________________
શુદી ૭]
રાજકોટચાતુર્માસ
[પ૧
સમજમાં ઉપનિષતમાં જે કૃતિ કહી છે તેને અર્થ પણ એ જ છે. આ પ્રમાણે પ્રત્યેક વાતને સ્યાદ્વાદની દૃષ્ટિએ જોવામાં આવે ત્યારે જ તેનું સ્વરૂપ સમજવામાં આવી શકે છે.
અભયા વ્યન્તરીના કાર્યને પણ ચાદ્દવાદની દષ્ટિએ જુએ. અત્યાના કાર્ય વિષે સુદર્શન મુનિ એમ વિચારતા હતા કે, આ માતા મારા ઉત્થાનમાં સહાયિકા થઈ રહી છે. જે પ્રમાણે ગજસુકુમાર મુનિએ પિતાના મસ્તક ઉપર ધગધગતાં અંગારાં મૂકનારને પણ પિતાને સહાયક માન્યો હતો તે જ પ્રમાણે આ મુનિ પણ અભયાને પિતાના ઉત્થાનમાં સહાયિકા માની રહ્યા છે. મારી જન્મદાત્રી, મારું પાલન-પોષણ કરનારી અને મને નવ માસ સુધી ઉદરમાં રાખનારી માતા કરતાં પણ આ માતાતુલ્યને ઉપકાર વધારે છે. આ માતાતુલ્યના જ ઉપકારને કારણે શૂળીનું સિંહાસન બન્યું છે અને આ જ માતાએ મને આત્મોન્નતિ સાધવાને આ અમૂલ્ય અવસર આપે છે. અહીં પણ આ માતા મારા કલ્યાણ માટે જ પ્રયત્ન કરી રહી છે. વાસ્તવમાં આ માતાતુલ્યને મારી ઉપર પૂર્ણ કૃપાભાવ છે.
આ પ્રમાણે અભયા વ્યત્રી સુદર્શન મુનિને જેમ જેમ કષ્ટ આપતી જતી હતી તેમ તેમ સુદર્શનની ભાવના ઉન્નત બનતી જતી હતી. આખરે સુદર્શન મુનિ શુભ ભાવના ભાવતાં બારમા ગુણસ્થાને ચડી જઈ મેહનીય કર્મને સંપૂર્ણ નષ્ટ કરી તેમાં ગુણસ્થાને પહોંચી ગયા અને ત્યાં તેમને નિરાબાધ અનંત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે મુનિને એમ તે કેવલજ્ઞાન થવામાં ન જાણે કેટલો સમય લાગત પણ અભયાની કૃપાથી થોડા જ સમયમાં તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. ભગવાન નેમિનાથે કૃષ્ણના પૂછવાથી તેમને કહ્યું હતું કે, હે! કૃષ્ણ! જે તમે વૃદ્ધને ઇંટે ઉપડાવવામાં સહાયતા આપત નહિ તે તેને કેટલાં ચક્કર લગાવવા પડત? તમારી કૃપાથી તેને ચક્કર ખાવાં મટી ગયાં. આ જ પ્રમાણે ગજસુકુમાર મુનિને ન જાણે કેટલાં ચક્કર ખાવાં પડત પણ એક પુરુષની સહાયતાથી તેમના ચક્કર મટી ગયાં.
આ જ પ્રમાણે સુદર્શન મુનિ પણ વિચારતા હતા કે, મારું આત્મકલ્યાણ સાધવામાં મને ન જાણે કેટલો સમય લાગત પણ આ માતાએ મારા કાર્યમાં મને ઘણી સહાયતા આપી છે એટલે આ માતાને મારા ઉપર ઘણે ઉપકાર છે. આ માતાની કૃપાથી જ ઘણું લાંબા દિવસે થઈ શકનારું કામ થોડા જ સમયમાં થઈ ગયું છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે,
“તીરંતુ માનસિદ્ધિ અર્થાત–તીવ્ર સંવેગથી–વૈરાગ્યથી જ સિદ્ધિ જલ્દી થાય છે. આ કથનાનુસાર સુદર્શન મુનિએ પણ તીવ્ર સંવેગ વધાર્યો તે તેમને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
આ પ્રમાણે અભય વ્યન્તરીએ સુદર્શન મુનિને અનેક પ્રકારનાં અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગો આપ્યાં પણ સુદર્શને પિતાના આત્માને ધ્યાનમાં એ પો કે પરિણામે તેમણે કેવલજ્ઞાન, કેવલદર્શન અને કેવલચારિત્રની પ્રાપ્તિ કરી લીધી. સુદર્શન મુનિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેમાં તમારા પુણ્યને પણ કાંઈ ભાગ છે કે નહિ અને તેથી તમને પણ કાંઈ લાભ છે કે નહિ ! શાસ્ત્રમાં કહ્યું છે કે, લવણસમુદ્રના પાણીમાં જે તરંગે ઉઠે છે તેની એક લહેર પણ જંબુદ્વીપ ઉપર પડે તે આખા જંબુદ્વીપને પણ તાણું લઈ જઈ શકે. પણ જબૂદીપમાં અરિહન્ત, કેવલી, સાધુ, શ્રાવક-શ્રાવિકા, સમ્યગ્દષ્ટિ અને ભદ્ર પ્રકૃતિના સૌમ્ય જે લેકે રહે છે તેમના પુણ્ય પ્રતાપથી લવણસમુદ્રનું પાણુ મર્યાદા ઉલ્લંધતું નથી. આ
ર૭.