________________
- -
- -
-
-
૫૫૪]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ આધાર રાખે છે. આ વિષે કેઈન ઉપર કોઈ પ્રકારની બળજબરી કરવી ઉચિત નથી. પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્રરૂપે આ વિષે વિચાર કરી શકે છે. આ પ્રાર્થનામાં કહ્યું છે કે –
શ્રી જિનરાજ સુપાર્શ્વ, પૂર આશ હમારી--- . અર્થાત–હે ! પ્રભો ! અમારી આશા પૂર્ણ કરે. શું પરમાત્મા આશા પૂરી કરે છે? આ વિષયની ચર્ચા અત્રે કરતા નથી પણ અત્યારે એ વિષે કેવળ એટલું જ કહું છું કે, પ્રત્યેક વસ્તુને સ્વાવાદની દષ્ટિએ જુએ. સ્યાદ્દવાદની દૃષ્ટિએ જોવાથી જ પ્રત્યેક વસ્તુ બરાબર જોઈ શકાય છે. નહિ તે કઈ વસ્તુ બરાબર જાણી કે જોઈ શકાતી નથી. પરમાત્માના કર્તૃત્વ વિષે પણ એમ જ સમજો અને જુઓ કે, પરમાત્મા આશા કેવી રીતે પૂર્ણ કરે છે!
પરમાત્મા પૂર્ણ છે. જે અપૂર્ણ છે તે જ પરમાત્માની પાસે આશા પૂરી કરવાની પ્રાર્થના કરે છે પરંતુ પહેલાં એ જોઈ લેવું જોઈએ કે, આપણી આશા શી છે? પિતાની ઈચ્છાનુસાર વસ્તુની પ્રાપ્તિ થવી એ જ આશાની પૂર્તિ થઈ ગણાય છે પરંતુ પરમાત્મા પાસે એવી આશાની પૂર્તિ કરાવવી ઠીક છે કે નહિ તેને પહેલાં વિચાર કરે. કેાઈ સાંસારિક આશા પૂરી કરવા માટે પરમાત્માની પ્રાર્થના કરવી ઠીક છે કે નહિ તેને પણ વિચાર કરે. માને કે, કઈ માણસ પરમાત્મા પાસે પુત્ર વિષયક આશા પૂરી કરાવવા ચાહે છે પણ તે માણસ પરમાત્મા પાસેથી આ આશા વિવાહ કર્યા બાદ પૂરી કરાવવા ચાહે છે કે પહેલાં ? જે તે વિવાહ કર્યા પહેલાં જ પુત્ર વિષયક આશા પૂરી કરાવવા ચાહતે હેય તે તે તે મૂર્ખ જ કહેવાશે. એટલા માટે પુત્રની પ્રાપ્તિ માટે સર્વપ્રથમ તે વિવાહ કરશે અને વિવાહ કર્યા બાદ પુત્રવિષયક તેની આશા પૂરી ન થાય તે પરમાત્મા પાસે પુત્રવિષયક લાલસા પૂરી કરવા માટે પ્રાર્થના કરશે. આવી પ્રાર્થના કરનાર માણસ શું પરમાત્માને ઓળખી શકે છે? આવી આશા પરમાત્મા પાસે પૂરી કરાવવી યોગ્ય છે? આ પ્રકારની આશા તે જીવ અનાદિ કાળથી કરતે આવ્યો છે પણ આવી આશા કરવાથી આત્મા અને પરમાત્માને સંબંધ બાંધી શકાતું નથી. આ તે મેહજનિત વ્યવહાર છે.
આ ઉપરથી કદાચ તમે એવો પ્રશ્ન કરશે કે, ત્યારે અમારે પરમાત્મા પાસે કઈ આશાની પૂર્તિ કરાવવા માટે પ્રાર્થના કરવી જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં ભક્તજનો કહે છે કે –
મમ હૃદય ભવન પ્રભુ તેરા, તહં આય બસે બહુ ચારા; - અતિ કઠિન કરહિં બલ જેરા, માન હિં નહીં વિનય નિહેારા.
હે! પ્રભો ! મારી આશા એવી છે કે જે આશાને તારા સિવાય બીજો કોઈ પૂરી કરી શકે એમ નથી. એટલા માટે હું તારા શરણે આવ્યો છું. મારી આશાને તું જ પૂરી કરી શકે એમ છે. પુત્રની આશા તે સ્ત્રી પણ પૂરી કરી શકે છે એટલા માટે એવી આશા તારી પાસે શા માટે કરું? હું તે તારી પાસે એવી આશા કરું છું કે જે આશાને બીજે કંઈ પૂરી કરી શકે એમ નથી. મેં તારું સ્વરૂપ જાણી તને મારા હૃદયમંદિરમાં વસાવ્યા છે અને મારા હૃદયને હું તારું મંદિર સમજવા લાગ્યો છું પણ જ્યારે મેં મારું હૃદય તપાસ્યું ત્યારે મને ઘણું જ દુઃખ થયું. મેં જોયું કે, મારા હૃદયમાં અનેક ચોરે ઘુસી બેસી ગયા છે. તેઓને બહાર કાઢવા બહુ જ મુશ્કેલ જણાય છે કારણ કે તેઓ મારો વિનય પણ માનતા. નથી તેમ મારી આજ્ઞા પણ માનતા નથી.”