે, ઈષ્ટ ગંધ, ઈષ્ટ રૂપ અને ઇષ્ટ રસ આદિ પિતાના પુણ્ય પ્રતાપથી જ મળે છે. હવે વિચારે કે, જ્યાં તે આંબાને રસ અને ક્યાં તમે! પણ ત્યાં પણ તમારું પુણ્ય કામ કરે છે કે નહિ ? આ પ્રમાણે જે કાંઈ થાય છે તે બધું પિતાના આત્માદ્વારા જ થાય છે અને એટલા જ માટે એમ
. Mr કાત્તા વિદત્તા ય દુદાપા એ સુહાણ થાય
अप्पा मित्तममित्तं च दुप्पदियो सुप्पट्रियो । સુદર્શન મુનિને જે કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થઈ તેથી તેમને પિતાને તે લાભ થયો પણ સાથે સાથે આપણા બધાને પણ લાભ જ થયો છે. આ લાભ લેવામાં હૃદયનું આકર્ષણ જોઈએ. જેનામાં આકર્ષણ શક્તિ છે તે જ લાભ લઈ શકે છે. જેમકે લોઢું તે છે પણ ચુંબક જ આકર્ષિત કરી શકે છે. આ જ પ્રમાણે જેનામાં આકર્ષણ શક્તિ છે અને જેમને ઉપાદાન આત્મા સારે છે, તેમને પણ સુદર્શન મુનિને કેવલજ્ઞાન પેદા થવાથી લાભ થવાનો જ. - સુદર્શન મુનિને કેવલજ્ઞાન થયું છે એ વાત દેવને જાણવામાં આવી. તેઓ વિચારવા લાગ્યા કે, અમે પિતે તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ ગુણની ઉપાસના કરવી એ પણ ગુણને પ્રાપ્ત કરવાનો માર્ગ છે એટલા માટે અમારે સુદર્શન મુનિની પાસે જઈ કેવલજ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. || આયે દેવતા મહત્સવ કરને, કરતે જયજયકાર;
• દેવે દેશના પ્રભુ સુદર્શન, ભવી જીવ હિતકાર. . ધન ૧૩૪
સુદર્શન મુનિ પહેલાં તે શેઠ કહેવાતા હતા પછી મુનિ થયા અને હવે કેવલી થયા. તેમણે બધી તૃષ્ણાને નાશ કરી અને કામ-ધાદિને જીતીને સંસારની બધી પ્રભા-કાતિથી આત્માને ઉજજવલ બનાવી લીધો. જે આત્માને ઉજજવલ બનાવે છે તે બધી કુદરતને સ્વામી જ બની જાય છે.
દેવે સુદર્શન પ્રભુની પાસે ઉપસ્થિત થઈ કેવલજ્ઞાનની મહિમા ગાવા લાગ્યા કે, “હે ! નાથ ! આપને સદા યે ય થાઓ. હે! પ્રભો ! અમે આપને જયકાર એટલા માટે કરીએ છીએ કે, જે વિકારને આપે જીતી લીધા છે તે વિકારોને જગતના છે પણ જીતી લે. તે વિકાર અમને પણ છતી રહ્યા છે. અમે પણ એ વિકારોને જીતી લઈએ. જે કે એમ કરવાથી એ વિકારો ઉપર અમે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ અમારે વિજય થાઓ એમ કહેવું એ અભિમાનનું કારણ છે, એટલા માટે અમે અમારા વિકારવિજયને પણ તમારે જ વિજય માનીએ છીએ અને એમ કહીએ છીએ કે, આપને જય થાઓ. આપ જેવા મહાપુરુષે જ અમારું કલ્યાણ કરે છે.”
સુદર્શન ભગવાન દેવેનું આ કથન સાંભળી વિચારવા લાગ્યા કે, આ દેવો આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યા છે તે મારા હૃદયમાં શું છે તે તેમને બતાવવું જોઈએ. હવે તે મહાપુરુષ કેવી રીતે ઉપદેશ આપે છે અને શું કહે છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.